Home »Avu Kem »Rahasya» Why Prohibition On Sex Before Marriage?

લગ્ન પહેલા સેક્સ પર રોકાણ કેમ?

Dharma Desk, Ujjain | Aug 02, 2010, 19:34 PM IST

સેક્સ એક એવો શબ્દ છે જે સૌથી વધારે ગોપનિય હોવાથી છતા આજે સૌથી વધુ તેજીથી વધતુ રહે છે. સેક્સ યૌન સંબંધ, શારીરિક સંબંધ, કામ... જેવા ઘણા નામથી તેને જાણવામા આવે છે. યુવાનો અને વડીલોને તો કુદરત જ આને રુબરુ કરાવે છે. પરંતુ એક ત્રીજો વર્ગ પણ છે જેમા આવશ્યક બાળકો પણ આવે છે. બાળકો અને લગ્ન થયેલા યુવાઓને સેક્સથી દુર રહેવાની પ્રેરણા ઘણી જગ્યાએ મળે છે. માતા-પિતા, પરિવાર, સમાજ, ધર્મ અને પરંપરાઓ બધુ મળીને મહત્વપુર્ણ કામ કરવાની જવાબદારી સંભાળે છે. સમયની સાથે જ માન્યતાઓ અને પરંપરામા બદલાવ પણા આવી રહ્યા છે. બદલાવ જો સાચી દિશામા હોય તો બરોબર છે, પરંતુ સંજોગો કાંઈક બીજુ જ દર્શાવે છે. સેંસરથી મુક્ત ઈંટરનેટ, લિવ ઈન રિલેશનશિપ, કો- એજ્યુકેશન, વ્યસ્ત માતા-પિતા, ફિલ્મો અને ટી.વી. કાર્યક્રમોનુ સીમાને પાર કરીને અંગ પ્રદર્શન... આ બધાએ મળીને એવા સંજોગો ઉભા કર્યા છે કે નવી જનરેશન પતનના ઉંડા દલદલની તરફ જઈ રહી છે. આટલુ જ નહી થોડા તથાકથિત વિદ્વાનો તો બાળકોને સેક્સ એજ્યુકેશન દેવાની ભરપુર વકાલત કરી રહ્યા છે. આ વિદ્વાનો એ નથી વિચારતા કે સુરક્ષાના નામ પર જે હથિયારોથી બાળકોને પરિચિત કરાવવામા આવે છે, બાળજો પોતાની સ્વાભાવિક જિજ્ઞાસાની આદતોને કારણે તે હથિયારોને ચલાવીને જોવાનો પણ પ્રયાસ કરવા લાગ્યા છે. શું કારણ છે કે દુનિયાના બધા જ ધર્મામા લગ્ન પહેલા કોઇ પણ પ્રકારના શારીરિક સંબંધ અથવા સેક્સને વર્જિત અને ગૈર ધાર્મિક બતાવવામા આવ્યા છે. ધર્મ અને અધ્યાત્મ માત્ર શ્રદ્ધા અથવા ભક્તિ પર જ નિર્ભર નથી આ આખુ વૈજ્ઞાનિક સિધાંતો પર ચાલે છે. ચાલો જાણીયે તે વૈજ્ઞાનિક કારણ જે લગ્ન પહેલા સેક્સ અથવા યૌન સંબંધને પુરી રીતે વર્જિત માનવામા આવ્યુ છે. : - - 25 વર્ષની ઉમર સુધી શરીર અને મસ્તિષ્કનો પુરો વિકાસ થવા માટે બ્રહ્મચર્યનુ પાલન હોવુ જરૂરી છે. - સમાજ જે આધાર પર ઉભો છે, તે પતિ-પત્નિના સંબંધ છે. લગ્ન પહેલા થયેલો યૌન સંબંધ આ આધારને નબળો બનાવીને સમાજનું પતનનુ કારણ બને છે. - એઈડ્સ જેવા રોગો જેનો ઈલાજ નથી તે પ્રમુખ કારણ પણ અનૈતિક અને અધાર્મિક યૌન સંબંધ જ હોય છે. - લગ્ન પહેલા માણસને પોતાની યોગ્યતાઓ અને ક્ષમતાઓને વિકસિત કરવો પડે છે. આ કાર્ય માટે જે એકાગ્રતા અને દ્રઢતાની આવશ્યક્તા છે તે જ યૌન સંબંધન કારણે નાશ પામે છે. - યોગ્ય, બુદ્ધિમાન અને પ્રતિભાશાળી સંતાનની પ્રાપ્તિ માટે લગ્ન પહેલાનુ ચરિત્ર અને પવિત્રતા મોટી ભુમિકા ભજવે છે.
(Rahasya Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Avu Kem Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Why Prohibition On Sex Before Marriage?
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended