Home »Astrology »Rashifal» Tuseday Horoscope Rashifal Kismat

26 માર્ચના આપને મળશે ભાગ્યનો સાથ? જાણો, રાશિફળ

Dharm Desk, Ahmedabad | Mar 26, 2012, 17:15 PM IST

  • 26 માર્ચના આપને મળશે ભાગ્યનો સાથ? જાણો, રાશિફળ,  rashifal news in gujarati

મંગળવારના સિતારા શું કહે છે આપના માટે? કેવું રહેશે આજે આપનો દિવસ? જાણો આજે આપની રાશિમાં શું લખ્યું છે, વાંચો આપનું રાશિફળ 27માર્ચનું રાશિફળ...મેષ –કોઈ નવી યોજના સામે આવશે, જે આપની પાસેના કામની તુલના માં વધારે લાભદાયી છે. તેના પર વિચાર કરો. આજે આપ ભાગ્યશાળી રહેશો. શુભ સમાચાર પ્રાપ્ત થઆશે આપના કાર્યોની પ્રશંસા પ્રાપ્ત થશે તથા આપને સંતોષ પણ મળશે. પરિવારી બાબત ઉકેલી શકશો. મન ખુશ રહેશે.લવ – આપ મગજની જગ્યાએ દિલથી વ્યવહાર કરશો. સાથીથી સહયોગ અને ખુશી મળશે. દિવસ સારો રહેશે.પ્રોફેશેન – કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા થશે.હેલ્થ – સાંધાનું દર્દથી પરેશાન થઈ શકશો.કેરિયર – સામાન્ય રીતે આજે આપને વધારે વાંચવું પડે છે. વ્યવસાયિક પાઠ્યક્રમવાળા વિદ્યાર્થી સફળ થશે. મનોબળ વધશે.વૃષભ –કેતુને કારણે આપને ચામડીનો રોગ કે એલર્જિ થઈ શકે છે. દિવસ આપનો છે, પણ કેતુની સાથે. પણ , ચિંતાની કોઈ વાત નથી. પિતાથી પૂરો સહકાર પ્રાપ્ત થાશે. કાર્ય સ્થળ પર આપના સાથિઓથી સહયોગ પ્રાપ્ત થશે.લવ – સાથીની સાથે પરિપક્વતાથી વ્યવહાર કરશો. વાદ-વિવાદથી બચો. સંબંધોમાં ખટાસ આવી શકે છે.પ્રોફેશન – વ્યાપાર માટે સમય સારો ચાલશે. જુના પૈસા પાછા મળી શકે છે.હેલ્થ – જુના રોગ સારા થશે., કોઈ નાની-મોટી સમસ્યા થઈ શકે છે.કેરિયર – ગંભિર વિષયોના અધ્યયન તરફ આગળ વધો. નવા વિષય પસંદ કરવાના ભ્રમમાં પડશો.મિથુન – ત્રણ-ત્રણ વક્રી ગ્રહોએ આપને ઘેરી લીધા છે. આપ વિચારશો કે કામ એ રીતે નથી થતું જે રીતે તમે વિચાર્યું હતું. ન્યાય અને જમીનથી જોડાયેલ બાબતોમાં પરેશાનીઓ થઈ શકે છે. રોકાણ હેતુ સમય ઠીક નથી. રાજનિતિજ્ઞોને કોઈ મોટું પદ મળી શકે છે. સંતાનથી ક્ષોભ થશે.લવ – ભૂતકાળના વિચારો તમારી લવ લાઈફ પર હાવી થઈ શકે છે. આથી સંબંધ મજબૂત થશે.પ્રોફેશન – વિચારી, સમજીને રોકાણ કરો. જોખમ ભરેલા નિર્ણયો લેવાનો સમય નથી.હેલ્થ – માનસિક અશાંતિ અને તણાવનો સામનો કરવો પડે છે.કેરિયર – અભ્યાસમાં મન લગાવવા માટે આપે સંઘર્ષ કરવો પડશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક છે.કર્ક –કોઈ બદલાવ આપના જીવનમાં આવશે. ભવિષ્યને લઈને તમે ચિંતિત રહેશો. નવી નોકરી માટે તમે તૈયાર છો પણ વેતન ઓછું હોવાના કારણે તમે દ્વિધામાં રહેશો. પ્રેમની બાબતમાં સફળતા મળશે. શત્રુને પરેશાન કરવાનો પ્રયાસ કરશો. નોકરીમાં પરિવર્તનના યોગ છે. ખર્ચ વધારે થશે.લવ – મનમાં સમાન ભાવના રહેશે, પણ વિવાદથી તે નહીં ઉકેલાઈ, માટે વિવાદમાં ન પડતા, પ્રેમ મળવાથી ખુશી મળશે.પ્રોફેશન – બપોરે વિચારોને લઈને કાર્યમાં મન લાગશે નહીં. નિર્ણય લેવો મુશ્કેલ રહેશે.હેલ્થ – પેટના રોગ અને માનસિક તણાવ રહેશે.કેરિયર – આજે આપને અભ્યાસ માટે ચિંતા થશે એકાગ્ર થઈ શકતા નથી. કોમર્સ અને મેડિકલના વિદ્યાર્થીઓને સફળતા મળશે.સિંહ –ઓફિસમાં આપને કોઈ નવા કામની પૂરી જવાબદારી સોંપવામાં આવશે. આપને સવારે આ શુભ સમાચાર મળશે. કાર્ય સ્થળ પર આજે તમે સ્ફૂર્તિથી કામ કરશો. દાંપત્યજીવનમાં ખુશહાલી રહેશે. વેપારમાં ઉત્તમ લાભ પ્રાપ્ત થશે. વિદેશથી લાભ થશે.લવ – આપની લવ લાઈફથી સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થાય છે. કોઈ વિવાદ હશે તો ઉકેલવા માટે સૌથી સારો સમય છે. બધા આપનો સાથ આપશે.પ્રોફેશન – કાર્યક્ષેત્રમાં મહેનત વધારે રહેશે, સફળતા મળશે.હેલ્થ – સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. થાક, મૌસમી પરેશાની અને પીઠમાં દર્દ થઈ શકે છે.કેરિયર – મેડિકલ વિદ્યાર્થી ચિંતિત રહેશે. ટેકનીકલ વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મિત્રો પાસેથી સલાહ લો.કન્યા –જોખમ ભરેલા કોઈ કામ છે અને આપ નિર્ણય લઈ શકતા નથી જોખમ વધારે નથી તમે તેમાં ઝંપલાવી શકો છો. ધન તથા ઘરના સુખ પપર ચાલતી સાઢાસાતીની અસરનો અનુભવ કરો છો. વિરોધિઓથી સાવધાન રહેશે, આજે કોઈ સ્થાન પર તેની મિટિંગ થઈ શકે છે. દરેક કાર્યમાં સંદેહ થશે.લવ – લવ લાઈફમાં વિરોધિ વિઘ્ન નાખશે. પ્રેમીની સાથે સપના જોશો.પ્રોફેશન – વધારે કમાવવાના લોભમાં આવીને શેયર-સટ્ટામાં પૈસા ન લગાવો.હેલ્થ – ઓછી નીંદર અને થાકથી આંખોની પરેશાન થશે.કરિયર – અભ્યાસમાં ધ્યાન આપવા માં તકલિફ થશે. સોફ્ટવેર અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.તુલા –નવો દિવસ છે. અગાવ આવેલી પરિસ્થિતિ જ તમારી સામે આવે છે છત્તાં તમે આ સમય ફરીથી પસાર કરી લો, પછી ગુરુની દ્રષ્ટિ આપને આપના કાર્યમાં સર્વશ્રેષ્ઠ બનાવશે. મહિલાઓને સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. કોઈ પર ક્રોધ ન કરો નહીં તો મુશ્કેલીમાં પડી શકો છો. સ્પર્ધાત્મકમાં સફળતા મળશે.લવ – આપના જુના નિર્ણય પર વિચાર કરો. આ જે કંઈ થઈ રહ્યું છે તે થોડા દિવસ માટે છે.પ્રોફેશન – કાર્યક્ષેત્રમાં અધિકારીઓથી સન્માન મળશે. વિવાદથી બચો. પૈસા ખોવાઈ શકે છે.હેલ્થ – આજે આરોગ્ય પર ધ્યાન રાખો. કોઈને કોઈ ધિક્કત થશે.કેરિયર – કેમ્પસમાં વિવાદ થશે. ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓને સફળતા મળશે. દિવસ સામાન્ય રહેશે.વૃશ્ચિક –દિવસ આપના માટે સારો રહેશે. ખરેખર કાર્યો તમારા આ માટે બગડે છે કે તમે જોશમાં આવીને સુધ-બુધ ગુમાવી દો છો. પ્રસન્ન રહેવાની કોશિશ કરો. બીજાની બાબતમાં દખલગીરી ન કરો. માતાનું સ્વાસ્થ્ય નબળું થશે. ધનની આવકમાં કમી થશે. સ્થાયિત્વ રહેશે નહીં. સરકારી તંત્રથી નુક્શાન થશે.લવ – આવારાપનથી બચવાની કોશિશ કરો. નવા મિત્રોની મુલાકાત થાશે.પ્રોફેશન – બીનજરૂરી ખર્ચ થવાનો યોગ છે. પૈસાની આવકમાં કમી આવશે.હેલ્થ – પેટનો રોગ થઈ શકે છે, ભોજનમાં સાવધાની રાખો.કેરિયર – જે ઉપલબ્ધિ મળી છે, આપ તેની જ ચર્ચા કશો. કોમર્સ વાળા માટે સમય સારો રહેશે. મેડિકલના વિદ્યાર્થીઓ ને સામાન્ય સફળતા મળશે.ધન –આપને લાભ થશે. શત્રુ પરાજિત થશે. ઓફિસમાં મહેનત વધારે રહેશે, નોકરીમાં આપની પ્રગતિ થશે. મિત્ર આપને થોડિક સલાહ આપે છે તે પર વિચાર કરજો. સંતાનથી સુખ તથા આર્થિક સહાયતા મળશે. વિદેશમાં વસેલા લોકોથી લાભ થશે. આળસથી હાનીની શક્યતા છે. વિવાહ પ્રસ્તાવ મળશે.લવ – ભાવાત્મક જોડાણ વધારે મુશ્કેલ છે. પણ સાથે સમય વિતાવવાનું સદભાગ્ય ઓછું નથી હોતું, જે તમને મળશે.પ્રોફેશન – કાર્યક્ષેત્ર અને વેપારમાં શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. નવા કામ મળશે.હેલ્થ – આળસનો ત્યાગ કરી દો, નહીંતો નુક્શાન થશે.કેરિયર – ઈન્ટરવ્યૂ માટે સમય સારો છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.મકર –આપ જે સ્થિતિનો સામનો કરી રહ્યા છો. પણ તે આપને નડતર રૂપ નથી, પણ નુક્શાન જરૂર કરશે. પોતાને ફસાયેલા અનુભવશો. કાર્યો વિસ્તાર થશે. પ્રેમમાં અસફળતા મળશે, હતાશ થશો. યાત્રામાં વધારે ખર્ચ અને અસફળતા મળવાથી માનસિક તણાવ થી શકે છે.લવ – વિવાદમાં ન પડો તો આજે આપના પ્રેમી કે જીવન સાથી જ આપની સૌથી વધારે તાકાત હશે. જે આપની ચિંતા કરે છે. આપ પણ તેની ચિંતા કરો.પ્રોફેશન – કાર્યક્ષેત્રમાં બઢતીનો યોગ છે. વેપારમાં ધન લાભનો યોગ બની રહ્યો છે.હેલ્થ – ભૂખ ન લાગે અને નીંદર ઓછી થી શકે છે.કેરિયર – મૂળ વિષયથી હટીને થોડું વાંચશો. આપના પાઠ્યક્રમ પર ધ્યાન આપો. સમય અભ્યાસ માટે સૌથી સારો છે.કુંભ –કોઈ પણ પરિસ્થિતિથી મુઝાવાની જરુર નથી, આપના જીવનસાથીથી ભેટ પ્રાપ્ત થઈ શકે છે. નાની લાભદાયક યાત્રા થઈ શકે છે. ઘર આજ અસ્તવ્યસ્ત થશે. નિર્માણ કાર્યોમાં ખર્ચ થવાની સંભાવના છે. જોખમપૂર્ણ નિર્ણયથી બચો.લવ – આપના પ્રેમીનો વ્યવહાર આજે આપની સમજથી ઉપર છે. આજે આપને પ્રેમ કરશે, ધૈર્ય રાખશો.પ્રોફેશન – આજના દિવસ વેપાર અને કાર્યક્ષેત્ર માટે સકારાત્મક ફળ આપશે.હેલ્થ – સાંધાનું દર્દ અને ઋતુની બીમારીઓથી પરેશાન થશો.કેરિયર – વાંચવામાં ભ્રમ રહેશે. કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓને સફળતા મળશે.મીન –દિવસ સામાન્ય રહેશે. બપોર પછી સમય આપના માટે અનુકૂલ થઈ શકે છે. સુખદ ઘટનાઓ ઘટશે. સાંજે પરિવાર સાથે આનંદદાયક સમય પસાર કરશો. આપની સમસ્યા જ આપના જીવનમાં સકારાત્મક પરિણામ આપનારી બનશે. આપનો વ્યવહાર સકારાત્મક રાખો, લોકો આપની તારીફ કરશે, તો તેનાતી અજાણ્યા રહેશો.લવ – જો આપના સાથી આપને જોશ અને ઉત્સાહની બરાબરી નથી કરી શક્યા, તો વિવાદ થઈ શકે છે.પ્રોફેશન – કાર્યસ્થળ અને વેપાર સ્થળ પર સહયોગ મળશે. મન ખુશ રહેશે.હેલ્થ – દિવસભરનો થાક માથાના દુખાવાની બીમારી લાવશે.કેરિયર – વિદ્યાર્થીઓ માટે દિવસ માત્ર મહેનત કરનારા રહેશે. જુની મહેનતનું પરિણામ મળશે.  નથી જતી નિષ્ફળ, નવરાત્રિમાં અહીં કરવામાં આવેલી પૂજા
મળશે કેટરીના કેફ જેવી દુલ્હન, કરો આજે રાત્રે આ ઉપાય
ચોખાનો આ ઉપાય સતત કરો બની જશો માલામાલ
શું કહે છે આયુર્વેદઃ ભોજન વચ્ચે પાણી પીવું જોઈએ કે નહીં
ગરમીમાં પણ નહીં રહે અપચાની ફરિયાદ, અજમાવી જુઓ
દવાઓ છોડો દરેક ઘાવને ઝડપથી ભરે આયુર્વેદિક ઉપાય
ચૈત્ર નવરાત્રિઃ મળશે ઈન્ટરવ્યૂમાં સક્સેસ જ્યારે કરો આ ઉપાય
અપેક્ષાથી પણ વધારે ધન મળશે, ઝડપી લો નવા વેપારની તક
તમને મળશે સુખના લાડવા, આજે ચૈત્ર ગણેશ ચતુર્થી
તમે થઈ જશો નરવા, નિરોગી, કરો માત્ર એક પ્રયત્ન(Rashifal Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tuseday horoscope rashifal kismat
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended