Home »Astrology »World News» Milan Of Sinh And Kumch Rashi

સિંહ રાશિ અને કુંભ રાશિનો મેળાપ કેવું ફળ આપશે?

Dharma desk, Ahmedabad | Jan 22, 2011, 10:51 AM IST

  • સિંહ રાશિ અને કુંભ રાશિનો મેળાપ કેવું ફળ આપશે?,  world news news in gujarati
સિંહ રાશિ અને કુંભ રાશિસિંહ રાશિ સિંહ રાશિમાં સિંહનું ચિત્ર હોય છે. ઉન્મત્ત પ્રભાવશાળી ચહેરો, જટાદાર કેશવાળી તેને વધુ પ્રભાવશાળી બનાવે છે. તેની એક ત્રાડ જંગલનાં પ્રાણીઓને હચમચાવી મૂકે છે. સિંહ રાશિ પ્રભાવ, ગુસ્સો, સંયમ, સત્તા, આજ્ઞા, હુકમનો નિર્દેશ કરે છે. તેઓ ગુનેગારને સજા કરે છે અને સમુદાયના હિત ખાતર ન્યાયને પણ સ્વીકારે છે. નિયમોનું ચુસ્તપણે પાલન કરાવે છે. સિંહ રાશિના ગુણો જો કોઈ વ્યક્તિમાં જોવા હોય તો રાજામાં જોઈ શકાય. સિંહ રાશિ હંમેશા અનન્ય વ્યક્તિ સાથે છે. નાના-મોટા સમુદાયો, ગામ, શહેર, જિલ્લો, રાજ્ય, દેશ, સંસ્થા, કાર્યાલય, ગ્રુપ વગેરેમાં સૌથી મોટા હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિઓનો સ્વભાવ, પ્રભાવ, કામ કરવાની રીત, વિચારવાની રીત, નિર્ણયશક્તિ મહદ્ અંશે સિંહ રાશિની વ્યક્તિઓમાં જોવા મળે છે. આગેવાની લેવી, આજ્ઞા કરવી, હુકમોનું પાલન કરાવવું, સત્તા ચલાવવી, સજા કરવી, સાથે ન્યાય આપવો, ઈનામો આપવા, સન્માન કરવાં, કદર કરવી, અનેક જાતની સિંહ રાશિની વિશિષ્ટતાઓમાં અનેક પત્નીઓ, વિપુલ લક્ષ્મી અને વિશિષ્ટ જણસો અને આવાસોના સુખ વગેરે ગુણધર્મો પણ સિંહ રાશિના સહજ ગુણધર્મો છે. કુંભ રાશિ કુંભ રાશિમાં એક ઘરડો માણસ પાણીથી ભરેલા ઘડાનું પાણી વહેવડાવતો હોય તેવું ચિત્ર તેના નિશાન તરીકે નક્કી કરે છે. માણસ ઘરડો છે એટલે અનુભવી છે. તેના ઘડામાં પાણી છે એટલે તેની પાસે માહિતી પુષ્કળ છે. કેટલીક તો ગુપ્ત માહિતીઓ પણ છે. તે ઘરડો છે માટે તેને સંરક્ષણની ચિંતા હોય છે. આ રાશિના ગુણધર્મો સિંહ કરતાં, રાજા કરતાં તદ્દન વિપરીત હોય છે. આ રાશિને ઘરડી સ્ત્રી, ઘરડો પુરુષ, રાજાનો ગુલામ વગેરે વ્યક્તિઓના ગુણધર્મોથી આબેહૂબ મૂલવી શકાય છે. તેઓ હંમેશા ગભરુ હોય છે. આજ્ઞાનું પાલન કરે છે. સેવાભાવી હોય છે. હંમેશા સહાયની અને સંરક્ષણની અપેક્ષાવાળા હોય છે. તેઓ તેમના અનુભવોનું જ્ઞાન સમાજના અદના માનવીને આપી શકે છે. આમ છતાં જો તેમને સહનશક્તિની બહાર મુશ્કેલીમાં મૂકવામાં આવે તો તેઓ રાજાનું પણ કાસળ કાઢી નાખવા માટે સક્ષમ હોય છે. તેઓ તેમના સંરક્ષણના અભાવે વધુ ક્રૂર બની શકે છે. આમ છતાં જો તેમને પૂરતું રક્ષણ અને પોષણ મળી રહે તો તેઓ જેમના આશ્રિત હોય તેની સારી સેવા કરે છે. કુંભ રાશિની વ્યક્તિઓ કરકસરવાળી, સંકુચિત અને તેમના માલિક પ્રત્યે વફાદાર હોય છે. વારેઘડીએ માલિકો બદલવા તે તેઓનો સ્વભાવ નથી, હંમેશા દીર્ઘ સમય સુધી એક જ માલિકની સેવા કરે છે. કુંભ રાશિના વિપરીત ગુણધર્મ સિંહ રાશિના ગુણધર્મો બને છે. જ્યારે સિંહ રાશિના વિપરીત ગુણધર્મો કુંભ રાશિના ગુણધર્મ બને છે. રાજા ઉદાર હોય તો ગુલામ કંજૂસ હોય એ પ્રમાણે સિંહ અને કુંભ રાશિમાં વ્યક્તિઓને મૂલવવા જોઈએ. સિંહ રાશિ વર્ણ - ક્ષત્રિય તત્ત્વ - અગ્નિ સંજ્ઞા - સ્થિર સ્વામી - સૂર્ય કુંભ- રાશિ વર્ણ - શૂદ્ર તત્ત્વ - વાયુ સંજ્ઞા - સ્થિર સ્વામી - શનિ

Related Articles:

શું ખરેખર રાશિ પણ કોઈ વ્યક્તિનો સ્વભાવ દર્શાવી શકે!
ગુરુ પુષ્ય નક્ષત્ર અનુસાર તમારી રાશિ માટે ફળદાયી ખરીદી
કઈ રાશિ ધરાવનારા પુરુષો સ્ત્રીઓ માટે બેચેન હોય છે!
કુંભ રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
મકર રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
ધન રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
વૃશ્ચિક રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
તુલા રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
કન્યા રાશિ ઘરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
સિંહ રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
કર્ક રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
મિથુન રાશિ ઘરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
વૃષભ રાશિ ઘરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
મેષ રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
એ રાશિ ધરાવનારાઓ ખૂબ જિદ્દી હોય છે..
મીન રાશિ ધરાવનારાઓ માટે કેવું રહેશે વર્ષ-2011
12ના બદલે 13 રાશિ, તમારી રાશિ કઈ?
મકરસંક્રાંતિ અને તમારું રાશિ ભવિષ્યફળ
કુંભ રાશિ સચિન પાસે સદીની પણ સદી કરાવે તો નવાઇ નહીં
56 વર્ષ બાદ દુર્લભ યોગ- સંક્રાંતિ પર સૂર્ય ખુદ રાશિ અને નક્ષત્રમાં..
(World Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Milan of sinh and kumch rashi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended