Home »Astrology »Aasan Nidan» Mars Will Give You All Things

મંગળને પ્રસન્ન કરશો તો બધું જ થશે ‘મંગળ’

Dharm Desk, Ahmedabad | Apr 14, 2012, 23:25 PM IST

  • મંગળને પ્રસન્ન કરશો તો બધું જ થશે ‘મંગળ’,  aasan nidan news in gujarati
મંગળ સૂર્ય સાથે આવે ત્યારે ગુસ્સો, અહંકાર જોવા મળે છે. મંગળ બુધ કે ગુરુ સાથે આવે ત્યારે મનુષ્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. મંગળ પુરુષ ગ્રહ માનવામાં આવે છે. મોટાભાગે મોટા ખેલાડીઓ, પોલીસ કે મિલિટરીના જવાનો, બહાદુર વ્યક્તિઓ, મારામારી કરનારા માથાભારે વ્યક્તિઓ ઉપર મંગળનો પ્રભાવ સારો કે ખોટો જોવા મળે છે. કેટલાકને વારંવાર ક્રોધ આવે છે. ગુસ્સા ઉપર કાબૂ રહેતો નથી. કેટલીક વ્યક્તિઓ વ્યભિચાર અને વ્યસનો પાછળ ખુવાર થઇ જાય છે. મંગળને સારા અને ખોટા એમ બે પ્રકારનાં સાહસો આપનાર ગ્રહ માનવામાં આવે છે. મંગળ એ સૂર્ય સાથે આવે ત્યારે તજાગરમી, ગુસ્સો, અહંકાર વગેરેનું પ્રમાણ વધારે જોવા મળે છે. મંગળ બુધ કે ગુરુ સાથે આવે ત્યારે મનુષ્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેનું પરાક્રમ સમાજને ઉપયોગી થાય છે. મંગળ જ્યારે શુક્ર સાથેના સંબંધમાં જોડાય ત્યારે જીવનમાં અનેક પાત્રો સાથે મેળાપ થાય છે. માનસિક કરતાં શારીરિક વ્યભિચારનું પ્રમાણ વધારે જોવા મળે છે. અમારા સંશોધન પ્રમાણે છુટાછેડાના કેસમાં મંગળ+શુક્ર, મંગળ+રાહુનું પ્રમાણે વધારે જોવા મળે છે. મંગળ જ્યારે ચંદ્ર સાથે જોડાય ત્યારે ક્રિએટિવ માઇન્ડ આપે છે. આવી વ્યક્તિઓ શ્રેષ્ઠ લેખક, વિચારક, સર્જક પણ જોવા મળે છે. મંગળ ચંદ્ર સાથે આવે ત્યારે હાઇબ્લડપ્રેશરનો રોગ જોવા મળે છે. અમારા કુંડળી સંગ્રહમાં એન્જિનિયર, ઉત્તમ સર્જનો, શ્રેષ્ઠ ખેલાડીઓ તથા રાજકારણીઓની કુંડળીમાં મંગળ અને શનિની કૃપા જોવા મળે છે. સચિન તેંડુલકરની કુંડળીમાં પણ મંગળ ઉચ્ચ સ્થિતિમાં બિરાજમાન છે. પી.ટી. ઉષાની કુંડળીમાં પણ મંગળની કૃપા દેખાય છે. મોટાભાગે સાયન્સના વિદ્યાર્થીઓ (કેમિસ્ટ્રી) ઉર મંગળનો અને સૂર્યનો ચોક્કસ પ્રભાવ જોવા મળે છે. કુંડળીમાં એક, ચાર, સાત, આઠ અને બારમા સ્થાને મંગળ હોય તો આવી કુંડળીને માંગલિક કહેવાય છે. આજે આપણે સાતથી બાર ભાવમાં રહેલા મંગળના ફળકથન વિશેની ચર્ચા કરીશું. મંગળ સાતમા ભાવમાં હોય તો મંગળવાળી કુંડળી ગણાય છે. મંગળને પ્રસન્ન કરવા પોતાના ભાઇને મદદ કરવી, નાનાં બાળકોને પણ મદદ કરવી, પરણેલી બહેનને મદદ કરવી, ગરીબ કન્યાને લગ્નમાં મદદ કરવી, ચાંદીની લગડી તિજોરીમાં દક્ષિણ તરફ રાખવી, વારંવાર નાનું-મોટું કડિયાકામ ચાલુ રાખવાથી ફાયદો થાય છે. ઘરમાં વેલ ન રાખવી, લીલા કલરની વસ્તુનું દાન કરવું. મંગળ આઠમા ભાવમાં હોય તો વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા. તવી ગરમ થાય એટલે પાણીનો છંટકાવ કરીને રોટલી બનાવવી, ગળામાં ચાંદની વસ્તુ પહેરવી. દક્ષિણ તરફના દ્વારવાળું મકાન ન રાખવું, દર મંગળવારે કૂતરાને ગોળ રોટલી આપવી. મંગળ નવમા ભાવમાં હોય તો ભાઇની પત્ની (ભાભી)ની સેવા કરવી, મોટાભાઇની આજ્ઞા પ્રમાણે ચાલવું, સફેદ વસ્તુનું દાન કરવું, પાણીની પરબ રાખવી, લાલ રંગનો રૂમાલ ખિસ્સામાં રાખવો. લોટની ગોળીનો કૂવામાં પધરાવવી. દસમા ભાવમાં રહેલો મંગળ આપકર્મી અને કુળદીપક બનાવે છે. બાપ-દાદાની મિલકત વેચવી નહીં, બકરી કે હરણ પાળવાથી લાભ થાય છે. લૂલા-લંગડા અને આંધળા માણસોની સેવા કરવી. દૂધ ઊભરાય નહીં તેનું ધ્યાન રાખવું, બને તો ઘરમાં રહેલું સોનું વેચવું નહીં, માતા-પિતાની સેવા કરવી. મંગળ અગિયારમા ભાવમાં હોય તો પૈતૃક સંપત્તિ વેચવી નહીં, દીકરાનો જન્મ થયા પછી માતા-પિતાની ઉન્નતિ થાય છે, કૂતરો પાળવો, કોઇપણ એક વ્યક્તિને સંપૂર્ણ મદદરૂપ બનવું, માટીના પાત્રમાં સિંદૂર અને મધ મિકસ કરીને ઘરની ઉપર રાખવું. મંગળ બારમા સ્થાનમાં હોય તો સવારે ઊઠીને ગળી વસ્તુ ચાખવી, સૂર્યને ગોળવાળું પાણી અર્પણ કરવું, મિત્રોને મીઠાઇ ખવડાવવી, માથા પર ચોટી રાખવી, લાલ રંગનાં વસ્ત્રો પહેરવાં નહીં, પરસ્ત્રી ગમન કરવું નહીં, જુગાર અને વ્યસનથી દૂર રહેવું. shashtri.pandya99@gmail.com યોગદર્શનમ્, શાસ્ત્રી વિનોદ પંડ્યા
(Aasan Nidan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mars will give you all things
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended