Home »Pooja »Pooja Vidhi» Shivaratri 2015: Know Worship Method, Auspicious Time, Story And Significance

17મીએ મહાશિવરાત્રિઃ આ રીતે શુભ મૂહુર્તમાં કરો પૂજા, જાણો કથા+વ્રતવિધિ

Dharm Desk, Ahmedabad | Feb 16, 2015, 20:17 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃમંગળવારે મહાશિવરાત્રિનું પર્વ છે. શિવપુરાણ પ્રમાણે આ દિવસે ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવા તથા વ્રત રાખવાથી વિશેષ ફળ મળે છે. મહાશિવરાત્રિ ઉપર શિવની પૂજા આ પ્રકારે છે.
 
વ્રત વિધિ-
 
શિવપુરાણ મુજબ મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને માથા પર ભસ્મનો ત્રિપુંડ તિલક લગાવી અને ગળામાં રૂદ્રાક્ષની માળા ધારણ કરવી. ત્યારબાદ નજીક સ્થિત કોઈ શિવ મંદિર જઈ શિવલિંગની વિધિપૂર્વક પૂજા કરવી અને શ્રદ્ધાપૂર્વક વ્રતનો સંકલ્પ આ રીતે કરવો-
 
शिवरात्रिव्रतं ह्येतत् करिष्येहं महाफलम्।
निर्विघ्नमस्तु मे चात्र त्वत्प्रसादाज्जगत्पते।।
 
આ કહીને હાથમાં ફુલ, ચોખા અને જળ લઈને શિવલિંગ પર તેને અર્પણ કરતાં નીચે જણાવેલો શ્લોક બોલવો-
 
देवदेव महादेव नीलकण्ठ नमोस्तु ते।
कर्तुमिच्छाम्यहं देव शिवरात्रिव्रतं तव।।
तव प्रसादाद्देवेश निर्विघ्नेन भवेदिति।
कामाद्या: शत्रवो मां वै पीडां कुर्वन्तु नैव हि।।
 
આ રીતે કરો રાત્રિપૂજા-
 
વ્રત કરનાર શિવમંત્ર (ऊँ नम: शिवाय।)નો જપ કરો તથા આખો દિવસ નિરાહાર રહો. (રોગી, અશક્ત અને વૃદ્ધ દિવસમાં ફળાહાર લઈ રાત્રિ પૂજા કરી શકે છે.) ધર્મગ્રંથોમાં રાત્રિના ચારે પ્રહરની પૂજાનું વિધાન છે. સાયંકાળ સ્નાન કરી કોઈ શિવમંદિરમાં જઈને અથવા ઘર પર જ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરી તિલક તથા રુદ્રાક્ષ ધારણ કરી પૂજાનો સંકલ્પ આ પ્રકારે કરો.
 
ममाखिलपापक्षयपूर्वकसलाभीष्टसिद्धये शिवप्रीत्यर्थं च शिवपूजनमहं करिष्ये
 
વ્રત રાખનારે ફળ, પુષ્પ, ચંદન, બિલ્વપત્ર, ધતૂરો, ધૂપ, દીપ અને નૈવેદ્યથી ચારે પ્રહરની પૂજા કરવી જોઈએ. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અલગ-અલગ તથા બધાને એક સાથે મેળવીને પંચામૃતથી શિવને સ્નાન કરાવીને જળથી અભિષેક કરો. ચારે પ્રહરની પૂજામાં नम: शिवाय। મંત્રનો જાપ કરો. ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન આ આઠ નામથી ફૂલ અર્પણ કરી ભગવાનની આરતી તથા પરિક્રમા કરો. અંતમાં ભગવાનથી પ્રાર્થના આ પ્રકારે કરવી –
 
नियमो यो महादेव कृतश्चैव त्वदाज्ञया।
विसृत्यते मया स्वामिन् व्रतं जातमनुत्तमम्।।
व्रतेनानेन देवेश यथाशक्तिकृतेन च।
संतुष्टो भव शर्वाद्य कृपां कुरु ममोपरि।।
 
આગલા દિવસે સવારે ફરી સ્નાન કરી ભગવાન શંકરની પૂજા કર્યા પછી વ્રત ખોલવું જોઈએ. મહાશિવરાત્રિની કથા જાણવા અને આપતી અને શુભ મૂહુર્ત જાણવા ક્લિક કરો આગળની સ્લાઈડ્સ... 
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shivaratri 2015: Know Worship Method, Auspicious Time, Story And Significance
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended