» Love Marriage Yog

કુંડળીમાં પ્રેમ લગ્નનો યોગ કેવો હોય છે?

Dharma desk, Ahmedabad | Jan 10, 2011, 14:35 PM IST

  • કુંડળીમાં પ્રેમ લગ્નનો યોગ કેવો હોય છે?,  news in gujarati
કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તે કોઈને ખૂબ પ્રેમ કરે છે. પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવાના સ્વપ્ન જોવાનું શરુ કરી દે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ સ્વપ્નને સાચા કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના પ્રેમ લગ્ન થાય હોય છે તે લોકોના કેટલાક વિશેષ યોગ બને છે. પ્રેમ વિવાહ સંબંધિત યોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રેમ વિવાહ સંબંધિત ત્રણ ગ્રહ હોય છે એ ત્રણ સૂર્ય, બુધ અને શુક્ર હોય છે. આ ત્રણેય ગ્રહોના કારણે જે વ્યક્તિને પ્રેમ હોય છે તે ત્રણેય ગ્રહો એક સાથે એક જ ભાવમાં સ્થિત રાખે છે તે વ્યક્તિ પ્રેમ વિવાહ નિશ્ચિત કરે છે. જો શુક્ર,સૂર્ય અને બુધ ત્રણેય ગ્રહો એક જ ક્રમમાં અલગ અલગ ભાવમાં આવે છે તો પ્રેમ થાય છે પરંતુ તેમના લગ્ન નથી થઈ શકતા. સૂર્ય, બુધ અને સૂર્ય આ ત્રણેય ગ્રહોમાંથી કોઈ બે યુતિ કરે છે અને અન્ય એક ગ્રહ જે ભાવમાં સ્થિત હોય ત્યાં મુશ્કેલીથી પ્રેમ વિવાહ થાય છે. સૂર્ય, બુધ સપ્તમ સ્થાનમાં હોય તો તે પોતાનાથી મોટી ઉંમરની વ્યક્તિને પ્રેમ કરે છે. શુક્ર બળવાન હોય તો કોઈ સાથી મળે છે પરંતુ અન્ય બે ગ્રહ સૂર્ય અને બુધ નિર્બળ હોય તો તે વ્યક્તિ પોતાનો પ્રેમ નથી પામી શકતો. પ્રેમ વિવાહનો હેતુ શું હોય? - પોતાના સાથીનું નામ એક પીપળાના પાન પર લખીને રવિવાર, સોમવાર અને મંગળવારે શિવજી પર ચઢાવવું. - શિવચાલીસાનો પાઠ કરવો. - મહાકાળીની પૂજા મંગળવારના દિવસે કરવી. - માછલીને લોટની ગોળી ખવડાવવી. - માં પાર્વતીની ઉપાસના કરવી. - શ્રીકૃષ્ણની પૂજા કરવી. - બિલીપત્ર પર ચંદનથી (श्रीं) લખીને શિવલીંગ પર અર્પણ કરવું.
(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Love marriage yog
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended