Home »Dharm »Timir Ma Tej» Love Is The Result

આશ્ચર્યજનક પરિણામો આપે છે પ્રેમ

Dharma desk, Ahmedabad | Dec 23, 2010, 18:50 PM IST

  • આશ્ચર્યજનક પરિણામો આપે છે પ્રેમ,  timir ma tej news in gujarati
દરેક ધર્મમાં પ્રેમને માનવીય ભાવોમાં ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક દૃષ્ટિએ ઈશ્વરના સાક્ષાત્કાર પ્રેમને જીવનમાં ઉતાર્યા વગર શકય નથી. પ્રેમ ઉંચ-નીચ અને અમીરી-ગરીબીના ભેદભાવથી દૂર હોય છે. એટલે તેની અસર પણ ઊંડી હોય છે.વ્યવહારિક જીવનમાં પ્રેમ અનેક રૂપ અને રંગોમાં જોવા મળે છે. માનવીય પ્રેમ મોહબ્બત,સ્નેહ,વાત્સલ્ય ભક્તિના રૂપમાં પ્રર્દશિત થતું હોય છે. પ્રેમ મન અને વિચારોને એ સ્થિતિમાં લઈ જાય છે કે જ્યાં વ્યકતિ પોતાને ભૂલીને માત્ર આપવાનું જ યાદ રાખે છે. સર્મપણ,ત્યાગના ભાવો સાથે આશાઓથી પરે રહીને વ્યકતિ આનંદની એવી સ્થિતિમાં જીવન જીવે છે,જયાં જીવનની હર ક્ષણ અત્યંત સુંદર અને શાંતિનો અહેસાસ કરાવે છે. પ્રેમ દરેક વ્યકતિની જિંદગીનો અગત્યનો ભાગ છે. કોઈ કેટલું પણ નકારે તેમ છતાં કોઈને કોઈ રીતે પ્રગટ થઈ જાય છે. આપણે માનવીય સંબંધેમાં પ્રેમ શોધીએ તો જાણવા મળે છે કે પ્રેમ ઉર્જા આપે છે. દરેક વ્યકતિ પ્રેમનો પહેલો અહેસાસ પરિવારમાં કરે છે. તો શું જાણો છો કે પ્રેમ કઈ રીતે કોઈ વ્યકતિને આશ્ચર્યજનક પરિણામો આપે છે?‍- -નાનપણમાં પહેલો પ્રેમનો અહેસાસ મા પાસેથી થાય છે. જેને દરેક બાળક અનુભવીને આનંદીત થાય છે. -માતાનો પ્રેમ જીવનભર પરિવાર પ્રત્યે સમર્પણ પેદા કરે છે. માતા પિતાના પ્રેમના દમ પર બાળક પોતાના પગ પર ઊભા થતા અને ચાલતા શીખે છે. -જિંદગીની દિશા નક્કી કરનારી તરૂણાવસ્થામાં પણ મળનારી દરેક સુખ-સુવિધાઓની પાછળ અત્યંત પ્રેમની ભૂમિકા હોય છે. -ભાઈ-બહેનોનો પ્રેમ જીવનમાં લક્ષ્યો સુધી પહોંચવામાં ઉમંગ અને ઉત્સાહ જાળવી રાખે છે. -મહિલા કે પુરૂષ મિત્રનો પ્રેમ પણ સફળતા માટે પ્રેરણારૂપ સાબિત થાય છે. -ગૃહસ્થ જીવનમાં જીવનસાથીનો પ્રેમ તમને જવાબદારીપૂર્ણ બનાવે છે. -વૃધ્ધાવસ્થામાં પોતાના સંતાનોનો લગાવ અને સ્નેહ જ ઉંમર આ કઠણ સમયમાં ભાત-ભાતના દુઃખો અને બેચેનીમાં સહારો અને શાંતિ આપે છે. -સામાજીક દૃષ્ટિએ પણ પ્રેમ એવી તાકાત છે કે જે વિરોધને સમર્થન,દુશ્મનીને મિત્રતા અને નફરતને ચાહતમાં બદલી નાખે છે.
(Timir Ma Tej Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Dharm Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Love is the result
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended