Home »Jeevan Jivi Jaano »Katha »Gyan» Katha- Nature And Character

સ્વભાવ અને ચરિત્ર બદલી શકાતું નથી

dharm desk, ahmedabad | Jan 14, 2011, 18:48 PM IST

  • સ્વભાવ અને ચરિત્ર બદલી શકાતું નથી,  gyan news in gujarati
ઘણીવાર એવું થાય છે કે લોકો પોતાના કામ અને રહેણીકરણીથી અલગ વેશ ધારણ કરે છે. પોતાની ઓળખાણ છુપાવી લે છે પરંતુ પોતાના કપડાં અને ઘરેણાં બદલવાથી તમારો સ્વભાવ અને ચરિત્ર ક્યારેય બલદાઈ જતા નથી. તમારો ધર્મ પણ પ્રભાવિત થઈ શકતો નથી. એ તો તમારા વ્યવહારમાં રહેલ છે અને જ્યારે પણ સમય આવે છે ત્યારે તમારો ધર્મ, સ્વભાવ અને ચરિત્ર કપડાંઓના આવરણથી બહાર આવીને હકીકત રજૂ કરી દે છે. મહાભારતમાં એક નાનકડી કથા છે જેમાં પાંડવોને વેશ બદલીને રહેતા હોય છે. તેઓ બ્રાહ્મણના રૂપમાં વેશ બદલીને રહેતા હતા. એક દિવસ રસ્તામાં તેમને બ્રાહ્મણ મળ્યા તેઓ દ્રુપદ રાજાની પુત્રી દ્રોપદીના સ્વયંવરમાં જઈ રહ્યા હતા. પાંડવો પણ તેમની સાથે થઈ ગયા. સ્વયંવરમાં એક ઘનુષને ઝૂકાવીને નિશાન લગાવવાનું હતું. ત્યાં આવેલા બધા રાજા નિશાન લગાવવાનું દૂર, ધનુષ પણ ઝૂકાવી ન શક્યા. છેવટે અર્જુને એમાં ભાગ લીધો. અર્જુને ધનુષને ઝૂકાવી દીધુ અને નિશાન પણ લગાવી દીધું. શરત પ્રમાણે દ્રોપદીનો સ્વયંવર અર્જુન સાથે થઈ ગયા. પાંડવો દ્રોપદીની સાથે ઝૂંપડીમાં આવ્યા. દ્રુપદે આ સાંભળી ઘણું આશ્ચર્ય થયું. તેઓ પોતાની પુત્રીના લગ્ન અર્જુન જેવા વીર યુવક સાથે કરવા માગતા હતા. દ્રુપદે પાંડવોની હકીકતને જાણવાનો એક ઉપાય કર્યો. એક દિવસ રાજભવનમાં ભોજનનું આયોજન કર્યું, એમાં પાંડવોને દ્રોપદી અને કુંતીને સાથે બોલાવ્યા. આ પ્રસંગે આખા મહેલને અનેક વસ્તુઓથી શણગારવામાં આવ્યો. એક કક્ષમાં ફળ, ફૂલ, આસન, ગાય, રસ્સીઓ અને બીજ જેવા ખેડૂતોના ઉપયોગની સામગ્રી રાખી. બીજા કક્ષમાં યુદ્ધમાં કામ આવે તેવી વસ્તુઓ રાખવામાં આવી. આ રીતે એક સુસજ્જ રાજમહેલમાં પાંડવોને ભોજન કરાવ્યું. ભોજન પછી બધા પોત-પોતાની વસ્તુઓ જોવા લાગ્યા. બ્રાહ્મણ વેશધારી પાંડવો સૌથી પહેલા એજ કક્ષમાં ગયા જ્યાં અસ્ત્ર-શસ્ત્ર રાખ્યા હતા. રાજા દ્રુપદે તેમની બધી ક્રિયાઓને ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેઓ સમજી ગયા કે તેઓ પાંચેય બ્રાહ્મણો નથી પણ ક્ષત્રિય છે. મોકો મળતાની સાથે જ દ્રુપદે યુધિષ્ઠર સાથે વાત કરી અને પૂછી લીધી કે, સાચું કહો તમે બ્રાહ્મણ છો કે ક્ષત્રિય ? તમે બ્રામણના વસ્ત્ર જરૂર પહેર્યા છે પરંતુ તમે ક્ષત્રિય છો. યુધિષ્ઠિરને હંમેશા સાચું બોલતા હતા. તેમને સ્વીકારી લીધુ કે તેઓ સાચે જ ક્ષત્રિય છે અને સ્વયંવરની શરત પૂરી કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અર્જુન પોતે હોતો. આ સાંભળી દ્રુપદ ખુશ થઈ ગયા અને તેમને હાશકારો અનુભવ્યો તે તેઓ અર્જુન સાથે જ દ્રોપદીના લગ્ન કરવા માગતા હતા અને તે ઇચ્છા પૂરી થઈ.

Related Articles:

જીવનનું મહાભારત આપણે લડવાનું પણ છે અને જીતવાનું પણ છે
શા માટે ઘરમાં 'મહાભારત' રાખવામાં નથી આવતો?
(Katha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Jivi Jaano Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: katha- nature and character
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended