Home »Astrology »World News» Jyotish_ Astrology If Your Husband Is Scorpio

વૃશ્ચિક રાશિનો પતિ છે? તો તેની સાથે કેવું રહેશે જીવન?

Dharm Desk, Ahmedabad | Feb 04, 2011, 21:09 PM IST

  • વૃશ્ચિક રાશિનો પતિ છે?  તો તેની સાથે કેવું રહેશે જીવન?,  world news news in gujarati

વૃશ્ચિક રાશિવાળા પુરુષો માટે કંઈ રાશિ સર્વશ્રેષ્ઠ રહેશે અને જો છોકરીના જીવન સાથીના નામ પહેલો અક્ષર તો, લા, ની,નૂ, ને, નો, યા, યી, યૂ છે તો તેનું જીવન કેવું વિતશે...જાણો....વૃશ્ચિક પુરુષ અને મેષ રાશિઃ-

વૃશ્ચિક રાશિ પુરુષ સામાન્ય રીતે જિંદાદિલ અને ઇમાનદાર હોય છે, જુઠું તદ્દન પસંદ નથી કરતા. તેમની સાથે મેષ રાશિની સ્ત્રીઓને ઘણી સમજુતીઓ કરવી પડે છે. તેમનું જીવન સામાન્ય હોય છે.

વૃશ્ચિક પુરુષ અને વૃષભ રાશિઃ-

આ જોડીમાં ખૂબ જ તાલમેલ જોવા મળે છે. બંને એક-બીજાની ભાવનાઓને સારી રીતે સમજી શકે છે. વૃશ્ચિક પુરષ દુશ્મોનો ઉપર મોટાભાગે જીત મેળવે છે. વૃષભ સ્ત્રી તેમની સાથે ઘણું સફળ જીવન પસાર કરે છે.

વૃશ્ચિક પુરુષ અને મિથુન સ્ત્રીઃ-

મિથુન રાશિની સ્ત્રી જે કામ વિચારી લે તે પૂરું કરીને જ છોડે છે. આ જોડીને પ્રેમ બાંધી રાખે છે. તેમની વચ્ચે ઘણા વિવાદ થતા રહે છે.

વૃશ્ચિક પુરુષ અને કર્ક સ્ત્રીઃ-

આ જોડીની વચ્ચે ગજબનો તાલમેળ રહે છે. વૃશ્ચિક રાશિના પુરુષ કર્ક રાશિની સ્ત્રીઓ તરફ તરત જ આકર્ષિત થઈ જાય છે. વૃશ્ચિક રાશિનો પુરુષની દિલની વાતો ખૂબ જ ઓછી બતાવે છે.

વૃશ્ચિક પુરુષ અને સિંહ સ્ત્રીઃ-

વૃશ્ચિક જળ તત્વ છે અને સિંહ અગ્નિ તત્વ છે આ બંનેમાં ઘણી અસમાનતાઓ હોય છે. આ પુરુષો નકામો ખર્ચ પસંદ નથી કરતા અને સિંહની છોકરીઓ ખર્ચ કરવાનું પસંદ કરે છે.

વૃશ્ચિક પુરુષ અને કન્યા સ્ત્રીઃ-

વૃશ્ચિક રાશિવાળાએ કન્યા રાશિની સ્ત્રી સામાજિક જીવનમાં ઘણી ઉન્નતી અપાવે છે. કન્યા રાશિની છોકરીઓ ઉત્તમ વિચારોવાળી અને સારી યોજનાઓ બનાવનાર હોય છે.

વૃશ્ચિક પુરુષ અને તુલા સ્ત્રીઃ-

વૃશ્ચિક રાશિના પુરુષ તુલા રાશિની પત્ની પ્રાપ્ત કરીને વધુ રચનાત્મક બની જાય છે. તુલા સ્ત્રી આ પુરુષોની ભાવનાઓ સારી રીતે સમજે છે અને તેમને હંમેશા ખુશ રાખે છે.

વૃશ્ચિક પુરુષ અને વૃશ્ચિક સ્ત્રીઃ-

સમાન રાશિ હોવાથી બંનેમાં ઘણી સમાનતાઓ રહે છે, બંને તરત જ એકબીજા ઉપર મોહિત થઈ જાય છે. પરંતુ એક બીજા ઉપર પોતાનો અધિકાર જતાવવાનો પ્રયાસ કરે છે. બંને ઘણા સંવેદનશીલ હોય છે.

વૃશ્ચિક પુરુષ અને ધન સ્ત્રીઃ-

વૃશ્ચિક રાશિના પુરુષ માટે ધન રાશિ સ્ત્રી ભાગ્યશાળી સિદ્ધ સાબિત થાય છે. જો કે તેમનું મિલન થોડું મુશ્કેલ રહે છે. પરંતુ લગ્ન થયા પછી એકબીજાને ઘણા પ્રેમ કરે છે.

વૃશ્ચિક પુરુષ અને મકર સ્ત્રીઃ-

વૃશ્ચિક રાશિના પુરુષ માટે મકર રાશિની સ્ત્રીઓ ખૂબ જ સહયોગ કરે છે. વૃશ્ચિક પુરુષ બહાદુર હોય છે અને મકર રાશિની સ્ત્રીઓ અનુશાસન પ્રિય હોય છે. તેમનું જીનવન ખુશીઓથી ભરેલું રહે છે.

વૃશ્ચિક પુરુષ અને કુંભ સ્ત્રીઃ-

વૃશ્ચિક પુરુષ અને કુંભ સ્ત્રીની જોડી ઘણી સારી રહે છે. બંને રાશિવાળા સારા યોજનાકાર હોય છે. ઘર, સંપત્તિ, મિલકત કે જમીનની બાબતે આ જોડીને હંમેશા લાભ પ્રાપ્ત થાય છે.

વૃશ્ચિક પુરુષ અને મીન સ્ત્રીઃ-

વૃશ્ચિક અને મીન બંનેની રાશિ પાણી સાથે જોડાયેલ છે. બંને રાશિવાળા અતિ સંવેદનશીલ હોય છે. વૃશ્ચિક પુરુષવાળા મીન રાશિની સ્ત્રીઓનો સહયોગથી ઉન્નતિ પ્રાપ્ત કરે છે.



Related Articles:

શુક્રનું રાશિ પરિવર્તન...તમારી ઉપર શું અસર થશે?
શનિની વક્રીચાલથી તમારી રાશિ ઉપર શું અસર થશે?
શું ખરેખર રાશિ પણ કોઈ વ્યક્તિનો સ્વભાવ દર્શાવી શકે!
કઈ રાશિ ધરાવનારા પુરુષો સ્ત્રીઓ માટે બેચેન હોય છે!
વીંછીનો સ્વભાવ છે ડંખ મારવો અને આપણો...?



(World Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jyotish_ astrology if your husband is Scorpio
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended