Home »Avu Kem »Vastu» Husbad- Wife Relation Begins As Per Fengsui

પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે-ફેંગશુઈ

Dharma desk, Ahmedabad | Jan 03, 2011, 15:15 PM IST

  • પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે-ફેંગશુઈ,  vastu news in gujarati

આજે આપણા જીવનમાં સમસ્યાઓ વધી રહી છે. દાંપત્યમાં તિરાડો પડવા લાગી છે. એવી અનેક સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવા માટે ફેંગશુઈમાં અનેક પ્રકારના નુસખા દર્શાવવામાં આવ્યા છે. તો જાણીએ ફેંગશુઈ નુસખા વિશે..



1. પ્રવેશ દ્વાર વાળી દીવાલો સાથે જો તમે પલંગ રાખવા માંગતા હો તો તેનાથી બચવું. તેનાથી સંબંધોમાં મુશ્કેલીઓ આવે છે.



2.દીવાલને અડાડીને બાથરુમ કે ટોઈલેટનો દરવાજો જો સામે દેખાતો હોય તો એ દરવાજો હંમેશા બંધ રાખવો. તેનાથી નકારાત્મક ઉર્જા સંબંધો પર મુશ્કેલીઓ ઉભી કરે છે.



3. સંબંધો પર પણ રંગોનો વિશેષ પ્રભાવ પડે છે.ઘરની દિવાલોને હળવી ગુલાબી, હળવી નીલી અને બ્રાઉનિશ ગ્રે કરાવવી તેના પર ગ્રેઈશ યલો રંગનો પ્રભાવ પડે છે. તે રંગ શાંત અને પ્રેમને વધારે છે.



4. બેડની સામે ક્યારેય કાચ ન લગાવવો જોઈએ. જ્યાં તમારા બેડનું પ્રતિબિંબ દેખાય. તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે. જો તેને ટાળી શકાય એમ ન હોય તો તમે કાચ પર પડદો નાખી દો.



5. બેડરુમમાં ટીવી, ફ્રિજ કે કમ્પ્યુટર વગેરે ન હોવું જોઈએ તેનાથી નીકળનારા હાનિકારક તરંગો તમારા શરીર પર દુષ્પ્રભાવ પાડે છે. જો ટીવી રાખવું પડે તો એ કેબિનેટની અંદર રાખવું. તેનું શટર બંધ રાખવું.



(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Avu Kem Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husbad- wife relation begins as per fengsui
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended