Home »Astrology »Rashifal» Daily Horoscope 24 April Tuesday

અખાત્રીજનું રાશિફળઃ કેવો ફળશે તમને મંગળનો દિવસ?

Dharm Desk, Ahmedabad | Apr 23, 2012, 23:20 PM IST

  • અખાત્રીજનું રાશિફળઃ કેવો ફળશે તમને મંગળનો દિવસ?,  rashifal news in gujarati

મેષ(અ.લ.ઈ.)-જે જરૂરી કામ છે તે પૂરાં કરી લો. બપોર સુધી કેટલાક નકારાત્મક ભાવો જાગે. સગાઓ તરફથી દગો થઈ શકે. વધુ ખર્ચ કરવાથી દૂર રહેવું. નવું કામ આજે ન કરો અને પૈસા પણ ન ફસાય તે જોજો. ઈલાયચી મેળવેલ જળ સૂર્યને ચઢાવો. શુભ રંગ-કાળો.લવઃ--આજે તમારા પાર્ટનર અતિ સંવેદનશીલ રહેશે. સમજી વિચારીને બોલો.પ્રોફેશનલઃ--કામ વધુ રહેતા પરેશાન રહેશો. ઓફિસમાં હલકો ફુલકો માહોલ રહે. એમાં જ તમારું હિત છે. જાયદાદની સમસ્યા હલ થાય.હેલ્થઃ--મહિલાઓને માથાનો દુઃખાવો નાના-મોટા રોગ થઈ શકે.કેરિયરઃ--મેડિકલ અને એમબીએના વિદ્યાર્થીઓ માટે સમય સામાન્ય છે.વૃષભ(બ. વ. ઉ.)-પાછલુ નુકસાન ભરપાઈ થશે. ભાઈઓ તથા મિત્રોની મદદ મળશે. દેવુ લેવાની જરૂર પડી શકે, વ્યવસ્થા આસાનીથી થઈ શકે. શિવજીને જળ ચઢાવો. શુભ રંગ-રાખોડી.લવઃ--પરિવારમાં તમારું વર્ચસ્વ વધશે. તમે અને તમારા પાર્ટનર એકબીજાને જે કહેશો તેમાં ઊર્જા રહેશે. દિવસ ખૂબ સારો છે. કોઈ સહકર્મી તરફ આકર્ષણ થાય.પ્રોફેશનલઃ--વેપારમાં લાભદાયક સોદા થાય. નોકરીમાં પદોન્નતિની તક છે. કોઈ સહકર્મી તરફથી કોઈ અનઅપેક્ષિત પ્રસ્તાવ મળે.હેલ્થઃ--સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક શાંતિ મળે.કેરિયરઃ--વિદ્યાર્થીઓને ઓછી મહેનતરે સારા પરિણામ મળે. સફળતા મળશે.મિથુન(ક. છ. ઘ.)-બેકારની વાતોમાંસમય નષ્ટ થાય. જમીન-જાયદાદથી લાભ થાય. બાકીના કામમાં સમયસર પૂરાં થતા આનંદ થાય. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે. મહિલાઓ માટે દિવસ શુભ. ગાયને કેસરનું તિલક લગાવો ધનલાભ થશે. શુભ રંગ-કત્થઈ.લવઃ--આજનો દિવસ તમારા પાર્ટનર માટે સારો રહેશે. કોઈ જૂની ઈચ્છા પૂરી થાય. પ્રેમની ભાવનાઓ કામ તરફ આગળ વધશે.પ્રોફેશનલઃ--વ્યવસાયમાં આગળ વધશો. રોકાયેલ રૂપિયા પાછા મળે. કામમાં ફેરફારથી દેર-સવેર થવું પડશે, તમારે તૈયાર રહવું પડે તેની માટે.હેલ્થઃ--સ્વાસ્થ્ય સારું રહે. માનસિક શાંતિ મળે.કેરિયરઃ--મેકેનિક એન્જિનિયરિંગના છાત્રોને વધુ પરિશ્રમ કરવો પડે. સારી સફળતા મળશે.કર્ક(ડ. હ.)-તમે જે ભેદ જાણો છો તે કોઈની આગળ જાહેર ન કરવો. સાગા-સંબંધીઓ સાથે મધુરતા રહેશે. અચાનક ધનલાભથી પ્રસન્નતા રહેશે. બધા તરફથી પ્રોત્સાહન તથા સહાનુભૂતિ પ્રાપ્ત થાય. પરિવારમાં વાતાવરણ મનમાફક રહે. વ્યાવસાયિક પ્રગિત થાય. હનુમાન સામે બેસી 108 વાર રામનામ જાપ કરો. શુભ રંગ-પીળો.લવઃ--આજે તમને તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. આજે પાર્ટનર સાથે ચિડાયાપણુ રહે.પ્રોફેશનલઃ--વેપારમાં સફળતા મળે. નોકરીમાં જવાબદારી વધે. પદોન્નતિના યોગ છે. તમે વધુ મહેનત કરી રહ્યા છો તે બોસ ધ્યાન રાખશે.હેલ્થઃ--રક્ત સંબંધી વિકાર ઉત્પન્ન થાય.કેરિયરઃ--ટેક્નિકલ સ્ટુડન્ટને સારું પરિણામ મળશે.સિંહ (મ. ટ.)-કોઈ અજ્ઞાત ભય રહે. રસ્તા ઉપર સાવધાનીથી ચાલો. પરિવારમાં કોઈની સાથે વિવાદ થાય. માંગલિક કામમાં ભાગ લેશો. બપોર પછી બધુ સારું થઈ જશે. હનુમાનજીને તેલનો દીવો કરી ચાલીસા પાઠ કરો. શુભ રંગ-લાલ.લવઃ--પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરો, આજે પાર્ટનર ભાવુંક રહે. કોઈ જૂના મિત્રોની યાદ આવે. અવિવાહિત પ્રેમ સંબંધો તૂટી શકે.પ્રોફેશનલઃ--વેપારમાં સમજી-વિચારીને નિર્ણય કરો. કામના સ્થળે વિવાદના યોગ છે. વાણી ઉપર સંયમ રાખો. કોઈ એવું કામ સોપવામાં આવે જે તમને પસંદ નથી.હેલ્થઃ--સ્વાસ્થ્ય સંબંધી મોટી સમસ્યાઓ નથી. દિવસ દોડધામવાળો રહેતા થાક લાગે.કેરિયરઃ--આઈટી અને મેડિકલના સ્ટુડન્ટને સમય સારો ચાલી રહ્યો છે.કન્યા (પ. ઠ. ણ.)-આજે તમે કામમાં ફસાયેલા રહેશો. કોઈની તરફથી ઉપહાર મળે. મન પ્રસન્ન રહે. પોતાને સુસ્તી અને ઉદાસીનતા રહે. વ્યવસાયમાં પ્રતિદ્વંદ્વીથી પાછળ રહેશો. નિર્ણયોમાં સટીકતા રહે. સલાહ લઈને કામ કરવું. માતા-પિતાના આશીર્વાદ લો. શુભ રંગ-આસમાની.લવઃ--આજે સાથી સાથે પ્રેમ વધે. દામપત્ય મધુર રહે. પણ એકબીજા માટે વધુ સમય નહીં કાઢી શકો.પ્રોફેશનલઃ--બપોર પછી વેપારમાં સારી ઘરાકી થાય. કામના સ્થળે વાતાવરણ સુખદ રહે. કોઈ અજાણ કારણથી ઉદાસ રહેશો.હેલ્થઃ--એસીડીટી અને પેટદર્દ થઈ શકે છે. હલકો અને સુપાચ્ય ખોરાક લો.કેરિયરઃ--મેડિકલ વિદ્યાર્થીઓ ખૂબ જ સફળ રહેશે. મહેનતનું ફળ મળશે.તુલા (ર. ત.)-સમય સારો છે. વિત્તિય સ્થિતમાં સારો સુધારો થાય. તમે બધા કામથી સમયસર પૂરાં કરી શકો. સોનેરી લાભદાયક તક પ્રાપ્ત થાય. જમીન-જાયદાદથી લાભ થાય. વિવાદોમાં તમારો વિજય થાય. ઓમ નમઃ શિવાયનો જાપ કરી જળ ચઢાવો. શુભ-વાદળી.લવઃ--જીવનસાથીનો સહયોગ મળે. માન-સન્માન બની રહે. પોતાના સાથી વિશે સપના ન જુઓ, જે છે તે જ હકીકત સમજો.પ્રોફેશનલઃ--સ્થાયી સંપત્તિ ક્રય કરવામાં ઊતાવળ ન કરો. વેપારમાં ઈચ્છિત સફળતા મળે.હેલ્થઃ--શ્વાસ સંબંધી બીમારીઓ થઈ શકે. સાવધાન રહેવું.કેરિયરઃ--વ્યાવસાયિક વિષયોના છાત્રોને આસાનીથી સફળતા મળે.વૃશ્વિક (ન. ય.)-ધાર્મિક કાર્યોમાં રસ જાગે. સંતાન સુખ મળે. ઘરની સજાવટ સુધારવા અને પરિવારની સાથે સમય વિતાવવાનો મોકો મળે. જવાબદારી વધે. કેસર નાંખી દૂધ પીવો. શુભ રંગ-નારંગી.લવઃ--આજે પ્રેમમાં સફળતા મળી શકે. પ્રેમનો ઈઝહાર કરવા આજે સારો દિવસ છે. ઘરકામમાં તમારો પાર્ટનર સહાયતા કરે.પ્રોફેશનલઃ--કારોબાર લાભદાયી રહે. નવા સોદા લાભ થાય પરંતુ સમયનો વ્યય થાય. નવા સંપર્ક થાય.હેલ્થઃ--ઊંઘ ઓછી અને થાક વધુ લાગશે.કેરિયરઃ--કોમર્સ-બિઝનેસના સ્ટુડન્ટને વધુ મહેનત કરવી પડશે.ધન (ધ. ફ. ભ. ઢ.)-આજે તમારી ઉપર કોઈ મુગ્ધ થવાનું નાટક કરી શકે. બાળકો સાથે તાલમેળ સારો રહે. મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય, વિવાદોમાં સફળતા મળે. તમારો પક્ષ મજબૂત થાય. ગાયને ચારો નાખો. શુભ રંગ-લીલો.લવઃ--પ્રેમ પ્રસ્તાવો મોકલવાનો સારો દિવસ છે મોકલી દો. સફળતા મળશે. વિવાહિત જોડા એકાંતમાં સારો સમય વ્યયતીત કરશે.પ્રોફેશનલઃ--બિઝનેસમાં કાનૂની વિવાદોનો અંત આવે. વેપાર લાભદાયી રહે.હેલ્થઃ--સ્વાસ્થ્ય પ્રતિયે લાપરવાહી ન કરો નહીંતર કોઈ મોટો રોગ થઈ શકે.કેરિયરઃ--ગ્લેમર જગતમાં કેરિયાર બનાવનારા સ્ટુડન્ટને સફળતા મળવાના યોગ છે.મકર(ખ. જ.)-આજે સમય મળે તો આરામ કરી લેવો, તે ધૈર્ય કે સુસ્તીની વાત નથી. જ્યાંથી રૂપિયા મળવાની આશા રાખી રહ્યા છો ત્યાં હજી વાર લાગશે. કામને સારી રીતે કરી શકો. દામપત્ય જીવન સુખમય રહે. જીવનસાથીનો સહયોગ મળે. વ્યવસાયમાં સફળતા મળે. લાપરવાહીથી નુકસાન થાય. ગણેશજીના દર્શન કરો. શુભ રંગ-કાળો.લવઃ--આજે તમને જીવનસાથી તરફથી પ્રગતિ પ્રાપ્ત થાય. પ્રેમમાં સફળતા મળે.પ્રોફેશનલઃ--કારોબાર સંબંધી નિર્ણયો ન લો. પ્રોફેશન લાઈફમાં સંભાળીને રહેવું. લાપરવાહી નુકસાનદાયી રહે.હેલ્થઃ--પેટ દર્દ થવના યોગ છે. ભોજનમાં સાવધાની રાખો.કેરિયરઃ--ગ્લેમર ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને સપ્તાહમાં સફળતા પ્રાપ્ત થશે.કુંભ (ગ. શ. ષ. સ.)-બધુ તમારી મરજી પ્રમાણે નહીં થાય તેમ છતાં સમય અનુકૂળ રહે. ભૂતકાળમાં કરેલ રોકાણ લાભદાયી રહે. ઓફીસમાં કોઈ તમારી પ્રશંસા કરે તો એવું ન માનતા કે તે તમારા શુભ ચિંતક છે. તમને સમાજ તથા પરિવારમાં સન્માન મળે. વરિષ્ઠ તમારાથી પ્રસન્ન થાય. ગુરુમંત્રનો જાપ કરો. શુભ રંગ-લીલો.લવઃ--આખો દિવસ પાર્ટનર સાથે વિતે. પ્રેમ અને સહયોગ મળે. કોઈ નવો પ્રસ્તાવ મળે. તો તેને ઝંઝટમાં ન પડવું.પ્રોફેશનલઃ--કામમાં અધિકારી તમને સહયોગ કરે. પ્રસન્ન રહેશે. વાણી ઉપર સંયમ રાખવો. વિવાદ થઈ શકે.હેલ્થઃ--સ્વાસ્થ્ય સારું રહે. જૂના રોગ ખતમ થાય.કેરિયરઃ--ટેક્નિકલ વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક પ્રભાવ આપી શકે.મીન (દ. ચ. ઝ. થ.)--ભાગીદાર તથા સહયોગીઓ સાથે સંબંધ મધુર રહે. સમયનો સદઉપયોગ કરી શકો. પરિવારમાં ઉત્સવનો માહોલ રહે. આત્મવિશ્વાસમાં વધારો થાય. તમારું સ્વાસ્થ્ય સારું રહે. જીવનસાથી સાથે પ્રેમ અને સ્નેહ રહે. શુભ રંગ-ગુલાબી.લવઃ--જીવનસાથીનો સહયોગ મળે. અવિવાહ પ્રેમીઓથી ઉપહાર મળે. તમારી મન-મરજી કોઈ ખાસ ભૂમિકા નહીં નિભાવી શકે.પ્રોફેશનલઃ--વેપારમાં નવા સોદા પ્રાપ્ત થાય. રોજગાર મળે.હેલ્થઃ--જૂના રોગ ખતમ થાય. સ્વાસ્થ્ય સારું રહે.કેરિયરઃ--વ્યવસાયી પાઠ્યક્રમવાળા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે.
Related Articles:

29 એપ્રિલ સુધીનું સપ્તાહિક ભવિષ્ય, તમને શું આપશે?
અખાત્રીજ કાલેઃ રાશિ અનુસાર કરશો દાન તો અનેકગણું પામશો
અંક 2ને સારું જ સારું છે તમારા માટે? તમારું અંકફળ જાણો
શું આજે પણ જીવિત છે, ભગવાન પરશુરામ!
નુક્શાનથી બચવા મંગળવારે અખાત્રીજના બોલો હનુમાન મંત્ર
24મીએ આ 2 મંત્રોથી, ધનવાન બનવાનો રસ્તો બનશે આસાન
પરશુરામ જયંતી 24ના, જાણો કોણ છે ભગવાન પરશુરામ
બધી પરેશાનિઓને પછાડી દે છે આ પરશુરામ મંત્રની શક્તિ
ક્લિક કરો, જાણો કયા ખાસ કારણોથી શુભ છે અખાત્રીજ?
24મીએ આ દિશામાં વાદળો ઘેરાયા તો સમજો વર્ષ સુધરી જશે(Rashifal Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: daily horoscope 24 April tuesday
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended