Home »Astrology »Aasan Nidan» Bhagya Bhed By Dr Pankaj Nagar And Dr Rohan Nagar

ત્રણ કે તેથી વધુ ગ્રહોની યુતિ જાતકને વ્યક્તિવિશેષ બનાવે છે

Dr. Pankaj Nagar, Dr. Rohan Nagar | Jun 03, 2010, 11:46 AM IST

ભારત દેશની વૃષભ લગ્નની કુંડળીમાં ત્રીજે સૂર્ય-શનિ-બુધ-ચંદ્ર-શુક્ર અને પ્લુટો એમ છ ગ્રહોની યુતિએ જ ભારતને વિશેષ દેશ બનાવ્યો છેજેને પૃથ્વી પરનું પવિત્ર અવતરણ કહી શકાય અને અભિનયનું આસમાન જેની મુઠ્ઠીમાં છે એવો માનવી કે જે જીવતા દેહે જ અમરત્વનું અમૃત પી ગયો છે અને દુનિયાના ધબકતા દરેક હૃદયનો સમ્રાટ બની ચૂક્યો છે. એવા સફળતાના આભ અમિતાભની કુંભ લગ્નની કુંડળીમાં આઠમે સૂર્ય-મંગળ-બુધ-શુક્ર એમ ચાર ગ્રહોની યુતિ છે. કહો આનાથી મહાન વ્યક્તિ વિશેષ તમે જગત પર જોયો છે? ભારત દેશના યુવા વડાપ્રધાન તરીકે જેણે સિંહની જેમ શાસન કર્યું અને સિંહને શરમાવે તેવી શહીદી ભોગવી તેવા સિંહ લગ્નના માલિક સ્વ. રાજીવ ગાંધીની કુંડળીમાં લગ્ને પાંચ ગ્રહો સૂર્ય-ચંદ્ર-બુધ-ગુરુ અને શુક્રની યુતિ છે. ભારતીય રાજકારણમાં અમે આનાથી મોટો વ્યક્તિવિશેષ જોયો નથી. આઝાદીના પ્રણેતા- રચયિતા અને જેમના કારણે આજે આપણે સ્વતંત્રતાના શ્વાસ લઈએ છીએ તેવા અતિ પૂજનીય અને બાપુનું બિરુદ મેળવી ચૂકેલા સ્વ. મહાત્મા ગાંધીની તુલા લગ્નની કુંડળીમાં મંગળ-બુધ અને શુક્ર એમ ત્રણ ગ્રહોની યુતિએ તેમને વિશેષ વ્યક્તિત્વ બક્ષ્યું તેમાં કોઈ બે મત હોઈ શકે જ નહીં. સાહિત્યના શહેનશાહ અને નોબેલ પ્રાઇઝ વિજેતા તેમજ જન ગણ મન રાષ્ટ્રીય ગીતના રચયિતા સ્વ. રવીન્દ્રનાથ ટાગોરની કુંડળીના મીન લગ્નમાં બીજે શુક્ર-સૂર્ય અને બુધ એમ ત્રણ ગ્રહોની યુતિએ જ તેમને સિદ્ધિઓના સરતાજ બનાવી પ્રસિદ્ધ અને વ્યક્તિવિશેષ બનાવ્યા તેમાં કોઈ શક નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સ્વ. જોન એફ કેનેડીની કુંડળી જુઓ, કન્યા લગ્નમાં ભાગ્ય સ્થાનમાં સૂર્ય-શુક્ર-ગુરુ એમ ત્રણ ગ્રહોની યુતિ છે. રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર વેંકટરામનની કુંડળીમાં ત્રીજે સૂર્ય-શુક્ર-મંગળ એમ ત્રણ ગ્રહોની યુતિ છે. પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી સ્વ. કાર્લ માર્ક્સની કુંડળીના કુંભ લગ્નમાં ત્રીજે ચંદ્ર-સૂર્ય અને રાહુની યુતિએ તેમને વ્યક્તિ વિશેષ બનાવ્યા. જેના અવાજના જાદુએ ગુજરાતની પ્રજાને ઘેલું લગાડ્યું છે અને શ્રોતાઓના માનસ પર છવાઈ જઈ સૂર્યોદય સાથે જેના અવાજથી સુપ્રભાતની શરૂઆત થાય છે તેવા મીઠા મધુર મોહક રેડિયો જોકી ઘ્વનીતની સિંહ લગ્નની કુંડળીમાં લગ્ને જ પાંચ ગ્રહોની યુતિએ તેને વિશેષ સિદ્ધિ અપાવી છે તે સ્પષ્ટ વાત છે. જેના પર આપણને સૌને પળે પળે ગૌરવ અને નાઝ છે. જેના આપણે જન્મોજન્મ ઋણી છીએ તે ભારત દેશની વૃષભ લગ્નની કુંડળીમાં ત્રીજે સૂર્ય-શનિ-બુધ-ચંદ્ર-શુક્ર અને પ્લુટો એમ છ ગ્રહોની યુતિએ જ ભારતને વિશેષ દેશ બનાવ્યો છે. વાચક મિત્રો આવાં તો અગણિત ઉદાહરણ અમારી પાસે છે કે જે કુંડળીઓમાં ત્રણથી વધુ ગ્રહો એક સ્થાનમાં હોય અને તેઓ જગપ્રસિદ્ધ હોય અને જાણે કે ઈશ્વરે તેમને સિદ્ધિઓ બક્ષવા બાબતે પક્ષપાત કર્યો હોય. પરંતુ આવું કેમ બને છે? જ્યારે ત્રણથી વધુ ગ્રહો એક સ્થાનમાં બેસે ત્યારે કેટલાક ગ્રહો જન્મકુંડળીના કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનના માલિક બની એકબીજાના સંબંધમાં આવતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કેન્દ્ર અને ત્રિકોણ સ્થાનને ભગવાન વિષ્ણુના સ્થાન કહ્યાં છે. ઉપરાંત ત્રણ ગ્રહો કરતાં વધારે ગ્રહો એક સ્થાનમાં બેસે ત્યારે ક્યારેક તેઓ જન્મકુંડળીના ખાડાના સ્થાન (છઠ્ઠું-આઠમું-બારમું)ના માલિક પણ બનતા હોય છે. ખાડાના સ્થાનોને મુનિ પારાશર-મંત્રેશ્વર-અને આપણા પ્રાચીન ગ્રંથો અગમનિગમ અને ગૂઢ સ્થાન ગણે છે અને આ સ્થાનના માલિકોનાં પરિણામ પણ આશ્ચર્યજનક અને વિસ્મયકારક હોય છે અને ગ્રહોની આ અગમ્ય ગૂંચ અને અકળ લીલા તેમની યુતિ દ્વારા માનવીને વિશેષ બનાવે છે.
(Aasan Nidan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhagya bhed by dr pankaj nagar and dr rohan nagar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended