Home »Tirth Darshan» Know Mysterious Story: Somnath Mahadev Statue On In Air In Ancient Time

એક સમયે હવામાં અદ્ધર લટકતી હતી સોમનાથ મહાદેવની મૂર્તિ, શું હતું રહસ્ય?

Dharm Desk, Ahmedabad | Nov 29, 2017, 16:36 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય નેતાઓ મંદિરોની મુલાકાતો પણ કરી રહ્યા છે. બુધવારે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સોમનાથમાં હતા જેમાં રાહુલ ગાંધીએ સોમનાથના દર્શન કર્યા હતા. સોમનાથની વાત આવે એટલે સૌથી પહેલાં 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથ યાદ કરવામાં આવે અને ચંદ્રદેવે સોમનાથ મહાદેવની પૂજા કરીને કોઢમુક્ત થયા હતા તેવી પૌરાણિક કથા લોકો સામાન્ય રીતે યાદ કરતા હોય છે. પરંતુ આજે અમે સોમનાથની અર્વાચીન કથા બતાવી રહ્યા છે જેમાં સોમનાથ અનેકવાર તૂટ્યું હતું અને સોમનાથ મહાદેવની મૂર્તિ હવામાં અદ્ધર લટકતી હતી તેની પાછળનું શું રહસ્ય છે તે જણાવીશું.

ગુજરાતના વેરાવળ બંદરમાં આવેલું સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. આ મંદિરને હિન્દુ ધર્મના ઉતાર-ચઢાવનું પ્રતીક કહી શકાય, અત્યંત વૈભવશાળી હોવાના કારણે સોમનાથ મંદિરને કેટલીયે વખત તોડવામાં આવ્યું અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાન મંદિરના પુનઃનિર્માણનો પ્રારંભ ભારતને આઝાદી મળી ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યો હતો. વર્ષ 1995ના ડિસેમ્બર મહિનામાં વર્તમાન સોમનાથ મંદિરને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
 
પ્રાચીન મંદિરમાં એક મૂર્તિ હવામાં અદ્ધર ઊભી હતી જે બધાં માટે આશ્ચર્યનો વિષય હતો. અહીં અમે જણાવી રહ્યા છીએ હવામાં અદ્ધર મૂર્તિ અને પ્રાચીન સોંમનાથ મંદિરની અનેક ખાસિયતો વિશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો પ્રાચીન સોમનાથ મંદિરની ખાસિયતો વિશે...

(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know mysterious story: Somnath Mahadev Statue on in air in Ancient time
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended