Home »Tirth Darshan» Shree Kashtbhanjandev 169th Patotsav Celebration In Salangpur

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવની સ્થાપનાનાં 169 વર્ષ પૂર્ણ, ભવ્યાતિભવ્ય ઉજવાયો પાટોત્સવ

Dharm Desk, Ahmedabad | Oct 10, 2017, 16:04 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આજનાં આ ઝડપી યુગમાં આધિ, વ્યાધી, ઉપાધી અને માનસિક બિમારીઓથી ત્રસ્ત જનોનાં સર્વ કષ્ટોને હરનારા અને મનની અગાધ શાંતિનો અહેસાસ કરાવતાં એવાં દુનિયાભરમાં પ્રખ્યાત અને ગુજરાત રાજ્યનાં બોટાદ જીલ્લાનાં સાળંગપુર ધામમાં બિરાજમાન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠાનો 169મો પાટોત્સવ આજે સવંત-2073ના આસો વદ-5ને મંગળવાર તાઃ 10-10-2017નાં રોજ વડતાલ પીઠાધીપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં હજારો સંતો, પાર્ષદો, ભક્તજનોની હાજરીમાં રંગેચંગે ઉજવાયો. 
 
પાટોત્સવ પ્રસંગે સાળંગપુર ધામને રંગબેરંગી રોશનીથી તથા દાદાના મંદિરને પવિત્ર અને સુગંધિત ફુલોથી સુશોભિત કરવામાં આવેલ અને પાટોત્સવ નિમિત્તે દાદાના પ્રસન્નાર્થ અને હરિભક્તોનાં કલ્યાણ અર્થે મારૂતિ યજ્ઞ, અભિષેક પૂજન, ભવ્ય અન્નકુટ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલું. સમગ્ર મહોત્સવનાં સંચાલનમાં પુજ્ય ગુરુ વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની દેખરેખ હેઠળ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, પુજ્ય કોઠારી શ્રી વિવેકસાગરદાસજી, સ્વામી ધર્મકિશોરદાસજી, સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી, મુની સ્વામી વગેરે સંતો તથા અનેક સેવાભાવી ભક્તોએ ખૂબ જ ભાવથી સેવા કરેલ. આ મહોત્સવ પ્રસંગે રેડક્રોસ સોસાયટી-બોટાદના સહયોગથી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલું.
 
આગળ જોવો ફોટા...
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shree Kashtbhanjandev 169th Patotsav Celebration in Salangpur
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended