Home »Self Help» The Eleven Successes Mantra From Hindu Holy Book Bhagavad-Gita

જેને યાદ છે ગીતાના આ 11 સૂત્ર, તેઓ જીવનમાં ક્યારેય નથી થતાં નિરાશ

Dharm Desk, Ahmedabad | Nov 28, 2017, 16:13 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતી (આ વર્ષે 29 નવેમ્બર, બુધવાર)નો પર્વ ઉજવવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ, ભગવાન શ્રીકૃષ્ણે આ જ દિવસે મોહમાં ફસાયેલાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતા દુનિયાના તે ગ્રંથોમાં શુમાર છે જેને આજે પણ સૌથી વધારે વાંચવામાં આવી રહ્યો છે.

 

ગીતા કોઇ કાળ, ધર્મ, સંપ્રદાય અથવા જાતિ વિશેષ માટે નથી પરંતુ સંપૂર્ણ માનવ જાતિ માટે છે. તેના 18 અધ્યાયોના લગભગ 700 શ્લોકમાં તે દરેક સમસ્યાનું સમાધાન છે. જે ક્યારેકને ક્યારેક દરેક વ્યક્તિની સામે આવે છે. આજે અમે તમને આવા જ ગીતાના અમુક સૂત્રો વિશે જણાવીશું, જે આ પ્રકારે છે.

 

શ્લોકઃ-

 

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।

कामः क्रोधस्तथा लोभस्तरमादेतत्त्रयं त्यजेत्।।

 

અર્થઃ કામ, ક્રોધ અને લોભ આ ત્રણ પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા છે અર્થાત્ અધોગતિમાં લઈ જનારા છે, તેની માટે આ ત્રણેયનો ત્યાગ કરી દેવો જોઈએ.

 

મેજનેમ્ટ સૂત્રઃ-

 

કામ અર્થાત્ ઈચ્છાઓ, ગુસ્સો અને લાલચ પણ આ બુરાઈઓના મૂળનું કારણ છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેને નરકના દ્વાર પણ કહ્યા છે. જે કોઈ મનુષ્યમાં આ 3 અવગુણ હોય છે, તે હંમેશા બીજાને દુઃખ પહોંચાડીને પોતાના સ્વાર્થની પૂર્તિમાં લાગેલા રહે છે. જો આપણે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માગતા હોઈએ તો આ 3 અવગુણ આપણે હંમેશા માટે છોડી દેવા જોઈએ, કારણ કે જ્યાં સુધી આ અવગુણ આપણા મનમાં રહેશે. આપણું મન હંમેશા ભટકતું રહેશે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગીતામાં લખાયેલ કેટલાંક લાઈફ મેનેજમેન્ટ સૂત્રો.

 

(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The eleven successes mantra from Hindu Holy book Bhagavad-Gita
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended