Home » Jyotish » Vastu» મુખ્ય દરવાજાને શુભ બનાવવા કરો ખાસ ઉપાયો | Know vastu measure of main door

મુખ્ય દરવાજાના 7 ઉપાય, કોઈ 1 કરશો તો ઘરથી દૂર રહેશે ગરીબી, વધશે આવક

Dharm Desk, Ahmedabad | Last Modified - Jun 13, 2018, 12:29 PM IST

ઘરના દરવાજાના ઉપાય કરશો તો તમારી બધી પરેશાનીઓ થશે દૂર
  • મુખ્ય દરવાજાના 7 ઉપાય, કોઈ 1 કરશો તો ઘરથી દૂર રહેશે ગરીબી, વધશે આવક
    મુખ્ય દરવાજાના 7 ઉપાય, કોઈ 1 કરશો તો ઘરથી દૂર રહેશે ગરીબી, વધશે આવક

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જે ઘરમાં આપણે રહીએ છીએ, ત્યાં હકારાત્મકતા અને પવિત્રતા હોય તો કાર્યોમાં બધાઓ નથી આવતી. સફળતા મળે છે અને પરિવારમાં ખુશાલી ટકી રહે છે. ઘરના મુખ્ય દરવાજો આપણી સુખ-સમૃદ્ધિ વધારવામાં ખાસ ભૂમિકા નિભાવે છે. દરવાજો જો શુભ લક્ષણો ધરાવતો હોય તો ઘરમાં ગરીબી પ્રવેશી શકતી નથી. શુભ દરવાજો દેવી-દેવતાઓને પણ આકર્ષિત કરે છે.

    કોલકાતાના એસ્ટ્રોલોજર ડો. દીક્ષા રાઠીના બતાવ્યા પ્રમાણે જાણો દરવાજાને શુભ બનાવવાના કેટલાક ઉપાય....

    1-ઘરના મુખ્ય દરવારા પર આસોપાલવ કે આંબાના પાનનું વંદનવાર બનાવીને લગાવો. પાન સૂકાઈ જાય તો નવા વંદનવાર બનાવીને લગાવો. એમ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.

    2-મુખ્ય દરવાજો પશ્ચિમ દિશામાં હોય તો રવિવારે સૂર્યોદય પહેલાં દરવાજાની સામે નારિયેળની સાથે કેટલાક સિક્કા રાખીને કોઈ લાલ કપડામાં બાંધો અને દરવાજા પર લટકાવી દો.

    3-ઉત્તર દિશાનો દરવાજો લાભદાયક હોય છે. આ દિશામાં દરવાજો હોય તો ભગવાન વિષ્ણુનીપૂજા રોજ કરો. પીળા ફૂલની માળા બનાવો અને દરવાજા પર લટકાવો.

    4-દક્ષિણ દિશામાં દરવાજો હોય તો બુધવારે કે ગુરુવારે લીંબુ કે સાત કોડીઓ દોરામાં બાંધીને લટકાવો.

    5-મુખ્ય દરવાજા પર કોઈ પવિત્ર ચિહ્ન લગાવો, જેવા કે ऊँ, શ્રીગણેશ, સ્વસ્તિક, શુભ-લાભ વગેરે. એમ કરવાથી ઘર પર બધા દેવી-દેવતાઓની કૃપા થાય છે અને ખરાબ નજરથી ઘરમું રક્ષણ થાય છે.

    6-ઘરના મુખ્ય દરવાજા પર પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશા તરફ હોય તો ઘરની અંદર એક વાસણમાં પાણી ભરો અને તેમાં ફૂલની પાંખડી નાખો. આ ઉપાય રોજ કરો.

    7-જો ઘરનો દરવાજો પૂર્વ દિશામાં હોય તો કોઈપણ સોમવારે એક રુદ્રાક્ષ દરવાજાની વચ્ચે લટકાવો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા નહીં પ્રવેશે.

No Comment
Add Your Comments
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: મુખ્ય દરવાજાને શુભ બનાવવા કરો ખાસ ઉપાયો | Know vastu measure of main door
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top