Home »Jyotish »Rashi Aur Niddan» Jupiter Will Transit In Libra Know What Effect On Your Zodiac Sing

12મીથી ગુરુ આવશે તુલા રાશિમાં, દેશ-દુનિયા અને 12 રાશિ પર કેવી થશે અસર?

Dharm Desk, Ahmedabad | Sep 12, 2017, 18:10 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 12મી સપ્ટેમ્બરે જ્યોતિષીય રીતે સૌથી મોટી ઘટના બની રહી છે અને તે છે ગુરુ ગ્રહનું તુલા રાશિમાં પરિવર્તન. ખગોળશાસ્ત્રનો સૌથી મોટો ગ્રહ ગણાતા ગુરુના આ રાશિ પરિવર્તનથી દેશ-દુનિયા અને 12 રાશિના જાતકો ઉપર વ્યાપક અસર થશે તે નક્કી છે. આજે જાણો જ્યોતિષાચાર્ય ડો. જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુરુના રાશિ પરિવર્તનથી તમારી રાશિ ઉપર કેવી અસર પડશે.
 
ગુરુનું જ્યોતિષીય મહત્વઃ-
 
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અર્થાત્ બૃહસ્પતિ ગ્રહનું સૌથી મોટું મહત્વ છે. ગુરુને સમસ્ત દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાનના સલાહ આપે છે. વડીલો, વરિષ્ઠ અધિકારીઓની કૃપા ગુરુથી જ શક્ય છે. જો તમારી કુંડળીમાં ગુરુ શુભ હોય તો તમને વિકટ પરિસ્થિતિઓમાં પણ સહયોગ મળતો રહે છે. કર્ક રાશિમાં બૃહસ્પતિ ઉચ્ચનો હોય છે તો મકર રાશિમાં તેને નિમ્ન માનવામાં આવે છે. ગુરુ ધન અને મીન રાશિનો સ્વામી છે. સૂર્ય, ચંદ્ર અને મંગળની સાથે તેની મિત્રતા છે. તો શુક્ર અને બુધની સાથે તે શત્રુવત સંબંધ ધરાવે છે. રાહુ-કેતુ અને શનિની સાથે તેનો સંબંધ તટસ્થ છે. બૃહસ્પતિમાં એક ખાસ વાત એ છે કે તેની ભલે કોઈ ગ્રહ સાથે શત્રુતા હોય પરંતુ જે ગ્રહ તેની સાથે મિત્રતા નથી ધરાવતા તેઓ તેની સાથે શત્રુતા પણ નથી ધરાવતા અર્થાત્ મોટાભાગના ગ્રહો બૃહસ્પતિ સાથે તટસ્થ સંબંધ ધરાવે છે. ગુરુ વિવેકશીલ ગ્રહ માનવામાં આવે છે અને દરેક બાબતોને એક વિસ્તૃત રીતે સમજવા માટે સદબુદ્ધિ ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલા માટે ગુરુને સંપત્તિ અને જ્ઞાનનો કારક પણ માનવામાં આવે છે. ગુરુ અર્થાત્ બૃહસ્પતિનું પરિવર્તન જ્યોતિષની દ્રષ્ટિએ વ્યાપક અસર કરનારી ઘટના માનવામાં આવે છે. આજે અહીં જાણો તમારી રાશિ માટે ગુરુનું રાશિ પરિવર્તન કેવું ભવિષ્ય લઈ આવ્યો છે. સાથે જ ગુરુના રાશિફળ દરમિયાન તમને કેવું ફળ પ્રાપ્ત થતું રહેશે?
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો તમારી રાશિ ઉપર કેવી અસર પડશે....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jupiter will transit in Libra know what effect on your Zodiac sing
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended