Home »Jyotish »Rashi Aur Niddan» 2017 Nag Panchami Is Best Occasion For Remove Kalsarp Dosh

દરેક વ્યક્તિને હોય છે આ 12માંથી કોઈ 1 કાળસર્પદોષ, આજથી શરૂ કરો ઉપાય

Dharm Desk, Ahmedabad | Aug 11, 2017, 15:27 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ12 ઓગસ્ટે નાગપંચમી છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ(કાળસર્પ) દોષ હોય તેઓ જો નાગપંચમીના દિવસે કેટલાક ઉપાય કરે તો તેનાથી કાલસર્પ યોગના અશુભ ફળ વધુ પરેશાન નહીં કરે. સામાન્ય રીતે કાળસર્પ યોગને સાપનો યોગ માનવામાં આવે છે.
 
જન્મ કુંડળીમાં કાલસર્પ યોગ હોવાથી વ્યક્તિને અનેક પ્રકારની પરેશાનીઓનો સામન કરવો પડે છે. આ યોગને કારણે વ્યક્તિ બેચેન રહે છે. માનસિક અશાંતિ બની રહે છે. કાર્યોમાં સફળતા નથી મળતી. રૂપિયાની તંગી રહે છે. પારિવારિક સુખ નથી મળતું. આ પ્રકારની સમસ્યાઓને જન્મ આપે છે કાળસર્પ યોગ. તેને ઉકેલવા માટે જ્યોતિષમાં અનેક પ્રકારના ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોને નિયમિત રીતે અપનાવવાથી કાલસર્પ યોગ પ્રભાવહીન થઈ શકે છે અને તમારી કિસ્મત બદલી જાય છે.
 
શું છે કાલસર્પ યોગ ? સામાન્ય સમજ-
 
જ્યારે બધા ગ્રહ રાહુ અને કેતુ બંને ગ્રહોની વચ્ચે આવી જાય છે ત્યારે કાલસર્પ યોગ બને છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ યોગ હોય છે એ લોકોને પોતાના કાર્યોમાં, સફળતા પ્રાપ્તિમાં તથા જીવનના અન્ય પહેલુઓમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહી સુધી કે તનતોડ મહેનત કરવાથી પણ તેમને ફળ નથી મળતું.
 
કાલસર્પ યોગમાં ગ્રહોની સ્થિતિ-
 
આ યોગ બધા લોકોને એક સમાન રૂપથી પ્રભાવિત નથી કરતા. કુંડળીમાં ગ્રહોની દિશા, દશા ચાલ, ભાવ, ભાવોની શક્તિ વગેરે બધી વાતો કાલસર્પ યોગના પ્રભાવને વધવા અને ઘટવાને પ્રભાવિત કરે છે. તેથી આ જાણીને ગભરાવવાની કોઈ જરૂર નથી કે તમારી કુંડળીમાં કાળસર્પ યોગ છે. જરૂરી નથી કે આ તમારા પર ખરાબ પ્રભાવ જ નાખે. પણ હા આ ખૂબ જ જરૂરી છે કે કોઈ સારા જ્યોતિષની મદદથી તમારી કુંડળીની પૂરી તપાસ કરાવી લો, જેથી સમય રહેતા યોગ્ય ઉપાય કરી શકાય.
 
શું હોય છે કાલસર્પ દોષ-
 
સૌર મંડળમાં સાત ગ્રહ છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ઉપરાંત બે છાયા ગ્રહ છે રાહુ અને કેતુ. જ્યોતિષની ભાષામાં રાહુને સાપનું મુખ માનવામાં આવે છે અને કેતુને સાપની પૂંછ. કોઈ પણ વ્યક્તિની જન્મકુંડળીમાં જ્યારે રાહુ-કેતુની વચ્ચે બધા ગ્રહ આવી જાય છે તો તે કુંડળી કાલસર્પ દોષથી ગ્રસ્ત માનવામાં આવે છે. કાલસર્પ દોષ અનિવાર્ય કે અસમંજસની સ્થિતિ પૈદા કરે છે. તેનાથી પીડિત વ્યક્તિ મહત્વપૂર્ણ તક પર નિર્ણય લેતા સમયે અણયસમજણની સ્થિતિમાં આવી જાવો છો તેનાથી તેને નુક્શાન થઈ શકે છે.
 
કાલનો અર્થ સમય અને સર્પનો મતલબ અગ્યાર રૂદ્રોને માનવામાં આવે છે, વિભિન્ન લોકોએ પોતાના વિવેકબુદ્ધિથી કાલસર્પ યોગોની વ્યખ્યાની કરી છે, પણ તંત્રશાસ્ત્ર અનુસાર કાલસર્પને પૂરા અગ્યાર ભગવાન રૂદ્ર(શિવ) પ્રત્યે જ માનવામાં આવે છે. આ પ્રકારનો દોષ જ ભગવાન શિવદ્વારા અભિશાપિત માનવામાં આવે છે, જેથી પ્રાણીને જે સજા આપનાર હોય છે તેને તેની અનુસાર કાલસર્પ દોષ હોય છે. કેટલાક વિદ્વાનોએ કુંડળીના પહેલા ભાવને વિષ્ણુ અને બાકી અગ્યાર ભાવોને અગિયાર રૂદ્રોના નામો અનુસાર કાલસર્પ દોષોને વહેંચવામાં આવે છે.
 

કેટલા પ્રકારના હોય છે કાલસર્પ દોષ-
 
કુંડળીમાં ખાસ બાર પ્રકારના કાલસર્પ દોષ બતાવવામાં આવે છે. મતભેદ અનુસાર કેટલાક વિદ્વાનોના મતાનુસાર કાલસર્પ 3456 પ્રકારના હોય છે. તેમાંથી કર્કોટક, વિષધર, ઘાતક અને શંખચૂડ આ સૌથી દુષ્પ્રભાવી કાલસર્પ યોગ હોય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કેટલા પ્રકારના હોય છે કાળસર્પદોષ અને તેની માટે કયા ઉપાય કરવા જોઈએ....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2017 Nag Panchami is best occasion for Remove Kalsarp Dosh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended