Home » Jyotish » Rashi Aur Niddan» Friday the 13th એટલે કે શૈતાનનો દિવસ, શા માટે લોકો માને છે અપશુકનિયાળ । Why 13th On Friday Is Unlucky, Know The Reason

Friday the 13th એટલે કે શૈતાનનો દિવસ, શા માટે લોકો માને છે અપશુકનિયાળ

Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 01:41 PM IST

દુનિયાના અનેક દેશોમાં આ દિવસને (13 તારીખ + શક્રવાર) અશુભ માનવામાં આવે છે. તેને Friday the 13th કહેવામાં આવે છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ આજે 13 એપ્રિલ, શુક્રવાર છે. દુનિયાના અનેક દેશોમાં આ દિવસને (13 તારીખ + શક્રવાર) અશુભ માનવામાં આવે છે. તેને Friday the 13th કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જે શુક્રવારના 13 તારીખનો યોગ બને છે, તે દિવસે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. ઈસાઈ ધર્મના લોકો તેને શૈતાનનો દિવસ પણ કહે છે. ભારતમાં રહેતા ક્રિશ્ચિયન કોમ્યુનિટીના લોકો પણ તેને અશુભ દિવસ માને છે.

    શા માટે અશુભ છે 13નો અંક

    13 નંબર સાથે અનેક અંધવિશ્વાસ જોડાયેલા છે. ન્યૂમરોલોજીમાં તેને અપૂર્ણ માનવામાં આવે છે. તેનું કારણ છે કે 13 અંક 12 પછી આવે છે, કારણ કે તેને કોઈ પણ નંબરથી ડિવાઇડ એટલે કે ભાગ્યાકાર નથી કરી શકાતું. એટલે આ નંબરમાં સંતુલનની કમી માનવામાં આવે છે. તેમજ થોડા સમય પહેલા સુધી રોમમાં ફાંસીની સજા શુક્રવારના આપવાનું ચલણ હતું. એક સદી પહેલા સુધી અમેરિકામાં પણ આ પરંપરા હતી. એટલે આ માન્યતા પ્રચલિત થઈ ગઈ કે 13 નંબર અને શુક્રવારનો યોગ અશુભ હોય છે.

    આવો છે 13નો ખતરનાક ભય

    દુનિયાના અનેક દેશોમાં 13 નંબરનો ખતરનાક ભય એવો છે કે 13 તારીખના લોકો યાત્રા કરવાથી બચે છે. તેમજ કોઈ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર પણ નથી નીકળતા. કેટલાક દેશોમાં બિલ્ડિંગ્સમાં 13 નંબરનો ફ્લોર અને ફ્લેટ પણ નથી હોતો. ઈસાઈ ધર્મમાં પણ 13 તારીખને અશુભ માનવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો માને છે કે 13 તારીખના જ ઈસા મસીહને સૂલી પણ ચઢાવવામાં આવ્યાં હતાં.

    આગળ વાંચો, અન્ય દેશોમાં ક્યા અંકને અશુભ માને છે...

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Friday the 13th એટલે કે શૈતાનનો દિવસ, શા માટે લોકો માને છે અપશુકનિયાળ । Why 13th On Friday Is Unlucky, Know The Reason
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top