Home » Jyotish » Rashi Aur Niddan» ગ્રહોની આવી સ્થિતિથી બને છે કુંડળીમાં પિતૃદોષ, આ 7 સંકેતોથી જાણો । How to identify Pitra Dosh? Amawasya On 13 June 2018

કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃદોષ? સંકેતો ઓળખી બુધવારે કરો આ 7 ઉપાય

Divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 05:50 PM IST

13 જૂન, બુધવારના અમાસ તિથિ છે. આ તિથિ પર પિતૃદેવ માટે તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.
  • કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃદોષ? સંકેતો ઓળખી બુધવારે કરો આ 7 ઉપાય
    કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃદોષ? સંકેતો ઓળખી બુધવારે કરો આ 7 ઉપાય

    ધર્મ ડેસ્કઃ 13 જૂન, બુધવારના અમાસ તિથિ છે. આ તિથિ પર પિતૃદેવ માટે તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે, તેમને ફરજિયાતપણે અમાસ પર પિતૃ માટે વિશેષ ઉપાય કરવા જોઈએ. પિતૃદોષને અશુભ યોગ અને દુર્ભાગ્ય સાથે સંબંધિત માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં આ યોગ હોય છે, તે કાયમ પરેશાન રહે છે અને કોઈ પણ કામમાં સરળતાથી સફળ નથી થઈ શકતા. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ રોજિંદા જીવનમાં પિતૃદોષના સંકેત મળે છે. જેની સાથે આ સંકેત થાય છે, તેમણે પિતૃના ઉપાય કરવા જોઈએ.

    કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃદોષ

    - જો કોઈ વ્યક્તિની કુંડળીમાં નવમા ભાવ, દશમા ભાવ, સૂર્ય, નવમ ભાવનો સ્વામી અને દશમ ભાવનો સ્વામી અશુભ સ્થિતિમાં હોય તો પિતૃદોષ બને છે.

    - આ દોષના કારણે વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. કોઈ પણ કામમાં સરળતાથી સફળતા નથી મળી શકતી. જાણો પિતૃદોષના સંકેત, જેનાથી કુંડળી જોયા વિના જ જાણી શકાય છે કે કુંડળીમાં પિતૃદોષ છે.

    1. કુંડળીમાં પિતૃદોષ હોય તો સંતાન થવામાં સમસ્યા આવે છે. ઘણી વખત તો સંતાન જ નથી થતી. જો સંતાન થઈ જાય તો પણ સુખ નથી મળી શકતું. સંતાન પરેશાન રહે છે.

    2. પિતૃદોષના કારણે ધનની કમી રહે છે. કોઈ ન કોઈ રીતે રૂપિયાનું નુકસાન થતું રહે છે.

    3. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ હોય છે, તેમના લગ્નમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે.

    4. ઘર-પરિવારમાં અશાંતિ રહે છે. પરિવારના સભ્યોમાં મતભેદ બન્યાં રહે છે.

    5. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ કેસમાં ફંસાયેલો છે અથવા કારણ વિના કોર્ટના ચક્કર કાપે છે તો આ પિતૃદોષના કારણે થઈ શકે છે.

    6. પિતૃદોષ હોવા પર પરિવારમાં કોઈ ન કોઈ સભ્ય બીમાર રહે છે. આ બીમારી પણ જલ્દી ઠીક નથી થતી.

    7. પિતૃદોષ હોવાના કારણે સંતાનના લગ્નમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સંતાનના લગ્ન જલ્દી નથી થતી. મનગમતો જીવનસાથી નથી મળી શકતો.

    આ પણ વાંચોઃ- ઘરના મંદિરમાં રાખશો આ 5 વસ્તુઓ તો દુર્ભાગ્ય ક્યારેય નહીં છોડે તમારો પીછો

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગ્રહોની આવી સ્થિતિથી બને છે કુંડળીમાં પિતૃદોષ, આ 7 સંકેતોથી જાણો । How to identify Pitra Dosh? Amawasya On 13 June 2018
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top