Home » Jyotish » Rashi Aur Niddan» હવે 2021માં આવશે અધિક માસ|now next adhikmash will be come in 2021

હવે 2021માં આવશે અધિક માસ, 14 જૂન પહેલા કરો આ 2માંથી 1 ઉપાય

divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 06:22 PM IST

મહિનો ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે, એટલે જ તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે
  • હવે 2021માં આવશે અધિક માસ, 14 જૂન પહેલા કરો આ 2માંથી 1 ઉપાય
    હવે 2021માં આવશે અધિક માસ, 14 જૂન પહેલા કરો આ 2માંથી 1 ઉપાય

    ધર્મ ડેસ્ક: પંચાંગ અનુસાર,13 જૂન બુધવારના રોજ જ્યેષ્ઠનો અધિક માસ સમાપ્ત થઇ જશે. અધિક માસ 3 વર્ષમાં એકવાર આવે છે એટલે હવે આગામી અધિક માસ 2021માં આવશે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે, એટલે જ તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે.

    ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી અનુસાર, અધિક માસના માત્ર અંતિમ ત્રણ દિવસ જ બાકી છે, જો બચેલા દિવસોમાં કઇક ખાસ ઉપાય કરવામાં આવે તો ભગવાન શ્રીકૃષ્ણની અસીમકૃપા તમારા પર રહેશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. આજે તમને તે ખાસ ઉપાયો વિશે જણાવીશું...

    ઉપાય 1: રોજ તુલસી સામે કરો દીવો

    અધિક માસના અંતિમ દિવસોમાં રોજ સાંજે તુલસીના પાન સામે ગાયના ઘીનો દીવો કરવો અને 'ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:' મંત્રનો જાપ કરતા કરતા તુલસીની 11 પરિક્રમા કરવી. આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને કોઇપણ પ્રકારના સંકટનો સામનો કરવો પડતો નથી.

    ઉપાય 2: પીળી વસ્તુઓનું કરો દાન

    ભગવાન શ્રી કૃષ્ણને પીતાંબરધારી પણ કહેવાય છે, જેનો અર્થ છે પીળા વસ્ત્રો ધારણ કરનાર. અધિક માસમાં બાકી રહેલા દિવસોમાંથી કોઇપણ એક દિવસ પીળા રંગના કપડા,પીળા ફળ, અને પીળું અનાજ પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો, ત્યારબાદ તે બધીજ વસ્તુઓ ગરીબો અથવા જરૂરીયાતમંદો ને દાન કરી દો. આ ઉપાયથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: હવે 2021માં આવશે અધિક માસ|now next adhikmash will be come in 2021
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top