Home » Jyotish » Rashi Aur Niddan» કુંડળીમાં કાલસર્પ દોષ હોવાના છે આ 9 અશુભ સંકેતો । Kaal sarp dosh effects in horoscope kundli and remedies

કુંડળીમાં કાલસર્પ દોષ હોવાના છે આ 9 અશુભ સંકેતો, બચવા કરજો 5 ઉપાય

Divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 06:33 PM IST

જ્યોતિષમાં કુળ નવ ગ્રહ જણાવવામાં આવ્યાં છે. આ નવગ્રહ કુંડળીના 12 ભાવમાં પોતાની સ્થિતિઓ મુજબ શુભ અથવા અશુભ ફળ આપે છે.
  • કુંડળીમાં કાલસર્પ દોષ હોવાના છે આ 9 અશુભ સંકેતો, બચવા કરજો 5 ઉપાય
    કુંડળીમાં કાલસર્પ દોષ હોવાના છે આ 9 અશુભ સંકેતો, બચવા કરજો 5 ઉપાય

    ધર્મ ડેસ્કઃ જ્યોતિષમાં કુળ નવ ગ્રહ જણાવવામાં આવ્યાં છે. આ નવગ્રહ કુંડળીના 12 ભાવમાં પોતાની સ્થિતિઓ મુજબ શુભ અથવા અશુભ ફળ આપે છે. જો કોઈ વ્યક્તિની કુડંળીમાં 9માંથી 7 ગ્રહ રાહુ-કેતુની વચ્ચે આવે છે તો કાલસર્પ દોષ બને છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જો કોઈ વ્યક્તિની કુડંળીમાં કાલસર્પ દોષ હોય તો વ્યક્તિને જીવનમાં સફળતા નથી મળતી. તેની પરેશાનીઓ બની રહે છે અને પારિવારિક સુખ પણ નથી મળતું.

    જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે તેમને રોજિંદા જીવનમાં કેટલાક ખાસ સંકેત મળે છે. અહીં જાણો આ સંકેત ક્યા-ક્યા છે.

    - કાલસર્પ યોગથી પ્રભાવિત વ્યક્તિને ખરાબ સપના આવવા લાગે છે.

    - વિના કોઈ કારણ મનમાં ભય બન્યો રહે છે.

    - રાતે ડરથી વારંવાર ઊંઘ ઊડી જાય છે.

    - કાલસર્પના કારણે વ્યક્તિ ઊંઘમાં વારંવાર ડરી જાય છે.

    - વારંવાર સાપ દેખાઈ છે.

    - કાયમ એવો અહેસાસ થતો રહે છે કે કોઈ નજીકમાં ઊભું છે.

    - અથાક મહેનત કરવા છતાં છેલ્લા તબક્કે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

    - ઘર-પરિવાર અને કાર્યસ્થળ પર અણગમતા વાદ-વિવાદ થતા રહે છે. શત્રુઓની સંખ્યામાં વધારો થાય છે.

    - કોઈ ગંભીર બીમારીની સારવાર કરવા છતાં ફાયદો નથી થતો.

    કાલસર્પ દોષના ઉપાય

    - કાલસર્પ દોષ હોવા પર શિવજીની પૂજા નિયમિતપણે કરવી જોઈએ.

    - કોઈ પવિત્ર નદીમાં ચાંદી અથવા તાંબાના નાગ-નાગણના જોડા પ્રવાહિત કરો.

    - દર શનિવારે પીપળાને જળ ચઢાવો અને પીપળાની સાત પરિક્રમા કરો.

    - સમય-સમય પર ગરીબોને કાળા ધાબળાનું દાન કરો.

    - ઉજ્જૈન અથવા નાસિકમાં કાલસર્પ દોષની પૂજા કરાવો.

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કુંડળીમાં કાલસર્પ દોષ હોવાના છે આ 9 અશુભ સંકેતો । Kaal sarp dosh effects in horoscope kundli and remedies
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top