Home » Jyotish » Rashi Aur Niddan» અમાસ પર આ 5 અશુભ કામ કરવાની ભૂલ ન કરતા । Importance Of Amavasya In Hindu Tradition

અમાસ પર આ 5 કામ કરવાથી બચજો નહિંતર શરૂ થઈ જશે ખરાબ સમય

Divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 01:48 PM IST

13 જૂનની અમાસ ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે અશુભ કામ કરવાથી બચવું જોઈએ.
  • અમાસ પર આ 5 કામ કરવાથી બચજો નહિંતર શરૂ થઈ જશે ખરાબ સમય
    અમાસ પર આ 5 કામ કરવાથી બચજો નહિંતર શરૂ થઈ જશે ખરાબ સમય

    ધર્મ ડેસ્કઃ બુધવાર, 13 જૂન એટલે કે આજે અધિક માસની અમાસ છે. આ તિથિની સાથે અધિક માસ પણ પૂર્ણ થઈ જશે. હિન્દી પંચાંગ મુજબ અધિક માસ 3 વર્ષમાં એક જ વખત આવે છે. આ કારણે 13 જૂનની અમાસ ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે અશુભ કામ કરવાથી બચવું જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ આપણાં દ્વારા કરેલા અશુભ કામના કારણે આપણી કુંડળીમાં ગ્રહોની ખરાબ અસર શરૂ થઈ જાય છે. અહીં જાણો અધિક માસની અમાસ પર ક્યા-ક્યા કામ કરવાથી બચવું જોઈએ.

    1. રાતના કોઈ સૂમસામ જગ્યાએ ન જવું

    અમાસની રાતના નકારાત્મક શક્તિઓ ખૂબ સક્રિય થઈ જાય છે. આ કારણે સ્મશાન અથવા કોઈ પણ સૂમસામ જગ્યાએ જવાની મનાઈ કરવામાં આવે છે. જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો માનસિક પરેશાનીઓ થઈ શકે છે.

    2. સવારે મોડા સુધી ન સૂવો

    અમાસના દિવસે મોડેક સુધી ન સૂવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઊઠી જાઓ. પાણીમાં કાળા તલ અને ગંગાજળ નાખીને સ્નાન કરો. તેના પછી સૂર્યદેવને તાંબાના લોટાથી જળ ચઢાવો.

    3. ઘરમાં વાદ-વિવાદ ન કરો

    જો તમે પિતૃદેવની કૃપા મેળવવા ઈચ્છો છો અને ઘરેથી ગરીબીને દૂર રાખવા ઈચ્છો છો તો અમાસના ઘરે વાદ-વિવાદ ન કરો. અમાસના ઘરમાં અશાંતિ હશે તો પિતૃદેવતાની કૃપા નહીં મળે. અમાસ પર પિતૃઓ માટે ધૂપ ધ્યાન જરૂર કરો.

    4. કોઈનું અપમાન ન કરો

    શાસ્ત્રો મુજબ આ તિથિ પર કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું. ખાસ કરીને કોઈ ગરીબ, વૃદ્ધ અથવા મહિલાનું દિલ ન દુઃખાવો.

    5. પતિ-પત્ની આ ભૂલો ન કરે

    અમાસ તિથિ પર પતિ-પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસે અંતર બનાવીને રાખવું જોઈએ. અમાસની રાતના સંબંધ બનાવવાથી બચો. આ રાતના બનેલા સંબંધથી જે સંતાન ઉત્પન્ન થાય છે, તેનું જીવન સુખમય નથી હોતું.

    આ પણ વાંચોઃ- ઘરના મંદિરમાં રાખશો આ 5 વસ્તુઓ તો દુર્ભાગ્ય ક્યારેય નહીં છોડે તમારો પીછો

No Comment
Add Your Comments
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અમાસ પર આ 5 અશુભ કામ કરવાની ભૂલ ન કરતા । Importance Of Amavasya In Hindu Tradition
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending

Top