Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti» શબયાત્રા અંગે માન્યતાઓ, Should Do These 4 Good Works At The Time Of Shavyatra

જ્યારે પણ શબયાત્રા દેખાય જરૂર કરવાં જોઇએ આ 4 શુભ કામ

Dharm Desk | Last Modified - Jun 11, 2018, 01:42 PM IST

શબયાત્રામાં શબને ખભો આપવાથી થાય છે બધાં જ પાપ નષ્ટ
  • જ્યારે પણ શબયાત્રા દેખાય જરૂર કરવાં જોઇએ આ 4 શુભ કામ
    જ્યારે પણ શબયાત્રા દેખાય જરૂર કરવાં જોઇએ આ 4 શુભ કામ

    ધર્મ ડેસ્ક: શ્રીમદ ભાગવતગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે, માણસનું શરીર નશ્વર છે, માત્ર આત્મા જ અમર છે. જેણે જન્મ લીધો છે, તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર કરતાં પહેલાં તેની શબયાત્રા કાઢવામાં આવે છે. શબયાત્રાની બાબતમાં કેટલીક માન્યતાઓ પણ પ્રચલિત છે. રસ્તે જતાં કોઇની પણ શબયાત્રા દેખાય તો, ચાર કામ જરૂર કરવાં જોઇએ.


    ઉજ્જૈનના ઈંદ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને ભાગવત કથાકાર પં. સુનીલ નાગર જણાવી રહ્યા છે, શબયાત્રા દેખાય ત્યારે આપણે શું કરવું જોઇએ....


    પહેલું શુભ કામ: જો કોઇ વ્યક્તિ શબયાત્રામાં જાય છે અને શબને ખભો આપે છે, તેનાં પુણ્યો વધે છે. આ પુણ્યની સરથી તેનાં જૂનાં પાપ નષ્ટ થાય છે.


    બીજુ શુભ કામ: સમયના અભાવના કારણે કે કોઇ અજાણી વ્યક્તિની શબયાત્રામાં ન જઈએ તો, રસ્તામાં જતાં શબયાત્રા દેખાય ત્યારે ઊભા રહી જવું જોઇએ. પહેલાં શબયાત્રાને જવા દેવી. ભગવાનને મૃત વ્યક્તિની આત્માને શાંતિ પ્રદાન કરવાની પ્રાર્થના કરવી જોઇએ.


    ત્રીજુ શુભ કામ: જ્યારે પણ કોઇની શબયાત્રા દેખાય ત્યારે રામ નામનો જાપ કરવો જોઇએ. શ્રીરામચરિત માસસ અસનુસાર રામ નામનો જાપ કરવાથી શિવજી ખૂબજ પ્રસન્ન થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ બાદ આત્મા પરમાત્મા એટલે કે શિવજીમાં જ વિલીન થઈ જાય છે, આ કારણે શબયાત્રા દેખાય ત્યારે રામજામનું જાપ કરવાથી શિવકૃપા મળે છે.

    ચોથુ શુભ કામ: જ્યારે પણ શબયાત્રા દેખાય ત્યારે મૌન થઈ જવું જોઇએ. કાર કે બાઇક પર હોવ તો, આ સમયે હોર્ન ન વગાડવું. તેનાથી મૃત વ્યક્તિ તરફ આપણી આદર અને સન્માનની ભાવના દર્શાવે કરે છે.

    માન્યતાઓ: ઘરમાં આ 7 શુભ વસ્તુઓ રાખવાથી મળી શકે છે લક્ષ્મી કૃપા

No Comment
Add Your Comments
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શબયાત્રા અંગે માન્યતાઓ, Should Do These 4 Good Works At The Time Of Shavyatra
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top