Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti» બ્રાહ્મણોને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મુકવામાં આવે છે | when we give gift to Brahmin why we put tulsi patra on it

બ્રાહ્મણોને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મૂકવામાં આવે છે

divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 03:19 PM IST

તુલસીની માળા કેમ પહેરવામાં આવે છે?
  • બ્રાહ્મણોને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મૂકવામાં આવે છે
    બ્રાહ્મણોને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મૂકવામાં આવે છે

    યુટિલિટી ડેસ્ક: દરેક વ્યક્તિના ઘરની અંદર સાર પ્રસંગે પુજા-વિધી બ્રાહ્મણ દ્વારા જ કરાવવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને દાન પણ આપે છે. પણ શું તમને ખ્યાલ છે કે બ્રાહ્મણને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મૂકવામાં આવે છે તેની પાછળ શું ભાવ છે. આજે અમે વાત અહીં જણાવીશું.

    બ્રાહ્મણને અપાતી દક્ષ્ણા પર તુલસીપત્ર મુકવાની પ્રણાલિકા આપણી સંસ્કૃતિમાં પેહલાથીજ ચાલી આવે છે. 'इदं न मम श्रीकृष्णार्पणमस्तु' એટલે આ મારું નથી કહીને કૃષ્ણાપ્રણ કરીએ છીએ. ભગવાનને ધરવાના ભોગમાં અને જળમાં પણ તુલસીપત્ર મૂકીને ભગવાનને ધરીએ છીએ. એમા પણ એ ભાવ છે કે ભગવાન, આ મારું નથી તારું છે. તને અર્પણ કરેલું છે અને ત્યાર પછી ભગવાનને અર્પણ થયેલું આપણે પ્રસાદ તરીકે સ્વીકાર કરીએ છીએ.

    તે જ રીતે આ દેહ મારો નથી પણ ભગવાનનો છે. ભગવદ્ અર્પિત છે તેના પ્રતીક તરીકે આ દેહ ઉપર તુલસીપત્ર મૂકવું જોઈએ. પરંતુ તુલસીદળ એમને એમ મૂકે તો રહે નહીં, તેથી તેને દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લેવાનું તેમ કરવું પણ અનુકૂળ નથી કારણ કે તુલસી તો સુકાઈ જાય, તેથી મણકા બનાવી દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લીધા અને તે એટલે તુલસીની કંઠી.

No Comment
Add Your Comments
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: બ્રાહ્મણોને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મુકવામાં આવે છે | when we give gift to Brahmin why we put tulsi patra on it
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top