Home »Jeevan Mantra Junior »Kahani Aur Kisse» Mythology: Which Flower Can Fulfill Your All Wish Know By Mythology

સર્વસુખ આપી શકે છે આ દેવી-દેવતા, આવા ફૂલ ચઢાવી પૂર્ણ કરો દરેક ઈચ્છા

Dharm Desk, Ahmedabad | Sep 09, 2017, 17:11 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુધર્મમાં વિભિન્ન ધાર્મિક કર્મ-કાંડમાં ફૂલોનું વિશેષ મહત્વ છે. ધાર્મિક અનુષ્ઠાન, પૂજા, આરતી વગેરે કાર્ય ફૂલો વગર અધુરું માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે વિશેષ ફૂલોથી ભગવાનની પૂજા કરવામાં આવે તો દરેક ઈચ્છા પૂરી કરી શકાય છે. પરંતુ ફૂલો ચઢાવતી વખતે કયા ભગવાનને કયા ફૂલો ચઢાવવા અને કયા ફૂલો ન ચઢાવવા તે વિશે કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખવી જોઈએ. જેમ કે ભગવાન ગણેશને તુલસીદળ ચઢાવવાની સખત રીતે મનાઈ કરવામાં આવેલી છે. એવી જ રીતે જ્યારે તમે ધનકામનાની ઈચ્છાથી વિષ્ણુની પૂજા કરતા હોવ ત્યારે ધતૂરા, માલતી, કરેણનું ફૂલ ન ચઢાવવું જોઈએ. દેવી ઉપાસનામાં દૂર્વા અને મંદાર(આકડા)ના ફૂલ ન ચઢાવવા જોઈએ. તેની સાથે જ શંકર ભગવાનને કેતકી, ચમેલી, કેસૂડા, ચંપાના ફૂલ ન ચઢાવવા જોઈએ. આ તો થઈ ફૂલો ન ચઢાવવાની વાત જેનું તમારે ધ્યાન રાખવાનું છે, પરંતુ જો તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માગતા હોવ તો કયા ભગવાનને કયા ફૂલો ચઢાવવા જોઈએ તે વિશે આજે જાણો.
 
ધન કામના માટે કયા દેવને કેવા ફૂલ ન ચઢાવવા:-
 
- ભગવાન વિષ્ણુને ધતૂરા, મલાતી, કરેણના ફૂલ તથા ચોખા ન ચઢાવો. વિશેષ રીતે ત્યારે જ્યારે ધનકામનાથી પૂજા-અનુષ્ઠાન કરવામાં આવતું હોય.
- દેવી ઉપાસનામાં દૂર્વા અને મંદારના ફૂલ ચઢાવો.
- ગણેશજીની પૂજામાં તુલસી ન ચઢાવો.
- શંકર ભગવાનને કેતકી, ચમેલી, કેસૂડા, ચંપાના ફૂલ ન ચઢાવો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, કયા દેવી-દેવતાને કયું ફૂલ ચઢાવવા જોઈએ...
(Kahani Aur Kisse Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mythology: Which Flower Can Fulfill Your All Wish know by mythology
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended