Home » Jeevan Mantra Junior » Kahani Aur Kisse» પંચતંત્ર, Panchatantra and Life management stories of Education

માતાના ગર્ભમાં જ નક્કી થઈ જાય છે બાળકના ભવિષ્યની આ 5 વાતો

Dharm Desk | Last Modified - Jun 13, 2018, 12:37 PM IST

આપણા ગ્રંથોમાં ગૂઢ રહસ્યો સાથે જોડાયેલ અનેક વાતો જણાવવામાં આવી
  • માતાના ગર્ભમાં જ નક્કી થઈ જાય છે બાળકના ભવિષ્યની આ 5 વાતો
    માતાના ગર્ભમાં જ નક્કી થઈ જાય છે બાળકના ભવિષ્યની આ 5 વાતો

    ધર્મ ડેસ્ક: આપણા ગ્રંથોમાં ગૂઢ રહસ્યો સાથે જોડાયેલ અનેક વાતો જણાવવામાં આવી છે, જેના વિશે બધા લોકો નથી જાણતા. આજે અમે તમને પંચતંત્રના હિતોપદેશમાં જણાવેલ એક એવી જ વાત જણાવી રહ્યા છીએ અમે. પં. વિષ્ણુ શર્મા દ્વારા રચિત આ ગ્રંથ અનુસાર, જ્યારે કોઇ બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ ભગવાન તેના જીવનની 5 વાતો નક્કી કરી દે છે. અહીં જાણો કઈ-કઈ છે આ 5 વાતો...



    શ્લોક


    आयु: कर्म च वित्तंच विद्या निधनमेव च।
    पंचैतान्यपि सृज्यन्ते गर्भस्थस्यैव देहिन:।।


    અર્થ: પ્રાણી જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ વિધાતા દ્વારા તેનું આયુષ્ય, કર્મ, ધન-સંપત્તિ, શાસ્ત્રોનું જ્ઞાન અને મૃત્ય આ 5 બાબતો નક્કી કરી દેવામાં આવે છે.

    1. આયુષ્ય
    માતાના ગર્ભમાં જ બાળકનું આયુષ્ય નક્કી થઈ જાય છે.


    2. કર્મ
    બાળક કયા ક્ષેત્રમાં કરિઅર બનાવશે અને કામ કરશે તે નક્કી થઈ જાય છે. બાળક બિઝનેસ કરશે કે નોકરી એ પણ બાળક ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.

    3. ધન-સંપત્તિ
    ગર્ભસ્થ શિશુ જન્મ લીધા બાદ કેટલી ધન-સંપત્તિનું માલિક બનશે અને તેને વૈભવનું સુખ મળશે કે નહીં તે નક્કી થઈ જાય છે. તે જાત મહેનતથી ધન મેળવશે કે પૈતૃક સંપત્તિ મેળવશે પણ વિધાતા ત્યારે જ નક્કી કરી દે છે.


    4. શાસ્ત્રોનું જ્ઞાન એટલે ભણતર
    બાળક ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે કે, તે ભણવામાં કેટલું હોશિયાર હશે. કેટલું ભણશે અને કયા ક્ષેત્રમાં આગળ વધશે.

    5. મૃત્યુ
    બાળકના જન્મની સાથે તેનું મૃત્યુ ક્યારે થશે તે પણ નક્કી થઈ જાય છે. આ વાત બીજા ધર્મ ગ્રંથોમાં પણ જણાવવામાં આવી છે.

    જ્યારે પણ શબયાત્રા દેખાય જરૂર કરવાં જોઇએ આ 4 શુભ કામ

No Comment
Add Your Comments
(Kahani Aur Kisse Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પંચતંત્ર, Panchatantra and Life management stories of Education
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top