Home » Jeevan Mantra Junior » Gyan Vigyan» ઘરના દરવાજે આંબાના પાન કેમ લટકાવવામાં આવે છે? Why hanging mango tree leaf on the door in Hindu Home

ઘરના દરવાજે આંબાના પાન લટકાવવા શુભ છે કે અશુભ? શું છે પરંપરા?

Dharm Desk, Ahmedabad | Last Modified - Jun 09, 2018, 03:00 PM IST

હિન્દુ ધર્મમાં આંબાના લાકડાનો ઉપયોગ સમિધા(યજ્ઞના ઈંધણ)ના રૂપમાં કરવામાં આવે છે
  • ઘરના દરવાજે આંબાના પાન લટકાવવા શુભ છે કે અશુભ? શું છે પરંપરા?
    ઘરના દરવાજે આંબાના પાન લટકાવવા શુભ છે કે અશુભ? શું છે પરંપરા?

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દરેક શુભ પ્રસંગે ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પત્તાની તોરણ લટકાવવામાં આવે છે. આજે જાણો આ તેનું ધાર્મિક મહત્વ અને પરંપરાનું કારણ શું છે.

    -ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આંબાના ઝાડને પૂજનીય માનવામાં આવે છે. એવું એટલા માટે પણ છે કે તેના ફળની સાથે જ તેના લાકડા અને પાન પણ ખૂબ જ લાભદાયી અને ગુણકારી હોય છે.

    -હિન્દુ ધર્મમાં આંબાના લાકડાનો ઉપયોગ સમિધા(યજ્ઞના ઈંધણ)ના રૂપમાં કરવામાં આવે છે. આ લાકડા ઘીની સાથે બાળવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.

    -આંબાના પાનને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિની સાથે જ બધા મંગળ કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થાય છે.

    -ધાર્મિક માન્યતા પ્રમાણે આંબાનું ફળ(કેરી) હનુમાનજીને પ્રિય છે એટલે જ્યાં કેરી અને આંબાના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા બની રહે છે. શાસ્ત્રોમાં પણ આંબાના પાનને દરવાજા પર લટકાવવાનું અત્યંત શુભ માનવામાં આવ્યું છે.

    -ભારતીય સંસ્કૃતિમાં આંબાના લાકડાનો ઉપયોગ સમિધા(યજ્ઞના ઈંધણ)ના રૂપમાં વૈદિકકાળથી જ ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે આંબાનું લાકડું, ઘી, હવન સામગ્રી સાથે બાળવાથી વાતાવરણમાં સકારાત્મકતા વધે છે.

    -ઘરના પ્રવેશદ્વાર પર આંબાના પાન લટકાવવાથી ઘરમાં પ્રવેશ કરતી દરેક વ્યક્તિની સાથે હકારાત્મક ઊર્જા ઘરમાં આવે છે. બહારથી આવતી હવા જ્યારે આ પાનને સ્પર્શ કરી ઘરમાં આવે છે તો તે હકારાત્મક કણોને પણ પોતાની સાથે લાવે છે.

    -આંબાના પાનને ટકરાઈને ઘરમાં આવતી હવા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે એવા ઘરમાં ક્યારેય કલેશ પણ થતો નથી. તે સિવાય એવું પણ માનવામાં આવે છે કે પ્રવેશ દ્વાર પર આંબાના પાન લટકાવવાથી શુભ કામ વિઘ્ન વગર બધા માંગલિક કામ પૂરાં થાય છે. એટલા માટે કોઈપણ શુભ કામ કરતાં પહેલાં ઘરના દરવાજા પર આંબાના પાન લટકાવવામાં આવે છે.

No Comment
Add Your Comments
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ઘરના દરવાજે આંબાના પાન કેમ લટકાવવામાં આવે છે? Why hanging mango tree leaf on the door in Hindu Home
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan mantra junior

Trending

Top