Home »Jeevan Darshan» Malgadh Gaytri Parivar

માલગઢનાં ગાયત્રી પરિવાર દ્રારા આ અનોખી રીતે ઉજવાયો ગુરુપર્વ

Dharm Desk, Ahmedabad | Jul 11, 2017, 10:44 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ રવિવારના રોજ ગુરુપૂર્ણિમાનો પાવન અવસર આખા દેશમાં ઉજવાયો ત્યારે ડીસાની સમિપ આવેલા માલગઢની ગાયત્રી પરિવાર દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ગુરુપર્વને અનોખી રીતે ઉજવાયો હતો પોતાના ગુરુને પર્યાવરણ રક્ષણનાં રૂપમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા તરૂ રોપણ મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર દ્વારા મોટીધાણીના હનુમાન મંદિરના પ્રાંગણમાં તરૂરોપણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં યાજક આહુતિનાં રૂપમાં તરૂને પુત્ર કે મિત્ર તરીકે રોપણ  કર્યું હતું તથા દર માસે તરૂસિંચન દ્વારા રક્ષણનો પ્રણ કર્યું હતું. આ યજ્ઞમાં હરિદ્વારના પ્રતિનિધિ વેદોત્ત મંત્રો દ્વારા તરૂ દેવ, વરુણ દેવ, સૂર્ય દેવનાં વિશેષ આહુતિ અર્પિત કરવામાં આવી હતી અને ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનો અનોખો મહાયજ્ઞ સંપન્ન થયો હતો. આ મહાયજ્ઞમાં પર્યાવરણ તથા આધ્યત્મનો અદ્ધભૂત સમન્વય જોવા મળ્યો હતો.
 
આ આયોજનનાં આયોજક મુજબ ગાયત્રી પરિવારનાં પ્રમુખ ર્ડો. પ્રણવ પંડ્યાજીનાં આદેશથી દેશભરમાં વૃક્ષ ગંગા અભિયાન દ્વારા ગુરુપૂર્ણિમાથી રક્ષાબંધન સુધીમાં 1 કરોડ વૃક્ષ લગાડવામાં આવશે જેના ભાગ રૂપે આ આયોજન થયું હતું. આ તરૂરોપણ મહાયજ્ઞથી ગાયત્રી પરિવાર માલગઢમાં 1000 તરૂરોપણનો પ્રારંભ આ મહાયજ્ઞથી થયો હતો ઉલ્ખનીય છે કે ગાયત્રી પરિવાર દ્વારા 2011થી વૃક્ષ ગંગા અભિયાનથી તરૂરોપણ મહાયજ્ઞ, તરૂ સિંચન મહાયજ્ઞ તથા અનેક આયોજનના માધ્યમથી 2 કરોડથી વધુ તરૂરોપણ તથા 151 વધુ પહાડીઓને ગ્રીન ઝોન બનાવવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વડોદરાથી પધારેલ કિરણભાઈએ સમજણ આપી હતી કે તરૂએ પુત્ર સમજી તેનો ઉછેર કરવો જોઈએ. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પધારેલ ગામ લોકો તથા ગામનાં સરપંચશ્રી શ્રવણભાઇ તથા વસંતભાઈ હાજર રહ્યા હતા અને પોતાના હાથે તરૂ રોપણ કર્યું હતું.
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Malgadh Gaytri Parivar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended