Home »Jeevan Darshan» The Story Behind The Shivling, Story Of Origin Of Shivling

ક્યાં અને કેવી રીતે સ્થાપિત થયું હતું સૌથી પહેલું શિવલિંગ, કોણે કરી હતી પૂજા

Divyabhaskar.com | Feb 12, 2018, 17:46 PM IST

  • શિવલિંગની પૂજાનું મહત્વ અનેક પુરાણો અને ગ્રંથોમાં જોવા મળે છે

યૂટિલિટી ડેસ્કઃ બધા જ ભગવાનની પૂજા મૂર્તિના રૂપમાં કરવામાં આવે છે, પરંતુ ભગવાન શિવ જ છે જેમની પૂજા લિંગના રૂપમાં થાય છે. શિવલિંગની પૂજાનું મહત્વ અનેક પુરાણો અને ગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગની પૂજાની પરમ્પરા કેવી રીતે શરૂ થઈ. સૌથી પહેલા કોણે ભગવાન શિવના લિંગ રૂપની પૂજા કરી હતી અને કેવી રીતે શિવલિંગની પૂજાની પરમ્પરા શરૂ થઈ. તેનાથી સંબંધિત એક કથા લિંગમહાપુરાણમાં છે.

 

આવી રીતે થઈ હતી શિવલિંગની સ્થાપના

 

લિંગમહાપુરાણના મુજબ, એક વખત ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પોતાની શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો. સ્વંયને શ્રેષ્ઠ બતાવવા માટે બંને દેવ એકબીજાનું અપમાન કરવા લાગ્યાં. જ્યારે તેમનો વિવાદ ખૂબ વધારે વધી ગયો ત્યારે એક અગ્નિથી જ્વાળાઓમાં વીટાયેલું લિંગ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે આવીને સ્થાપિત થઈ ગયું.

 

બંને દેવ તે લિંગના રહસ્યને સમઝી નહોતા શકતા. તે અગ્નિયુક્ત લિંગનો મુખ્ય સ્ત્રોત વિશે જાણવા માટે ભગવાન બ્રહ્માએ લિંગની ઉપર અને ભગવાન વિષ્ણુએ લિંગની નીચેની તરફ જવાનું શરૂ કર્યું. હજારો વર્ષો સુધી શોધ કરવા છતાં તેમને તે લિંગનો સ્ત્રોત ખબર ન પડ્યો. હારીને તે બંને ત્યાં જ આવી ગયા જ્યાં તેમણે લિંગને જોયું હતું. ત્યાં આવવા પર તેમને ઓમનો સ્વર સંભળાવા લાગ્યો. આ સાંભળીને બંને દેવ સમજી ગયા કે આ કોઈ શક્તિ છે અને તે ઓમના સ્વરની આરાધના કરવા લાગ્યા.

 

ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની આરાધનાથી ખુશ થઈને તે લિંગથી ભગવાન શિવ પ્રગટ થયા અને બંને દેવોને સદ્બુદ્ધિનો વરદાન પણ આપ્યો. દેવોને વરદાન આપીને ભગવાન શિવ અંતર્ધાન થઈ ગયા અને એક શિવલિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. લિંગમહાપુરાણ મુજબ તે બગવાન શિવનું પહેલું શિવલિંગ માનવામાં આવે છે.

 

આગળ વાંચો,સૌથી પહેલા કોણે કરી શિવલિંગની પૂજા...

(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Story Behind The Shivling, Story Of Origin Of Shivling
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended