Home » Family Management» જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું | how to deal with obstinate child

જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું

divyabhaskar.com | Last Modified - Apr 20, 2018, 05:34 PM IST

આટલું કરશો તો તમારું બાળક જીદ્દી છોડી તમારી સાથે હસવા લાગશે
  • જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું
    જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું

    યુટિલિટી ડેસ્ક: જીદ્દી બાળક ઘણીવાર માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જાય છે. આ બાળકને ખવડાવવું, નવડાવવું, ઊંઘાડવું જેવી દરેક બાબતમાં માતા-પિતાએ જાણે એક લડાઈ ન લડવાની હોય તેવા તબક્કામાંથી પસાર થવું પડે છે. આવું બાળક જ્યાં સુધી પોતાની માંગ પૂરી ન થાય ત્યા સુધી શાંતિથી જપતું નથી. બાળકના સતત આવા વર્તનથી ગમે-અણગમે માતા-પિતા બાળકની દરેક માંગ પૂરી પણ કરતા હોય છે. આવા જીદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું તેની અમે આજે અહીં વાત કરીશું.

    1. બાળકને સાંભળો- બાળક સાથે કોઈ દલીલમાં પડતાં પહેલા તેને સાંભળો. બની શકે કે એ વાતનું કોઈ મજબુત કારણ પણ બાળક પાસે હોય.

    2. તેની સાથે જોડાયેલા રહો, તેના પર બળજબરી ના કરો.

    3. બાળકને હંમેશા ઓપ્શન આપો. દા.ત. ટીશર્ટ પહેરવામાં હંમેશા ના પાડે તો તેને કહો કે આ ત્રણમાંથી કયુ ટીશર્ટ તેને પહેરવું ગમશે.

    4. શાંત રહો- બાળક પર બિનજરૂરી ગુસ્સો ના કરો.

    5. બાળકને ગમતી રમત તેની સાથે રમો.

    6. ઘરના વાતાવરણને સુધારો- ઘણીવાર ઘરમાં પણ નાની નાની વાત ગુસ્સાથી થતી હોય છે અને બાળક તેનું અનુકરણ કરવાનો જ છે. માટે ઘરના વાતાવરણને સુધારવું.

    7. બાળકોને વારંવાર ના પાડવા કરતા તેનું ધ્યાન બીજી જગ્યાએ દોરી દો.

    8. તમારા બાળકની અંદર જે સારી વાતો છે તેને હંમેશા જુઓ.

    9. બાળકને હંમેશા પ્રેરણા આપો, સારી વાતો અને સ્ટોરી કહો.

No Comment
Add Your Comments
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું | how to deal with obstinate child
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family management

Trending

Top