લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Aries (મેષ)

Mar 20 - Apr 18

Print   |

રાશિફળ સ્કોર

2.5 rating
Aries
મેષ રાશિ 2017

માનસિક સ્થિતિઃ- 
વર્ષની શરૂઆતના 3 મહિનામાં કન્ફયૂઝન વધેલો રહેશે. રૂપિયાના મામલામાં નિર્ણય નહીં લઈ શકો. વર્ષની મધ્યના ચાર મહિનામાં માનસિક રીતે થોડા પરેશાન રહેશો. કેટલાક મોટા નિર્ણયોને લઈને તણાવ ચાલતો રહેશે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તમે માનસિક રીતે એનર્જેટિક રહેશો. પોતાને પોઝિટિવ બનાવવા પ્રયાસ કરો. વર્ષની મધ્યમાં ગુસ્સો વધુ રહેશે. આ દિવસોમાં એક્ટ્રા આવક અને કરિયારને લઈને અનેક પ્રકારના વિચારો તમારા મનમાં આવતા રહેશે.

નાણાકીય સ્થિતિઃ-  
આ વર્ષ પોતાની આર્થિક સ્થિતિને વધુ સારી બનાવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. સૂઝ-બુઝ અને મોકાનો ફાયદો ઊઠાવી રૂપિયા કમાઈ શકો છો. આ વર્ષની મધ્યમાં તમને અચાનક જ ધનલાભ થઈ શકે છે. કેટલાક ફાલતૂ ખર્ચ પણ આવશે. પરિવારની જરૂરી વસ્તુઓ ઉપર ખર્ચો વધી શકે છે. આ વર્ષે કોઈપણ મંગળવારે ઉધાર ન આપો. વર્ષ જેમ જેમ આગળ જશે તેમ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવતો જશે. આ વર્ષે ક્યાંક અટવાયેલા રૂપિયા પાછા મળે. જેનાથી રાહત રહેશે. શેર-બજારમાં સમજી વિચારીને રોકાણ કરો.
નોકરી અને બિઝનેસ-
મેષ રાશિવાળાને નોકરીયાત લોકો માટે વર્ષની શરાત સામાન્ય રહેશે. કામકાજ વધુ રહેશે. બીજાનું કામ પણ તમને કરવું પડી શકે છે. નોકરી કે બિઝનેસમાં ઘણા વ્યસ્ત રહેશો અને કઠોર મહેનતથી તમને સફળતા મળી શકે. પોતાના કાર્યક્ષેત્રની જવાબદારીઓને પૂરી કરવાનો પ્રયાસ કરો. કોઈ મોટા અધિકારી પાસેથી નોકરીમાં પ્રગતિ કે વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. સાથે કામ કરનારાઓ સાથે મનમેળ રાખો. ઓફિસની સમસ્યા ઉપર વાત કરતી વખતે તમારું કોઈ રહસ્ય જાહેર ન કરો.  કામધંધાને લઈને અચાનક જ યાત્રા કરવી પડે. તેનાથી તમને ફાયદો થઈ શકે. આ વર્ષની મધ્યમાં છેલ્લા દિવસોમાં તમને ફાયદો મળી શકે. આવકના નવા સોર્સ મળી શકે. મેષ રાશિના લોકો નવો બિઝનેસ શરૂ કરી શકે છે. બિઝનેસ કરનારા લોકોને મોટું રોકણ કરવાથી બચવું જોઈ. આ વર્ષે ઉધારીના રૂપિયાથી સેવિંગ અને પુંજી વધશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કેટલાક દિવસો પડકારપૂર્ણ રહેશે. ઉતાવળમાં કોઈ કામ ન કરો અને શર્ટકટ લેવાથી બચજો. જોબ સ્વિચ કરવાની ઈચ્છા થાય. વર્ષના છેલ્લા 3 મહિનામાં આરામ મળે. ઓછી મહેનતે સફળતા મળી શકે છે. 
વિદ્યાર્થીઓ- 
મેષ રાશિવાળા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખાસ રહેશે. કોમ્પિટિશનમાં સફળતા મળે. તો મહેનત વધુ કરવી પડી શકે છે. વિદેશ જવાની તકો પણ મળી શકે છે. એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થીઓ તણાવમાં રહેશે. કમ્પ્યૂટર અને કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓને ભાગ-દોડી કરવી પડી શકે છે. લો અને પત્રકારિતાવાળા વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
 
દામપત્ય જીવન અને લવ લાઈફઃ- 
દામપત્ય જીવન સામાન્ય રહેશે. તમારા જીવનસાથીની મદદથી ધનલાભ થાય. પાર્ટનરની સાથે યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. આ વર્ષ સંબંધો મજબૂત બનશે પાર્ટનર ઉપર ભરોસો વધશે. તમારા જીવનસાથીની ભાવનાઓનો આદર કરો અને સારો વ્યવહાર કરો. કેટલાક જૂના મામલાઓને લઈને અણબનાવ કે વિવાદ થાય, પરંતુ સંબંધ સારો થઈ જશે. સાથે કામ કરનારા કોઈ ઓપોઝિટ જેન્ડર સાથે પ્રેમ પ્રસ્તાવ મળઓ શકે. પાર્ટનરને ગિફ્ટ આપશો. નવા પ્રેમ સંબંધ બનવાના યોગ છે. એક્ટ્રા મેરિટલ અફેયરને લઈને સાવધાન રહેવું. કેટલાક મામલાઓમાં તમારા રુડ બેહેબિયરથી લવરની સાથે બહેસ થઈ શકે. લવ મેરેજ કરવા માગતા હોવ તો સમય સારો છે.
હેલ્થઃ- 
સંતાન અને જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. માતાના સ્વાસ્થ્યને લઈને ઊતાર-ચઢાવ ચાલતો રહેશે. આ રાશિના હાર્ટ પેશન્ટ સાવધાન રહે. પરેજી પાળવી. ખાન-પાનનું ધ્યાન રાખવું. વધુ મસાલેદાર ભોજનથી પરેશાની વધી શકે છે. પેટના રોગો થઈ શકે છે. યાત્રાઓ દરમિયાન સ્વાસ્થ્ય બગડી શકે છે. યોગ અને કસરત શરૂ કરો, પરંતુ વધુ દિવસ સુધી કન્ટિન્યૂ નહીં કરી શકો. મોસમમાં ફેરફાર થવાને લીધે એલર્જીથી પરેશાન રહી શકો.
જમીન, માન, સંપત્તિઃ- 
આ વર્ષે પ્રોપર્ટી કે શેર બજારમાં મોટું રોકાણ કરશો. પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓ સામે આવશે. પ્રોપર્ટીને લગતા દસ્તાવેજના મામલામાં સાવધાની રાખો. જરૂરી દસ્તાવેજ ગુમ થઈ શકે. ભાડાના મકાનમાં રહેનાર લોકોને પોતાનું ઘર મળશે. જમીન વેચવા માગતા હોવ તો મનચાહી કિમત પણ મળી શકે છે. સોના-ચાંદી અને મૂલ્યવાન ધાતુઓના આભૂષણો ખરીદી શકો. આ વર્ષે નવા વાહન, ફર્નિચર કે મોટા ઈલેક્ટ્રોનિક સામાન પણ ખરીદી શકો છો.  
મહિલા વર્ગઃ- 
મહિલા વર્ગ માટે આ વર્ષ ઊતાર-ચઢાવવાળું રહેશે. નોકરીયાત મહિલાઓને ભાગદોડી વધુ કરવી પડે. પરિવારમાં સામંજસ્ય રાખવામાં ઓછી સફળતા મળે. માતૃત્વ સુખ મળે. જરૂરી અને ખાસ મામલાઓમાં સંતાન તરફથી મદદ મળી શકે. સામાજિક અને પારિવારિક કાર્યક્રમોમાં તમારું માન વધે. જો કે સ્વાસ્થ્ય અને રૂપિયાના મામલાઓમાં આ રાશિની મહિલાઓ પરેશાન થઈ શકે છે. સેવિંગ સમાપ્ત થાય અને શારીરિક પરેશાનીઓ વધી શકે. પતિથી સુખ મળશે.
કોર્ટ-કચેરીઃ- 
કોઈ કોર્ટને લગતો કેસ ચાલી રહ્યો હોય તો કોઈ જૂના મામલામાં વધુ રૂપિયા ખર્ચ થઈ શકે છે. જૂઠી ગવાહીમાં ફસાઈ શકો છો. લવ મેરેજ કે તલાકના મામલાઓમાં ગુંચવાઈ શકો છો. કોઈ સમજદાર કે અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવાથઓ ફાયદો થશે. ટેક્ટ ચોરી ન કરો. ફસાઈ શકો છો. વર્ષની મધ્યમાં નાના વિવાદોને લીધે કોર્ટ-કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. સંભાળીને રહો.
ઉપાયઃ- 
-તાંબાના વાસણમાં પાણી ભરીને કાંટાવાળા છોડને પાણી નાખો.
-મંગળવારે હનુમાનજીને ચણા-ગોળનો ભોગ લગાવો.
-શનિવારે અડદનું દાન કરો.
-મંગળવારે લાલ રૂમાલ સાથે રાખો અથવા લાલ કપડાં પહેરો.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Aries Celebrity

(1 to 3) of 3
  • જો-વિલ્ફ્રાઇડ ત્સોંગા

  • લેડી ગાગા

  • હ્યુ હફનર