Home »Astrology »Aasan Nidan» Which House Saturn In Horoscope,What Measures To D

કયા સ્થાનમાં રહેલો શનિ કેવો દોષ આપે છે તે જાણો

Dharm desk,Ahmedabad | May 28, 2011, 18:20 PM IST

આ 1 જુને શનિ જયંતી પર્વ છે. આ દિવસે શનિદેવ સંબંધિત ઉપાય કરવાથી કુંડળીમા સ્થિત અશુભ શનિ ખરાબ અસર નહી આપે. શનિ જયંતી પર શનિદેવથી સંબંધિત નાના ઉપાયો પણ મોટા ફળ આપે છે. આ માટે અમે તમને બતાવી રહ્યા છીએ કે કુંડળીના કયા ઘરમાં અશુભ શનિ હોય તો શું ઉપાય કરવો જોઇએ? કુંડળીના પહેલા ઘરમાં શનિ હોય તો - વ્યક્તિની કુંડળીમાં શનિ પહેલા સ્થાનમાં હોય તો તે વ્યક્તિ રાજાના સમાન જીવન જીવવાવાળા હોય છે.શનિ અશુભ હોય તો તે વ્યક્તિ રોગી, ગરીબ અને ખરાબ કામ કરનારા હોય છે. આ માટે ઉપાય કરો. - જરૂરતમંદને બ્રાહ્મણને કે સાધુ- સંતને તવો દાન કરો. - નશો વગેરેથી દુર રહો. - વાંદરાઓને ચણા ખવડાવો. બીજા સ્થાનમાં શનિ હોય તો- - આવા વ્યક્તિ વાંકા મોં વાળા, લાલચી અને ધન કમાનારા હોય છે. આવા લોકો આ ઉપાય કરો. - દુધ કે દહીનુ તિલક કરો. - સાપને દુધ પીવડાવો - ભેંસને રોજ ઘાસ ખવડાવો. કુંડળીમાં ત્રીજા સ્થાનમાં શનિ હોય તો- વ્યક્તિ સંસ્કારવાન, આળસી અને ચતુર હોય છે. આ માટે આ ઉપાય કરો. - ઘરમાં કોઇ અંધારી જગ્યાએ ધન,સોનુ, રૂપિયા વગેરે રાખો. - નશા, માંસથી દુર રહો. - વહેતા પાણીમાં ચોખા વહેવડાવો. ચોથા સ્થાનમાં શનિ હોય તો- ચોથા સ્થાનમાં શનિ હોય તો તે વ્યક્તિ રોગી, દુખી અને ધનહીન હોવા લાગે છે આ માટે આ ઉપાય કરવો જોઇએ. - સાપને દુધ પીવડાવો. - શનિને તેલ, અડદ, કાળા કપડાંનુ દાન કરો. - માછલીને ચોખા ખવડાવો. પાંચમા સ્થાનમાં શનિ હોય તો- પાંચમા સ્થાનનો શનિ વ્યક્તિને દુખી, પુત્ર હીન, મિત્રહીન અને ઓછી બુદ્ધિવાળા બનાવે છે. આ માટે આ ઉપાય કરવા જોઇએ. - ઘરના અંધારિયા રૂમમાં લીલા મગ રાખો. - 48 વર્ષની ઉંમર સુધી મકાન ના બનાવો. - માંસ મદિરા કે બદામનું બિલકુલ સેવન ના કરો. છઠ્ઠા સ્થાનમાં શનિ હોય તો- કુંડળીના છઠ્ઠા સ્થાનમાં જો શનિ હોય તો તે કામુક , વધારે ખાવાનું ખાનારા અને કુટિલ હોય છે. આ માટે આ ઉપાય કરવો જોઇએ. - એક વાસણમાં તેલ ભરીને તેમાં પોતાનું મો જુઓ અને પાણીને વહાવી દો. - સાપને દુધ પીવડાવો. - નાળિયેર અને બદામને નદીમાં વહાવો.
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Which house saturn in horoscope,what measures to d
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext