Home »Pooja »Pooja Vidhi» JYTS: Know The Way Of Shree Shiva And Parvati Poojan Vidhi

મહાશિવરાત્રિના પર્વમાં કરો આ પૂજાવિધિ દ્વારા શિવ-પાર્વતીનું પૂજન

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 17:58 PM IST

  • મહાશિવરાત્રિના પર્વમાં કરો આ પૂજાવિધિ દ્વારા શિવ-પાર્વતીનું પૂજન,  pooja vidhi news in gujarati
સામગ્રીઃ-
 
ધર્મ ડેસ્ક,અમદાવાદઃ દેવ મૂર્તિના સ્નાન માટે તાંબાનું પાત્ર, તાંબાનો લોટો, જળ ભરેલું કળશ, દૂધ, દેવ મૂર્તિને અર્પિત કરવાના હોય તે વસ્ત્ર અને આભૂષણ. ચોખા, અષ્ટગંધ, દીપક, તેલ, રૂ, ધૂપબત્તી. ચંદન, ધતૂરો, આંકડાના ફૂલ, બિલિપત્ર, જનોઈ. પ્રસાદ માટે ફૂલ, દૂધ, મિઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, સાકર, પાન, દક્ષિણામાં જે પણ શક્ય હોય.

સંકલ્પઃ-
 
કોઇ વિશેષ મનોકામનાની પૂર્તી કરવાની ઇચ્છા માટે કરવામાં આવતાં પૂજનમાં સંકલ્પની જરૂર હોય છે. નિષ્કામ ભક્તિ વિના પણ સંકલ્પ કરી શકાય છે.

સંકલ્પનું ઉદાહરણઃ-
 
જેવી રીતે 21/4/2015એ શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવી રહ્યું છે. તો સંકલ્પ આ પ્રકારે લેવો. હું (પોતાનું નામ બોલવું) વિક્રમ સંવત્ 2072એ, વૈશાખ માસના ત્રીજની તિથિને મંગળવારના દિવસે, કૃતિકા નક્ષત્રમાં, ભારત દેશના મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેરમાં મહાકાળેશ્વર તીર્થમાં આ મનોકામનાથી (મનોકામના બોલવી) શ્રીલક્ષ્મીનારાયણનું પૂજન કરી રહ્યો છું.
 
શિવ-પાર્વતી પૂજનની સરળ વિધિઃ-
 
સર્વપ્રથમ ગણેશ પૂજન કરવું. ગણેશજીને સ્નાન કરાવડાવવું. વસ્ત્ર અર્પિત કરવા. ગંધ, ફૂલ, ચોખાથી પૂજન કરવું.

હવે દેવ મૂર્તિમાં શિવ-પાર્વતી પૂજન કરવું. શિવ-પાર્વતીને સ્નાન કરાવડાવવું. સ્નાન સૌથી પહેલાં જળ અને પંચામૃતથી અને ફરી જળથી સ્નાન કરાવડાવવું. શિવ-પાર્વતીને વસ્ત્ર અર્પિત કરવા. વસ્ત્રો પછી ફૂલના આભૂષણ પહેરાવડાવવા. હવે ફૂલમાળા પહેરાવવી. ત્યાર પછી તિલક કરવું. ‘‘ऊँ साम्ब शिवाय नमः’’ નો જાપ કરતાં-કરતાં શિવને અષ્ટગંધનો તિલક લગાવવો. ‘‘ऊँ गौर्ये नमः’’ ના જાપ સાથે માતા પાર્વતીને કંકુનું તિલક લગાવવું. હવે ધૂપ અને દીપ અર્પતિ કરવા. ફૂલ અર્પિત કરવાં. શ્રદ્ધાનુસાર ઘી અથવા તેલનો દીપક પ્રગટાવવો. આરતી કરવી. આરતી થઇ ગયા પછી પરિક્રમાં કરવી. હવે નૈવેદ્ય અર્પિત કરવું. ભગવાન શિવ અને પાર્વતીને બિલિ પત્રથી પૂજન કરવું. કરેણના ફૂલ અર્પિત કરવા. ગૌરી શંકના પૂજન સમયે ‘‘ऊँ उमामहेश्वराभ्यां नमः’’મંત્રનો જાર કરતાં રહેવું.
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: JYTS: know the way of shree Shiva and parvati poojan vidhi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended