Home »Pooja »Pooja Vidhi» JYTS: Know The Way Of Shree Lakshami Narayana Poojan Vidhi

મનોકામના પૂર્તિની ઇચ્છા માટે આ વિધિથી કરો શ્રીલક્ષ્મીનારાયણનું પૂજન

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 16:23 PM IST

  • મનોકામના પૂર્તિની ઇચ્છા માટે આ વિધિથી કરો શ્રીલક્ષ્મીનારાયણનું પૂજન,  pooja vidhi news in gujarati
સામગ્રીઃ-
 
ધર્મ ડેસ્ક,અમદાવાદઃ દેવ મૂર્તિના સ્નાન માટે તાંબાનું પાત્ર, તાંબાનો લોટો, જળ ભરેલું કળશ, દૂધ, દેવ મૂર્તિને અર્પિત કરવાના હોય તે વસ્ત્ર અને આભૂષણ. ચોખા, કંકું, દીપક, તેલ, રૂ, ધૂપબત્તી, ફૂલ, અષ્ટગંધ. તુલસીદળ, તલ અને જનોઈ. પ્રસાદ માટે ફૂલ, દૂધ, મિઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, સાકર, પાન, દક્ષિણામાં જે પણ શક્ય હોય.
 
સંકલ્પઃ-
 
કોઇ વિશેષ મનોકામનાની પૂર્તી કરવાની ઇચ્છા માટે કરવામાં આવતાં પૂજનમાં સંકલ્પની જરૂર હોય છે. નિષ્કામ ભક્તિ વિના પણ સંકલ્પ કરી શકાય છે.
 
પૂજન શરૂ કરતાં પહેલાં સંકલ્પ કરી લેવો જોઇએ. સંકલ્પ કર્યાં પહેલાં હાથમાં જળ, ફૂલ અને ચોખા લેવા. સંકલ્પમાં જે દિવસે તમે પૂજન કરી રહ્યા છો તે વર્ષ, તે વાર, તિથિ, તે સ્થાન અને પોતાનું નામ લઇને પોતાની ઇચ્છા બોલવી. હવે હાથમાં લીધેલાં જળને જમીન પર છોડી દેવું.
 
સંકલ્પનું ઉદાહરણઃ-
 
જેવી રીતે 21/4/2015એ શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવી રહ્યું છે. તો સંકલ્પ આ પ્રકારે લેવો. હું (પોતાનું નામ બોલવું) વિક્રમ સંવત્ 2072એ, વૈશાખ માસના ત્રીજની તિથિને મંગળવારના દિવસે, કૃતિકા નક્ષત્રમાં, ભારત દેશના મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેરમાં મહાકાળેશ્વર તીર્થમાં આ મનોકામનાથી (મનોકામના બોલવી) શ્રીલક્ષ્મીનારાયણનું પૂજન કરી રહ્યો છું.
 
શ્રીલક્ષ્મી અને નારાયણ પૂજનની સરળ વિધિઃ-
 
સર્વપ્રથમ ગણેશ પૂજન કરવું. ગણેશજીને સ્નાન કરાવડાવવું. વસ્ત્ર અર્પિત કરવા. ગંધ, ફૂલ, ચોખાથી પૂજન કરવું. હવે લક્ષ્મી અને નારાયણનું પૂજન શરૂ કરવું.
 
દેવમૂર્તિમાં લક્ષ્મી અને નારાયણને સ્નાન કરાવડાવવું. સ્નાન સૌથી પહેલાં જળથી પંચામૃતથી અને ફરી પાછું જળથી સ્નાન કરાવડાવવું. લક્ષ્મી અને નારાયણને વસ્ત્ર અર્પિત કરવા. વસ્ત્રો પછી આભૂષણ પહેરાવડાવવાં. હવે ફૂલની માળા પહેરાવવી. સુગંધિત અત્તર અર્પણ કરવું. હવે તિલક કરવું. તિલક માટે કંકુનો ઉપયોગ કરવો. હવે ધૂપ અને દીપ અર્પિત કરવાં. ફૂલ અર્પિત કરવાં. શ્રદ્ધાનુસાર ઘી અથવા તેલનો દીપક પ્રગટાવવો. આરતી કરવી. આરતી કરી લીધા પછી પરિક્રમાં કરવી. હવે નેવૈદ્ય અર્પિત કરવું.  ‘‘ ऊँ नमो नाराणाय ’’ કહીને ભગવાન શિવને અષ્ટાંગનું તિલક લગાવવું. ‘‘ऊँ लक्ष्मयै नमः’’ કહીને માતા પાર્વતીને કંકુનો તિલક લગાવવો. લક્ષ્મી-નારાયણના પૂજન સમયે ‘‘ऊँ लक्ष्मी नारायणाभ्यां नमः ’’ મંત્રનો જાપ કરતાં રહેવું.
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: JYTS: know the way of shree lakshami narayana poojan vidhi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended