Home »Pooja »Pooja Vidhi» Shree Ganpati Ka Pujan

ગણેશ પૂજાની વિધિ

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 15:43 PM IST

  • ગણેશ પૂજાની વિધિ,  pooja vidhi news in gujarati
સામગ્રીઃ- 

શ્રીગણેશની મૂર્તિ, ચોખા, કંકુ, દીવો, ધૂપબત્તી, દૂધ, દહી, ઘી, મધ, ખાંડ, ચોખુ પાણી, શ્રીગણેશ માટે વસ્ત્ર, સફેદ ફૂલ, નૈવૈદ્ય(મિઠાઈ અને ફળ) અષ્ટગંધ.
 
સંકલ્પઃ- 
કોઈ વિશેષ મનોકામનાને પૂરી કરવાની ઈચ્છાથી કરવામાં આવેલ પૂજામાં સંકલ્પની જરૂર હોય છે. નિષ્કામ ભક્તિ વગર સંકલ્પે પણ કરી શકાય છે.
 
પૂજા શરૂ કરતા પહેલા સંકલ્પ લો. સંકલ્પ કરતાપહેલા હાથમાં જળ, ફૂલ અને ચોખા લો. સંકલ્પમાં જે દિવસે પૂજા કરી રહ્યા હો તે વર્ષ, વાર, તિથિ અને જગ્યા અને પોતાના નામને લઈને પોતાની ઈચ્છા બોલો. હવે હાથમાં લીધેલા જળને જમીન ઉપર છોડી દો.
સંકલ્પના ઉદાહરણઃ-
 
જેમ કે 21/4/2015 ના રોજ ગણેશ પૂજા કરવાની હોય તો આ પ્રકારે સંકલ્પ લો.
હું(પોતાનું નામ બોલો) વિક્રમ સંવત 2072ના રોજો, વૈશાખ માસની તૃતીયા તિથિએ, વાર (મંગળ, બુધ)વારના દિવસે, કૃતિકા નક્ષત્રમાં, ભારત દેશના ગુજરાતના વેરાવળ શહેરમાં સોમનાથ તીર્થમાં શ્રી ગણેશની પૂજા કરી રહ્યો / રહ્યો છું. શ્રી ગણેશ મારી મનોકામના(મનોકામના બોલો) પૂરી કરો.
 
શ્રીગણેશ પૂજાની સરળ વિધિઃ- 
 
સૌથી પહેલા મૂર્તિમાં શ્રી ગણેશનું આહ્વાન કરો. આવાહન અર્થાત્ બોલાવવું. શ્રી ગણેશને પોતાના ઘરે બોલાવો. શ્રીગણએશને પોતાના ઘરમાં સન્માન સહિત સ્થાન આપો. અર્થાત્ આસન આપો. હવે શ્રી ગણેશને સ્નાન કરાવો. સ્નાન પહેલા જળથી પછી પંચામૃત(દૂધ,દહી, ઘી, મધ અને સાકર)થી અને પાછા જળથી સ્નાન કરાવો.
 
હવે શ્રી ગણેશને વસ્ત્ર પહેરાવો. વસ્ત્ર પછી આભૂષણ અને પછી યજ્ઞો પવિત (જનેઉ) પહેરાવો. હવે પુષ્પમાળા પહેરાવો. સુગંધિત અંતર અર્પિત કરો. હવે તિલક કરો. તિલક અષ્ટગંધ કે સિંદૂરથી કરો. હવે ધૂપ અને દીપ કરો. આરતી કરો. આરતી પછી પરિક્રામા કરો. હવે નૈવેદ્ય અર્પિત કરો. પાન અર્પિત કરો. નૈવૈદ્યમાં પંચામૃત અર્પિત કરો. લાડુઓ કે ગોળનો ભોગ લગાવો. દૂર્વા અર્પિત કરો. હવે દક્ષિણા અર્પિત કરો. શ્રીગણેશ પૂજાની આ વિધિ દરમિયાન “ऊँ गं गणपतये नमः” મંત્રનો જાપ કરતા રહો.
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shree Ganpati Ka Pujan
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext