Home »Pooja »Pooja Vidhi» Mahashivratri The Festival Of Shiva On Tuesday, Do This Measure

મહાશિવરાત્રિ: શિવલિંગને કરાવો આ 10 વસ્તુઓથી સ્નાન, મળશે 10 લાભ

Dharm Desk, Ahmedabad | Feb 16, 2015, 21:29 PM IST

  • મહાશિવરાત્રિ: શિવલિંગને કરાવો આ 10 વસ્તુઓથી સ્નાન, મળશે 10 લાભ,  pooja vidhi news in gujarati
ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શિવરાત્રિ પર શિવજીને પ્રસન્ન કરવા માટે અહીં એક ઉપાય જણાવવામાં આવી રહ્યો છે. ઉપાય મુજબ શિવલિંગને દસ વસ્તુઓથી સ્નાન કરવાનું છે. અહીં જાણો આ દસ વસ્તુઓ કઇ-કઇ છે અને તેનાથી શું-શું લાભ પ્રાપ્ત થઇ શકે છે.
 
આ છે દસ પવિત્ર વસ્તુઓઃ-
 
1- જળ, 2- દૂધ, 3- દહીં, 4- મધ, 5- ઘી, 6- ખાંડ, 7- અત્તર, 8- ચંદન, 9- કેસર, 10-ભાંગ
 
આ બધી જ વસ્તુઓને એક સાથે મિક્સ કરીને અથવા એક-એક વસ્તુઓથી શિવજીને સ્નાન કરાવી શકાય છે.
 
શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આ વસ્તુઓથી શિવલિંગને સ્ના કરવવાથી બધી જ મનોકામના પૂર્ણ થઇ શકે છે. સ્નાન કરાવતી સમયે ऊँ नम: शिवाय મંત્રનો જાપ પણ કરવો જોઇએ
 
આ ઉપાયથી શું-શું લાભ પ્રાપ્ત થાય છેઃ-
 
- મંત્રોનું ઉચ્ચારણ કરી શિવલિંગ પર જળ અર્પણ કરવાથી આપણો સ્વભાવ શાંત બને છે. આચરણ સ્નેહમય રહે છે.
 
- મધ અર્પણ કરવાથી વાણીમાં મિઠાસ આવે છે.
 
- દૂધ અર્પણ કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
 
- દહીં અર્પણ કરવાથી આપણો સ્વભાવ ગંભીર બને છે.
 
- શિવલિંગ પર ઘી અર્પણ કરવાથી આપણી શક્તિ વધે છે.
 
- અત્તરથી સ્નાન કરાવવાથી વિચાર પવિત્ર બને છે.
 
- શિવજીને ચંદન અર્પણ કરવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક બને છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.
 
- કેસર અર્પણ કરવાથી આપણને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.
 
- ભાંગ અર્પણ કરવાથી આપણા વિકાર અને અશુદ્ધિઓ દૂર થાય છે.
 
- ખાંડ અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Pooja Vidhi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahashivratri The festival of Shiva on Tuesday, do this measure
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended