Home »Pooja »Pooja Vidhi» Worship On Shivratri For Happy Life, Marriage, Kalsharp Dosh Nivarat And Child

Video: મહાશિવરાત્રિ કાલે, કરી શકો છો શિવકૃપા મેળવવાના સરળ ઉપાય

Dharm Desk, Ahmedabad | Feb 16, 2015, 17:44 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ વખતે આ પર્વ 17 ફેબ્રુઆરીએ, મંગળવારે છે. આ દિવસે જો કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. કેટલાક એવા જ નાના અને અચૂક ઉપાય વિશે શિવમહાપુરાણમાં પણ લખ્યું છે. આ ઉપાય એટલા સરળ છે કે તમે આસાનીથી કરી શકો છો. મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક ઈચ્છાને પૂરી કરી દે છે. જો તમ પણ ઈચ્છતા હોવ કે મહાદેવ તમારી ઉપર કૃપા કરે તો તમે પણ મહાશિવરાત્રિએ આ ઉપાય ચોક્કસ કરજો.
 
-જવાર અર્થાત્ તાવથી પીડિત હોવ તો ભગવાન શિવને જળધારા ચઢાવવાથી ઝડપથી લાભ મળે છે. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા શિવની પૂજામાં ઉત્તમ બતાવી છે.
-મધની ધારા શિવને ચઢાવવાથી રાજયક્ષ્મા(ટીબી)રોગ દૂર થઈ જાય છે.
-તેજ મગજ માટે ખાંડ મિશ્રિત દૂધ ભગવાન શિવને ચઢાવવું જોઈએ. સુગંધિત તેલથી શિવને અભિષેક કરવાથી પણ સમૃદ્ધિમાં વધારો થાય છે.
-ભગવાન શિવને શેરડીના રસની ધારા ચઢાવવામાં આવે તો બધા આનંદોની પ્રાપ્તિ થાય છે. શિવને ગંગાજળ ચઢાવવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
-નપુંસક વ્યક્તિ જો ઘીથી શિવની પૂજા કરે અને બ્રાહ્મણોને ભોજન કરાવે તો સોમવારે વ્રત કરો અને તેમની સમસ્યાનું નિદાન થઈ જાયછે.
-ભગવાન શિવને ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તલ ચઢાવવાથી પાપનો નાશ થાય છે.
-જવ અર્પિત કરવાથી સુખમાં વધારો થાય છે. ભગવાન શિવને ઘઉં ચઢાવવાથી સંતાન વૃદ્ધિ થાય છે.
-આ બધા અન્ન ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચી દેવું જોઈએ.
 
આગળની સ્લાઈડસ્માં જુઓ વિધિપૂર્વક શિવ પૂજાનો વિડિયો....અને વાંચો શિવને કયા ફૂલ અર્પિત કરવા જોઈએ....
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Worship on Shivratri for Happy life, Marriage, Kalsharp Dosh Nivarat and Child
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext