Home »Pooja »Aarti» Suryadev Ki Aarati

સમાજમાં માન-પાન અને ધારી સફળતા માટે નિત્ય કરો સૂર્યઆરતી

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 17:44 PM IST

  • સમાજમાં માન-પાન અને ધારી સફળતા માટે નિત્ય કરો સૂર્યઆરતી,  aarti news in gujarati
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સનાતન ધર્મમાં સૂર્યને જગતની આત્મા કહેવામાં આવે છે. કેમ કે તે પ્રાણ શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યને દેવીય પ્રભાવ પણ માનવામાં આવે છે. ભારતીય કાળગણનાના આધારે સૂર્યની સાથે પૃથ્વી, ચંદ્રમા અને ગ્રહ-નક્ષત્ર પણ છે. શાસ્ત્રો પ્રમાણે સૂર્યની ઉપાસના કોઈ પણ વ્યક્તિને ખોટા સમયથી બહાર લાવીને સુખ, તંદુરસ્તી, ઐશ્વર્ય, સુખ- સન્માન અને સફળતા અપાવે છે. આ રીતે સૂર્ય મનુષ્યને કાળ અને ગતિથી નિયત કરે છે. આ જ કારણે રવિવારે સૂર્યની ઉપાસનાને ખૂબ શુભ માનવામાં આવે છે. 
 
જો કે સૂર્યની આરાધના માટે પૂજા અને વિધી વિધાન નિયત કરવામાં આવ્યા છે. પરંતુ ધાર્મિક ઉપાયોનું પણ એક વિશેષ મહત્વ છે અને એ છે તેની આરતી. જો દેવ ઉપાસનાને અહમ માનવામાં આવે તો ભગવાન માટે આરતી પણ વિશેષ શ્રદ્ધા અને આસ્થાનું સૂચક છે. આ કડીમાં સૂર્યદેવની વિધીવત ઉપાસના જેમ કે અર્ધ્ય, પૂજા બાદ સૂર્ય આરતી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. તે સફળતા અને કામનાપૂર્તિના દ્રષ્ટિકોણથી પણ જરુરી છે. આ આરતીમાં સૂર્યની પૂજા, તેના તેજોમય સ્વરુપના દર્શન અને તેના ગુણોનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. 
 
સૂર્યઆરતીઃ-
 
जय कश्यप नन्दन, ऊँ जय अदिति नन्दन। 
त्रिभुवन तिमिर निकंदन, भक्त हृदय चन्दन ॥1॥ 
सप्त अश्वरथ राजित, एक चक्रधारी। 
दु:खहारी, सुखकारी, मानस मलहारी ॥2॥ 
सुर मुनि भूसुर वन्दित, विमल विभवशाली। 
अघ-दल-दलन दिवाकर, दिव्य किरण माली ॥3॥ 
सकल सुकर्म प्रसविता, सविता शुभकारी। 
विश्व विलोचन मोचन, भव-बंधन भारी ॥4॥ 
कमल समूह विकासक, नाशक त्रय तापा। 
सेवत सहज हरत अति, मनसिज संतापा ॥5॥ 
नेत्र व्याधि हर सुरवर, भू-पीड़ा हारी। 
वृष्टि विमोचन संतत, परहित व्रतधारी ॥6॥ 
सूर्यदेव करुणाकर, अब करुणा कीजै। 
हर अज्ञान मोह सब, तत्वज्ञान दीजै॥7॥ 
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Suryadev ki Aarati
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext