Home »Pooja »Pooja Vidhi» Shivji Pujan Vidhi

શિવજી પાસેથી શુભ ફળ મેળવવા કરો આ વિધિથી કરો શિવપૂજા

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 16:27 PM IST

  • શિવજી પાસેથી શુભ ફળ મેળવવા કરો આ વિધિથી કરો શિવપૂજા,  pooja vidhi news in gujarati
-શિવરાત્રિ, તેરસ, ચતુર્દશી, સોમવાર વગેરે તિથિએ વ્રત કર્યા પછી આ રીતે શિવની પૂજા કરવી જોઈએ
 
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શિવજીની પૂજા માટે સૌથી પહેલા મસ્તક ઉપર ભસ્મનું ત્રિપુન્ડ તિલક લગાવો અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરો. ત્યારબાદ નજીકમાં આવેલ કોઈ શિવ મંદિરમાં જઈ શિવલિંગની વિધિ પૂર્વક પૂજા કરો. શ્રદ્ધાપૂર્વક વ્રતનો સંકલ્પ આ પ્રકારે લો તથા એમ કહીને હાથમાં ફૂલ, ચોખા અને જળ લઈને તેને શિવલિંગ ઉપર અર્પિત કરતા આ...
 
देवदेव महादेव नीलकण्ठ नमोस्तु ते। 
कर्तुमिच्छाम्यहं देव शिवरात्रिव्रतं तव।। 
तव प्रसादाद्देवेश निर्विघ्नेन भवेदिति। 
कामाद्या: शत्रवो मां वै पीडां कुर्वन्तु नैव हि।। 
 
આ રીતે કરો રાત્રિ પૂજા- 
 
વ્રત કરનાર શિવમંત્ર (ऊँ नम: शिवाय।)નો જપ કરો તથા આખો દિવસ નિરાહાર રહો. (રોગી, અશક્ત અને વૃદ્ધ દિવસમાં ફળાહાર લઈ રાત્રિ પૂજા કરી શકે છે.) ધર્મગ્રંથોમાં રાત્રિના ચારે પ્રહરની પૂજાનું વિધાન છે. સાયંકાળ સ્નાન કરી કોઈ શિવમંદિરમાં જઈને અથવા ઘર પર જ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરી તિલક તથા રુદ્રાક્ષ ધારણ કરી પૂજાનો સંકલ્પ આ પ્રકારે કરો. 
ममाखिलपापक्षयपूर्वकसलाभीष्टसिद्धये शिवप्रीत्यर्थं च शिवपूजनमहं करिष्ये 
 
વ્રત રાખનારે ફળ, પુષ્પ, ચંદન, બિલ્વપત્ર, ધતૂરો, ધૂપ, દીપ અને નૈવેદ્યથી ચારે પ્રહરની પૂજા કરવી જોઈએ. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી અલગ-અલગ તથા બધાને એક સાથે મેળવીને પંચામૃતથી શિવને સ્નાન કરાવીને જળથી અભિષેક કરો. ચારે પ્રહરની પૂજામાંनम: शिवाय।મંત્રનો જાપ કરો. ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન આ આઠ નામથી ફૂલ અર્પણ કરી ભગવાનની આરતી તથા પરિક્રમા કરો. અંતમાં ભગવાનથી પ્રાર્થના આ પ્રકારે કરવી –
 
नियमो यो महादेव कृतश्चैव त्वदाज्ञया।
विसृत्यते मया स्वामिन् व्रतं जातमनुत्तमम्।।
व्रतेनानेन देवेश यथाशक्तिकृतेन च।
संतुष्टो भव शर्वाद्य कृपां कुरु ममोपरि।। 
 
ત્યારબાદ ભગવાન શિવની આરતી કરી પૂજાનું સમાપન કરો.
 
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shivji Pujan Vidhi
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext