Home »Gharelu Upchar» Know Ayurvedic Benefit Of Ganthoda, The Root Of Long Pepper

પેટના અનેક રોગોને એક-એક કરીને બહાર કાઢે છે ગંઠોડા

Dharm Desk, Ahmedabad | Jan 08, 2016, 13:32 PM IST

  • પેટના અનેક રોગોને એક-એક કરીને બહાર કાઢે છે ગંઠોડા,  gharelu upchar news in gujarati
ગંઠોડા :પીપરીમુળના ગંઠોડા જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, લઘુ, તીખા, ઉષ્ણ, રુક્ષ, પીત્ત કરનાર અને મળને ભેદનાર-તોડીને કાઢનાર છે. તે કફ, વાયુ, ઉદરરોગ, બરોળની વિકૃતિ, ગૅસ, આફરો, કૃમી, શ્વાસ અને ક્ષયમાં હીતાવહ છે. મગજની નિર્બળતા, ઉન્માદ, વાતપ્રકોપ, પ્રસુતાના રોગો, માસિક ઓછું આવવું, નિંદ્રાનાશ, ઉધરસ, શ્વાસ વગેરેમાં વિભિન્ન રીતે પ્રયોજાય છે. અનેક આયુર્વેદીક દવાઓમાં તે વપરાય છે.
 
અજીર્ણ, આફરો, અરુચી, પેટમાં વાયુનો ગોળો ચડવો વગેરે પેટની-પાચનની તકલીફોમાં તેમ જ ઉપરોક્ત રોગોમાં ગંઠોડાનું પા ચમચી ચૂર્ણ બે ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. આ બધી તકલીફો શાંત થઈ જશે. લોહીનું નીચું દબાણ(લો બી.પી.) અને હૃદયરોગમાં પણ આ ઉપચાર ફાયદો કરે છે. 
 
આયુર્વેદિક ઉપચારો નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને જ ઉપયોગ કરવો જોઈએ.
(Gharelu Upchar Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know ayurvedic Benefit of Ganthoda, the root of long pepper
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended