Home »Astrology »Aasan Nidan» Jyotish_shanidev Will Give You Pain If You Have Sh

શનિ તમારી પર નાખુશ, તો તમારી સાથે આવું થશે !

Dharm Desk, Ahmedabad | May 20, 2011, 22:50 PM IST

  • શનિ તમારી પર નાખુશ, તો તમારી સાથે આવું થશે !,  aasan nidan news in gujarati
મોટાભાગની વ્યક્તિઓને શનિના અશુભ પ્રભાવ જાણવાની લાલસા રહે છે. પણ સમયનો અભાવ અને જ્યોતિષની જાણકારી ન હોવાથી તેઓ પોતાની જિજ્ઞાસા સંતોષી શકતા નથી. અહીં અમે કેટલાક એવા લક્ષણો જણાવીએ છીએ જેનાથી આપ સહજ રીતે જ સમજી જશો કે શનિ જ આપને અશુભ ફળ આપી રહ્યો છે... - શનિનો આપની પર વિપરિત પ્રભાવ હોય તો આંખો નબળી થઇ જાય છે, કમરમાં પીડા કે ચૂંક આવે છે. - અભ્યાસમાં મન નથી લાગતું અને આ ક્ષેત્રમાં કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત નથી થતી. - લગ્ન થતાં જ સાસરી પક્ષે આર્થિક હાનિ થઇ જાય તો સમજી લો કે આપનો શનિ આપના પક્ષમાં નથી. - જો આપ મકાન વગેરેનું નિર્માણ કરાવી રહ્યા હોવ અને કોઈ અશુભ ઘટના ઘટે તો સમજી લેવું કે શનિ પ્રતિકૂળ છે. - જ્યારે આપનું મન દુષ્કર્મો તરફ, કુસંગતિ તેમજ નશાની તરફ વળી જાય, ધન અને શરીરનો નાશ થતો જાય તો આ શનિના ખરાબ પ્રભાવનું પરિણામ છે. - જો હંમેશા આળસ રહે, કોઈ કાર્ય કરવાની ઇચ્છા ન થાય તો સમજવું કે શનિનો ખરાબ પ્રભાવ છે. - જ્યારે વ્યક્તિના ચહેરા પર હંમેશા થાક, તણાવ જોવા મળે અને વ્યક્તિ જવાનીમાં જ વૃદ્ધત્વના રાગ આલાપવા લાગે. - આપ શનિ સંબંધિત વ્યવસાય કરતા હોવ અને આપને સતત હાનિ થઇ રહી હોય તો તે શનિના અશુભ ફળનું લક્ષણ છે. - ચંપલ વારંવાર તૂટી જાય, ખોવાઇ જાય તે શનિ આપના વિપક્ષમાં હોવાની સૂચના છે. - જો કોઇ ભેંસ ખરીદે અને થોડા દિવસમાં તેનું મૃત્યુ થાય. - આપના વાળ વધારે પડતા ખરી રહ્યા હોય કે વાળ સંબંધિત કોઇ બીમારીથી પીડાઇ રહ્યા હોવ તો. - શનિ ગરીબ વર્ગનો પ્રતિનિધિ હોય છે અને જો ગરીબ વર્ગથી આપને કોઇ હાનિ થાય કે તેમની સાથે વધારે લડાઇ-ઝઘડા થાય. - આપની ટ્રાંસફર કોઇ એવી જગ્યાએ થાય જે આપને બિલકુલ પસંદ ન હોય કે પછી અચાનક આપની નોકરી છૂટી જાય. - કાર્યસ્થળ પર ચોરીનો આરોપ લાગે, આપના વિરોધમાં તપાસના આદેશો જાહેર થાય, કોઈ દંડ કે સજા મળે. - વ્યવસાયમાં આપનો પાર્ટનર છેતરપિંડી કરે અને દિવસે દિવસે આપની ઉધારી-દેવું વધતું જાય. - આપ વધારે પડતા બીમાર રહ્યા કરો, કોઈ દુર્ઘટનામાં કોઇ હાડકું તૂટી જાય અને સાંધામાં દુખાવો રહ્યા કરે. - ઘરમાં કંકાસ થાય, મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદ થાય અને ચોતરફ આપની નિંદા થાય. જ્યારે આપનું જીવન આવી ઘટનાઓથી ઘેરાઇ જાય તો સમજી લેવું કે શનિ મહારાજ આપના પક્ષમાં નથી અને તેમનો પ્રકોપ આપ પર વધી રહ્યો છે.
Related Articles:

...એટલે હનુમાન ભક્તોને શનિ પરેશાન નથી કરતા!
આજે હનુમાન પાર પાડશે સઘળાં કામ, આ રીતે કરો પૂજન
મોટી સફળતા માટે હનુમાન પાસે શીખો, ગતિ અને ધૈર્યના સૂત્રો
હનુમાન પ્રશ્નાવલિ ચક્ર: આનાથી મળશે દરેક સવાલનો જવાબ
મોટામાં મોટી મુશ્કેલીઓનો અંત આણો આ હનુમાન મંત્રોથી
ધારેલા કામમાં ઝડપી શુભ ફળ આપે છે હનુમાન 'યંત્ર'
એક તરફ મસ્જિદ બીજી બાજુ દરગાહ વચ્ચે હનુમાનજી મંદિર
શનિથી બચવા માટે કરો, આજે હનુમાન પૂજા...
શનિ માટે કરો હનુમાન પ્રયોગ અને આજના શુભ મૂરત
શનિવારે શનિને ખુશ કરો હનુમાન પૂજાથી….
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: jyotish_shanidev will give you pain if you have sh
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext