Home »Yoga »Aasan And Meditation» It Is Difficult, But A Natural Way To Stay In This

મુશ્કેલ છે, પરંતુ કુદરતી રીતે જવાન રહેવાની રીત છે આ?

d | Mar 13, 2012, 21:29 PM IST

beauti_300યોગ અને પ્રાણાયામ નિયમિત રીતે કરીને કોઈપણ માણસ લાંબી ઉંમર સુધી સ્વસ્થ્ય રહી શકે છે. સાથે જ પ્રાણાયામથી દિવસભર મન પ્રસન્ન રહે છે. પરંતુ કેટલાક પ્રાણાયામ અને યોગાસન એવા પણ હોય છે જેને કરવાથી લાંબી ઉંમર સુધી સ્વસ્થ્ય રહી શકાય છે. એવું જ પ્રાણાયામ છે પ્લાવિની પ્રાણાયામ. આ પ્રાણાયામ માત્ર એ લોકો જ કરી શકે છે જે સાચી રીતે કુંડલીની જાગૃત કરવા માગતા હોય.



પ્લાવિની પ્રાણાયામની વિધીઃ-



પૂરક દ્વારા પેટમાં શ્વાસ ભરી લો. હવે વાયુ રોકો અર્થાત્ કુંભક કરો. એમ કરીને અડધા શરીર અડધે સુધી પાણીમાં લઈ જાઓ. તરવા માટે હાથ ન ચલાવો. યોગીઓ દ્વારા અનેક દિવસો સુધી નિરાહાર રહેવાની શક્તિ તેનાથી પ્રાપ્ત થાય છે.



પ્લાવિની પ્રાણાયામને ઘણુ કઠિન ગણવામાં આવ્યું છે અને તેનો અભ્યાસ માત્ર એ લોકો જ કરી શકે છે. જે યોગી છે. જે વ્યક્તિ કુંડલીની જાગૃત કરવા માગે છે તેમની માટે આ પ્રાણાયામનું એક ચરણ જ છે. આ પ્રાણાયામને ત્રણ કલાકમાં એક વાર કરવું જોઈએ. આ દરમિયાન 64 વાર શ્વાસ લો અને 64 વાર શ્વાસ છોડો. આ પ્રકારે આઠવાર આ પ્રણાયામ કરવું જોઈએ. આ પ્રાણાયામમાં અજપા ગાયત્રી મંત્ર પણ કરો...



हकारेण बहिर्याति सकारेण विशेत्पुन:,

षट्शतानि दिवारात्रौ सहस्राणियेक्र विंशति:,



अजपा नाम गायत्री जीवो जपति सर्वदा।



અર્થાત્ શ્વાસ કાઢ્વાની સાથે હં અને શ્વાસ લેતી વખતે સ નો જાપ દિવસ-રાતમાં એકવીસ હજાર છસો વાર કરવો જોઈએ. આ પ્રકારે આ હંસ જાપ વિલોમથી સો હ થઈ જાય છે. આ અજપા ગાયત્રી છે, જેનાથી જીવ સદૈવ જપતો રહે છે. આ જાપનો નિકાસ નાભિરંઘ્રથી માનવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો કુંભક(પ્રાણાયામ)ની સાથે અજાપા ગાયત્રીનો જાપ આપમેળે જ થઈ જાય છે. તેનાથી આયુ(ઉંમરમાં) વધારો થાય છે.



-જો તમે આ પ્રાણાયામનો લાભ લેવા માગતા હોવ તો નીચે આપેલ વીડિયો અને તસ્વીરની મદદ લઈ શકો છો. પરંતુ કોઈપણ આસાન નિષ્ણાતની મદદથી જ કરવાની સલાહ છે. વીડિયો જોવા અહીં નીચેની લિંક ઉપર ક્લિક કરો...પ્લાવિની પ્રાણાયામની વિધી જાણો, વીડિયોમાં




Related Articles:

આવી માઈન્ડ એક્સરસાઈઝ બનાવે છે, ધારદાર બુદ્ધિ!
બધા રોગોનો નાશ કરશે, બુધવારે શીતળા માતાની પૂજા
સતત કોમ્પ્યુટર પર કામ કરનારાની આંખો માટે ટિપ્સ
જીવનમાં સફળતા માટે મહત્વની હોય છે બન્ને વાત
ચોક્કસ વધવા લાગશે તમારી આવક, શરૂ કરો આ ઉપાય
ઈચ્છા પૂરી કરવા આજે સાંજે હનુમાનને અર્પિત કરો 2 વસ્તુ
ઘણાને નાની ઉંમરમાં શા માટે થઈ જાય છે પ્રેમ? જાણો



Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: It is difficult, but a natural way to stay in this
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext