Home »Gharelu Upchar» Pimple On Face And Home Remedies

15 દિવસમાં ખીલ-ફોલ્લીનું કામ તમામ! આ છે સૌથી જૂના નુસખા

Dharm Desk, Ahmedabad | Mar 12, 2016, 20:45 PM IST

  • 15 દિવસમાં ખીલ-ફોલ્લીનું કામ તમામ! આ છે સૌથી જૂના નુસખા,  gharelu upchar news in gujarati
ખીલ-ફોડલીઓ, દાદર-ખંજવાળ વગેરે ચામડીઓને લગતી સમસ્યાઓથી પીડાઓ છો? આજે વધતાં પ્રદુષણને કારણે માત્ર બહાર નહિ પરંતુ શરીરની અંદર પણ ઘેરો પ્રભાવ પડે છે. જેના કારણે લોહી દુષિત અને ગંદુ થાય છે પરિણામે આવા ત્વચાના રોગોથી આપણે પીડાઇએ છીએ. અહીયા કેટલાક ઘરગથ્થુ ઉપાય આપીએ છીએ, આ નુસખા અસરકારક તો છે જ સાથે તેની સૌથી મોટી વિશેષતા છે કે તેની કોઇ પણ સાઇડઇફેક્ટ નથી. બહુ જ સરળ અને અનુભવની કસોટી પર ખરા ઉતરેલા છે આ નુસખા અજમાવો.
 
-જ્યાં સુધી આ ચામડીની સમસ્યાંમાંથી પુરી રીતે છુટકારો ના મળે ત્યાં સુધી ગળ્યું (ખાંડથી બનેલું) વાસી,તળેલુ અને વધારે મસાલા-મરચાવાળી વસ્તુઓને પુરી રીતે તિલાંજલી આપો.
 
- મૂળાના બીજને પાણીમાં પીસીને ગરમ કરીને ફોડલીઓ, ખીલ,દાદર અને ખંજવાળવાળ સ્થાન પર લગાડવાથી તત્કાલ લાભ થાય છે.
 
-લીમડાના પાનને પીસીને ફોડલા,દાદર અને ખંજવાળ વાળા સ્થાન પર લગાડવાથી અને તેને પાણી સાથે પીવાથી તેમાં ખુબ જ લાભ થાય છે.
 
-પાલક,મુળાના પત્તાં,ડુંગળી,ટામેટા,ગાજર,જામફળ,પપૈયું વગેરેને ભોજનમાં નિયમિત રૂપે સમાવેશ કરો.
 
-સવારે ખાલી પેટે ચાર-પાંચ તુલસીના પાન ચુસવાથી પણ ત્વચાના રોગોમાં સ્થાયી રૂપે લાભ થાય છે.
 
-પાણી વધારેમાં વધારે પીવો.
 
-સવારે ઉઠીને 2 થી 3 કિલો મીટર ફરવા માટે અવશ્ય જાઓ જેથી તમારા શરીર અને લોહીને શુદ્ધ તાજા હવા મળી શકે અને શરીરનો લોહી સંચાર પણ કાર્યક્ષમ રહે.
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: pimple on face and home remedies
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext