Home »Life Management »Karma» Hanumna Mantra Tulsidas Do Work Like Hanumanji

કામને એ રીતે કરશો તો, તે એક સિદ્ધી બની જશે

Dharm Desk, Ahmedabad | May 05, 2012, 19:29 PM IST

  • કામને એ રીતે કરશો તો, તે એક સિદ્ધી બની જશે,  karma news in gujarati

બુદ્ધિમાન વ્યક્તિને ધૈર્યવાન પણ હોવું જોઈએ. ક્યારેક-ક્યારેક બુદ્ધિની અધિકતા આદમીને અધીર બનાવી દે છે. હનુમાનજી માટે સુંદરકાંડમાં મતિધીર શબ્દનો ઉપયોગ કર્યો છે. તેનો અર્થ છે કે-તેઓ બુદ્ધિમાન પણ છે અને ધૈર્યવાન પણ.

સુરસા નામની રાક્ષસી જ્યારે મુખ ફેલાવી તેમને ખાવા માટે આગળ વધી તો હનુમાનજી પહેલા તો મોટા થયા અને પછી ખૂબ જ નાના થઈ તેના મુખમાં આવી ગયા. તેઓ પોતાના સમય, લક્ષ્ય અને ઊર્જા માટે અત્યધિક સાવધાન રહ્યા. તેઓ જાણતા હતા કે તેમનું લક્ષ્ય રામકાજ છે.

સીતાજી સુધી શ્રીરામનો સંદેશ પહોંચાડવા હતો. એટલા માટે જ તેમને મૈનાક પર્વતે તેમને કહી દીધુ હતું...

रामकाजु कीन्हें बिनु मोहि कहां बिश्राम।

બીજી વાત, તેઓ જાણતા હતા કે સુરસા સાથે યુદ્ધ કરવાથી ઊર્જા અને સમય બંને નષ્ટ થશે. એટલા માટે તરત જ ત્યાંથી આગળ વધી ગયા. આગળ તેમની સાથે એક મોટી ઘટના ઘટી- સમુદ્રમાં એક રાક્ષસી હતી. તે આકાશમાં ઉડતા પક્ષીઓને પકડી લેતી હતી. હનુમાનજીએ તેને મારી નાખી અને આગળ ચાલ્યા.

તુલસીદાસજીએ હનુમાનજીને લખ્યું છે કે...

ताहि मारि मारुतसुत बीरा। बारिधि पार गयउ मतिधीरा।।

ધીર, બુદ્ધિમાન, વીર શ્રી હનુમાનજી તેને મારી સમુદ્રપાર ગયા. મતિધીર લખીને તુલસીદાસે બતાવ્યું કે આ સમય જ્યારે અભ્યાસના યુગમાં બુદ્ધિમાન હોવું સરળ છે, ત્યારે ધૈર્યવાન એટલો જ કઠિન બનતો જઈ રહ્યો છે. બુદ્ધિની સાથે જ ધૈર્યા જોડવામાં આવે તો લક્ષ્ય સુધી પહોંચવું આસાન થઈ જશે.

 
Related Articles:
સંતાનના સુખી-સફળ ભવિષ્ય માટે, આ વાત મગજમાં ફિટ કરી લો
વેગથી થશે બધા કામ, રોજ બોલો આ સરળ હનુમાન મંત્ર
નુક્શાનથી બચવા મંગળવારે અખાત્રીજના બોલો હનુમાન મંત્ર
હનુમાન પાસે શીખો દરેક સમસ્યા સામે કેવી રીતે ઝઝૂમવું?
ગુજરાતમાં એક માત્ર સુતેલા હનુમાનજી, જે કરે છે વિઘ્નો દૂર
‘અંહ’ને ‘હમ’ બનાવી કેવી રીતે સફળતા મેળવવી? બતાવે છે હનુમાન?
હનુમાન જયંતિ આજેઃ દરેક ભય દૂર કરે છે આ મંત્ર
હનુમાન પાસે શું જોઈએ છે? અનેકરૂપી મૂર્તિ આપે શક્તિઓ
હનુમાન જયંતિનો દિવસ કેવો રહેશે? જાણો રાશિથી
હનુમાન ભક્તિથી તમને મળશે, આ 8 ચમત્કારી સિદ્ધિઓ!



(Karma Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Life Management Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hanumna mantra tulsidas do work like hanumanji
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended