Home »Pooja »Aarti» Hanuman Aarati Gujarati

આરતી શ્રી હનુમાન લાલ કી

Dharm Desk, Ahmedabad | Feb 13, 2015, 17:07 PM IST

  • આરતી શ્રી હનુમાન લાલ કી,  aarti news in gujarati
आरती कीजै हनुमान लला की । 
दुष्ट दलन रघुनाथ कला की ॥ आरती कीजै ... 
ભાવાર્થ - આવો, આપણે બધા મળીને પ્રિય હનુમાનજીની આરતી કરીએ જેઓ દુષ્ટોનો નાશ કરનાર છે અને શ્રી રામચંદ્રજીના અભિન્ન અંગ છે. 
जाके बल से गिरिवर काँपे । 
रोग-दोष जाके निकट न झाँके ॥ आरती कीजै ... 
ભાવાર્થ - એમના પરાક્રમથી પર્વતરાજ હિમાલય પણ કંપી ઊઠે છે અને એમના નામના ઉચ્ચારણ માત્રથી રોગ-દોષ નજીક આવવાનું દુસ્સાહસ નથી કરી શકતા. 
अंजनी-पुत्र महाबलदाई । 
संतन के प्रभु सदा सहाई ॥ आरती कीजै ... 
ભાવાર્થ - હે અંજનીપુત્ર ! તમે બળના દાતા છો તેમજ દેવતાઓ તથા સંતોને સદૈવ સહાયતા પ્રદાન કરો છો. 
दे बीरा रघुनाथ पठाए । 
लंका जारि सिया सुधि लाए ॥ आरती कीजै ... ભાવાર્થ - શ્રીરામજીએ તમને જ ઉત્તર દાયિત્વ સોપીને લંકા મોકલ્યા હતા અને તે જ લંકાને વિધ્વંસ કરીને તમે જ સીતામાતાની ખબર લાવ્યા હતા. 
लंका सो कोट समुद्र सी खाई । 
जात पवन-सुत बार न लाई ॥ आरती कीजै ... 
ભાવાર્થ - તમે વિશાળ સમુદ્રને પાર કરવામાં તેમજ પ્રવેશ દ્વાર સુધી પહોંચવામાં જરાય વાર ના લગાડી. 
लंका बारि असुर संहारे । 
सीता-रामजी के काज सँवारे ॥ आरती कीजै ... 
ભાવાર્થ - તમે લંકાને સળગાવી દાનવોનો વિનાશ કર્યો અને સીતા-રામજીના કાર્યને પૂરું કર્યું. 
लक्ष्मण मूर्च्छित पड़े सकारे । 
लाई संजीवन प्राण उबारे ॥ आरती कीजै ... 
ભાવાર્થ - જ્યારે લક્ષ્મણજી મૂર્ચ્છિત થયા ત્યારે તમે જ સંજીવની બુટ્ટી લાવીને તેમના પ્રાણોની રક્ષા કરી હતી. 
पैठि पाताल तोड़ी जम कारे । 
अहिरावण की भुजा उखाड़े ॥ आरती कीजै ... 
ભાવાર્થ - તમે પાતાળ પહોંચીને યમના કાળાગારને તોડ્યું અને અહિરાવણના હાથોને ઉખાડી નાંખ્યાં. 
बाईं भुजा से असुर संहारे । 
दाईं भुजा सब सन्त उबारे ॥ आरती कीजै ... 
ભાવાર્થ - તમે તમારા ડાબા હાથથી અસુરોનો વિનાશ કર્યો અને જમણા હાથથી દેવતાઓ તથા સંતોનું રક્ષણ કર્યું. 
सुर नर मुनि जन आरती उतारें । 
जय जय जय हनुमान उचारे ॥ आरती कीजै ... 
ભાવાર્થ - દેવતા, મનુષ્ય, મુનિગણ અને ભક્તજન તમારી આરતી ગાય છે જય-જયકાર કરે છે. 
कंचन थार कपूर लौ छाई । 
आरती करत अंजना माई ॥ आरती कीजै ... 
ભાવાર્થ - સોનાની થાળીમાં સુંદર ઢંગથી કપૂર, દીપક અને ભસ્મ સજાવી તમારી માતા અંજના પણ તમારી આરતી ગાય છે. 
जो हनुमान जी की आरती गावे । 
बसि वैकुण्ठ परम पद पावे ॥ आरती कीजै ... 
ભાવાર્થ - જે કોઇ પણ વ્યક્તિ હનુમાનજીની આરતી ગાય છે, તે વિષ્ણુજીના પરમ ધામ વૈકુંઠ જઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
 
(Aarti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Pooja Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hanuman Aarati Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended