Home »Gharelu Upchar» Remove Bad Odour By Home Remedies

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે ઘરે જ અપનાવો આ દેશી નુસખા

Dharm Desk, Ahmedabad | May 25, 2016, 21:45 PM IST

  • શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે ઘરે જ અપનાવો આ દેશી નુસખા,  gharelu upchar news in gujarati
તજઃ- તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. તેને સીધા જ ચાવી શકો છો કે ચામાં મેળવીને પી શકો છો કે પાણીમાં ઉકાળીને નેચરલ માઉથવોશ તૈયાર કરી શકો છો.
 
વરિયાળીઃ- શ્વાસને પ્રાકૃતિક રીતે સુધારવા માટે વરિયાળી ખાવાનું ફાયદાકારક માનવામાં આવે છે. ભોજન પછી વરિયાળી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તે સ્લાઈવાના(લાળ) ઉત્પાદનને વધારે છે અને શ્વાસની દુર્ગંધ માટે જવાબદાર કિટાણુને ખતમ કરે છે. તે એસીડીટી રિફ્લેક્સને પણ રોકે છે.
 
ફુદીનોઃ- માઉથ ફ્રેશનર્સમાં ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. કૂલિંગ ઈફેક્ટ માટે લોકપ્રિય ફુદીનો કે મિંટ શ્વાસને તાજી રાખે છે. ફુદીનાની ચા કે પછી તેના પાન ચાવવાથી પણ સારું રહે છે.
 
ઇલાયચીઃ- ઈલાયચીને મુખમાં લઈને થોડીવાર ચાવો. તે સિવાય તમે ભોજન પછી ઈલાયચીની ચા પણ પી શકો છો.
 
અજમોઃ તેમાં ફ્લોરોફિલ હોય છે, જે જીવાણુ સામે લડે છે. તે એક સારું માઉથ ફ્રેશનર છે. જે શ્વાસની દુર્ગંધને ખતમ કરવાની સાથે-સાથે પાચન ક્રિયાને પણ સુધારે છે.
 
સરસિયાનું તેલઃ- એક ચમચી સરસિયાનું તેલ લઈને તેને પોતાના મુખમાં રાખીને 30 સેકન્ડ રાખીને સારી રીતે હવાલો પછી થૂકી દો. ત્યાર પછી એક બીજી ચમચી લઈને તને ગળી જાઓ. તેનાથી મુખની દુર્ગંધ દૂર થઈ જાય છે.
 
ગ્રીન ટી- તમારા શ્વાસને તાજી રાખવા માટે તમારી દિનચર્યામાં ગ્રીનટીને એક કપમાં જરૂર સામેલ કરો.
(Gharelu Upchar Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Remove bad odour by home remedies
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended