Home »Rashifal 2017 »Desh Duniya» Prediction For New Year 2017

શનિ-મંગળને લીધે દેશ-દુનિયા માટે સામાન્ય રહેશે 2017

Dharm Desk, Ahmedabad | Dec 22, 2016, 16:53 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃનવા વર્ષ 2017ની શરૂઆત શનિ-મંગળની રાશિ વૃશ્ચિકમાં રહેશે. ગુરુ કન્યા રાશિમાં સ્થિત છે. આ ગ્રહોને લીધે નવું વર્ષ દેશ-દુનિયા માટે સામાન્ય રહેશે. આ વર્ષમાં જ્યારે શનિ વક્રી થશે, ત્યારે વિશ્વના કેટલાક ભાગોમાં ભૂકંપ, ભસ્ખલન કે અન્ય કોઈ પ્રાકૃતિક આપત્તિ આવવાના યોગ બની શકે છે. ગુરુની સ્થિતિને લીધે વર્ષ 2017 તકનીતી ક્ષેત્ર માટે વિશેષ ઉપલબ્ધિભર્યું નહીં રહે. નવી તકનીક અને આધુનિક વિજ્ઞાનને લીધે નવા-નવા દુષ્પ્રભાવો આ વર્ષમાં જોવા મળશે.
 
જ્યોતિષ પ્રમાણે જ્યારે શનિ મંગળની રાશિમાં આવે છે, ત્યારે-ત્યારે ભૂકંપ થવાની પ્રબળ સંભાવનાઓ પેદા થાય છે. વર્ષમાં અનેક જગ્યાએ દુષ્કાર પડશે, જ્યારે કેટલાક સ્થાનોએ અત્યધિક વરસાદને કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ જશે. દુનિયાના અનેક દેશોમાં જનતા અને સરકારની વચ્ચે અસંતોષ પેદા થશે.
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Prediction For New Year 2017
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext