Home »Tirth Darshan» Mahabharat Time Oldest City In North East Nagalend Dimapur

આ જગ્યાએ ભીમ અને તેનો પુત્ર, આવા વિશાળ મોહરાઓથી રમતાં હતા શતરંજ!

Dharm Desk, Ahmedabad | Mar 19, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભારતના પૂર્વ રાજ્યમાં સ્થિત નાગાલેન્ડનું એક શહેર દીમાપુર જેને એક સમયે હિડિંબાપુરના નામથી ઓળખવામાં આવતું હતું. આ શહેર હંમેશાં મુસાફરોને પોતાની તરફ આકર્ષિત કરતું રહે છે. હિડિંબાનું શહેર દીમાપુર પ્રાકૃતિક રૂપથી ખૂબ જ સુંદર હોવાથી સાથે-સાથે એક ઐતિહાસિક શહેર પણ છે. આ જગ્યાએ મહાભારત કાળમાં હિડિંબ રાક્ષસ અને તેની બહેન હિડિંબા રહેતા હતાં. અહીંયા હિડિંબાએ ભીમ સાથે વિવાહ કર્યા હતાં. અહીં મોટાભાગે વસનારી ડિમાશા જનજાતિ પોતાને ભીમની પત્ની હિડિંબાના વશંજો માને છે, જ્યાં રાજવાડીમાં સ્થિત શતરંજની વિશાળ મોહરાઓ મુસાફરોને પોતાની તરફ ખૂબ જ આકર્ષિત કરે છે.
 
હિડિંબા અને ભીમનો ઇતિહાસઃ-
 
મહાભારતની કથા મુજબ વનવાસ કાળ દરમિયાન જ્યારે પાંડવોનું ઘર ષડયંત્રના કારણે આગમાં ભસ્મ થઇ ગયું હતું ત્યારે તેઓ તે જગ્યાએથી ભાગીને અન્ય વનમાં જતાં રહ્યા હતાં. જ્યાં હિડિંબ રાક્ષસ પોતાની બહેન હિડિંબા સાથે રહેતો હતો. એક દિવસ હિડિંબે પોતાની બહેન હિડિંબાને ભોજનની શોધ માટે વનમાં મોકલી.
 
વનમાં હિડિંબાએ ભીમને જોયો જે તેના સૂતેલા પરિવારની રક્ષા કરતો હતો. રાક્ષસી હિડિંબાને ભીમ ખૂબ જ પસંદ આવ્યો અને તે તેના પ્રેમમાં પડી ગઇ. જેના કારણે હિડિંબા તે બધાને જીવિત છોડીને પાછી આવી ગઇ. પરંતુ આ વાત તેના ભાઇને પસંદ ન આવતા તેણે પાંડવો પર હુમલો કરી દીધો. આ યુદ્ધમાં હિડિંબ ભીમના હાથે મૃત્યુ પામે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ.....
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahabharat Time Oldest City In North East Nagalend Dimapur
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended