Home »Tirth Darshan» Miracles Monetary Ganlu Temple Stand On One Pole Lactated In China Fijian

1 થાંભલા પર લટકતા આ મંદિરમાં દર્શન માત્રથી પૂર્ણ થાય છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા

Dharm Desk, Ahmedabad | Jul 04, 2017, 14:34 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃચીનના ફુજિઆન પ્રાંતમાં તિઆનિંગ કાઉન્ટીમાં ખીણની અંદર જમીનથી 260 ફૂટની ઊંચાઈએ આવેલું ગાન્લુ મંદિર આસ્થા સાથે અદભુત રોમાંચનો અહેસાસ કરાવે છે.  ઈ.સ. 1146માં બાંધવામાં આવેલું આ મંદિર સ્થાપત્યની  દ્રષ્ટિએ પણ અજોડ નમૂનો છે કારણ કે આખુ મંદિર લાકડાના માત્ર એક થાંભલા પર ટકેલું હોવા છતાં સદીઓથી અડીખમ છે. ઢોળાવ પર લપસી પડવાના ડરથી પ્રવાસીઓ અહીં દરેક ડગલું ખૂબ સંભાળીને ભરે છે. એક માન્યતા અનુસાર મંદિરની માનતા રાખવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોવાથી મોટી સંખ્યામાં દંપતિઓ સંતાન માટે અહીં દર્શનાર્થે આવે છે. ગાન્લુનો અર્થ મીઠું ઝાકળ થાય છે. મંદિર ખીણમાં આવેલું હોવાથી અહીં વસંતઋતુમાં ટપકતું પાણી સ્વાદમાં ઘણું મીઠું હોવાથી કદાચ તેનું નામ ગાન્લુ રાખવામાં આવ્યું છે. યે ઝુક્યા નામની વ્યક્તિએ તેની માતાના માનમાં મંદિર બંધાવ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ આ મંદિરની અન્ય તસવીરો....
(Tirth Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Miracles monetary ganlu temple stand on one pole lactated in China Fijian
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended